________________
10th anniversary pratishtha mahotsava
MANDAL
卐
74 Reynolds Drive, Edgware, Middlesex HA8 5PY Tel: 0181 951 4583 President: Harakhchand Haria, Secretary: Miss Prafula Shah, Treasurer: Mahesh Shah
ભક્તિ મંડળનો સંક્ષિપ્ત પરિચય
BHAKTI
પરમ પૂજય ગુરુ ભગવંતોની અસીમ કૃપાથી અને વંદનીય મહાપુરૂષોના પૂર્ણ આશીર્વાદથી સને ૧૯૮૨ ના પર્યુષણ મહા પર્વ પૂર્ણ થયા બાદ સ્વ. પૂજય મોહનલાલ વેરસી વીસરીયાની પ્રેરણાથી ભકિત મંડળની સ્થાપના થયેલી.
જ્ઞાની ભગવંતોએ મુક્તિમાર્ગની આરાધના માટે અનેક માર્ગો બતાવ્યા છે તેમાં એક ભક્તિ માર્ગ પણ છે, જે સરળ,સુબોધ અને શીઘ્ર સિધ્ધ થાય એવો યોગ છે. શ્રીયુત જયુભાઇ મોહનલાલ, રમણભાઇ, સુમનભાઇ, અમૃતબેન તથા કેશવલાલ વૃજપાળના સહકારથી સત્સંગની શુભ શરૂઆત થયેલ જે આજ સુધી દર શુક્રવારે ચાલુ ચાલુ રહેલ છે. જે આમાં ભાગ લેનાર દરેક સત્સંગીઓના સહકારને આભારી છે.
સને ૧૯૮૩માં લંડનમાં પ્રથમવાર ‘શ્રી સિધ્ધચક મહપૂજન’તેમજ ‘ભકતામર પૂજન’ભણાવવાનો અવસર ‘ભકિત મંડળ'ને સાંપડ્યો. પૂજન ભણાવવા રાજકોટ નિવાસી શ્રીયુત શશીકાંત મહેતા તથા તેમના ધર્મ પત્ની પધારેલ. સાથે ધર્મનુરાગી શ્રી ચંદ્રકાંતભાઈ શાહ તથા તેમના ધર્મ પત્ની પણ પધારેલા. બહોળી સંખ્યામાં ભાવિકોએ પધારી ભાગ લીધેલ.
મંડળ મુખ્ય પ્રવત્તિઓમાં દર શુક્રવારે સત્સંગ ઉપરાંત
Jain Education International_201_03
લંડન, માન્ચેસ્ટર, લ્યુટન, વેલીંગબરો વગેરે સેન્ટરોથી આમંત્રણ આવ્યે મંડળના સભ્યો મોટી પૂજા ભણાવવા જાય છે.
આ ઉપરાંત પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કુંદકુંદ સુરીશ્વરજી મહારાજની પૂણ્યતિથિએ દર વર્ષે પૂજા રાખી બહારગામના સંઘો બોલાવી ઉજવીએ છીએ.
છેલ્લા પંદરવર્ષમાં ભકિત મંડળે સમાજમાં ધર્મ ભાવના વધે તે માટે પ્રવચનકારો, મુનિરાજોને આમંત્રી તેમના પ્રવચનનો લાભ સમાજને આપેલ છે. આ ઉપરાંત કુદરતી આફતો જેવીકે મહારાષ્ટ્રમાં ધરતીકંપ તેમજ વિકલાંગોને સહાયતા માટે આવેલ અપીલોને યથા યોગ્ય ફાળો ઉઘરાવી સાથ અને સહકાર આપી જીવદયાના કાર્યો કરેલ કરેલ છે. નેત્રયજ્ઞો યોજી સહાયરૂપ થયેલ છે. ભક્તિ સાથે સાધર્મિક ભક્તિ પણ થવી જોઈએ. એવી મંડળ ભાવના રાખે છે.
જય મહાવીર
લિ. હ. ક. હરીયા
પ્રમુખ
ભક્તિ મંડળ. લંડન.
The pain of the mind is worse than the pain of the body.
157 Ra se Only
www.jainelibrary.org