________________
104 autemy podikda nekatua
ભોજરાજા, વસ્તુપાળ-તેજપાળ, ભામાશા, જગડ્યા જેવા દાનીએ અત્યારે ચાંચ દેખાતા નથી. દાનધર્મથી આ ભવમાં યશકીર્તિ મળે અને પરલોકમાં સર્વ પ્રકારની સગવડ મળે અને લોભદિ ઘટવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિનો અવકાશ વધે. લોકકવિ કહે છે -
“જનની જણ તો ભક્ત જણ,કાં દાંતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ ર.
માટે સુપાત્રે ભાવ-ભક્તિ સહિત દાનધર્મમાં પ્રવર્તવા નિરંતર તત્પરતા રાખવી. મનુષ્ય એમ માનતો હોય છે કે દાનમાં આપવાથી મારું ધન ખલાસ થઈ જશે. પરંતુ સાચા ભાવથી દાન આપે તો સો, હજાર, લાખ કે તેથી અધિકગણું થઈ અવશ્ય ધન પાછું આવે એવો નિયમ છે.
દાનના પ્રકારો
અનુગ્રહાર્ય સ્વસ્થ ગતિમTM યાનમ્ (તત્ત્વાર્થસૂત્ર ૭/૩૮) સ્વપરના કલ્યાણ માટે (પોતાની લક્ષ્મી આદિનો) ત્યાગ કરવો તે દાન છે. તેના વિવિધ પ્રકારો નીચે મુજબ છે. (૧) આહારદાન; કોઈ સાધુસંતને વિધિભક્તિપૂર્વક શુદ્ધ આહાર આપવો તે.
(૨) શ્રુતદાન : સત્શાસ્ત્રનું દાન, જ્ઞાનની વૃદ્ધિ માટેનું દાન. જ્ઞાનદાનનું મોટું ફળ છે. જ્ઞાનની વૃદ્ધિ માટે જ્ઞાનદાન કરે, શાસ્ત્રો છપાવે, પાઠશાળા બંધાવે, શાસ્ત્રો લખાવે, આ બધું શ્રુતદાનમાં સમાય છે. જ્ઞાનવિકાસનો હેતુ હોવાથી અને મોક્ષનું કારણ હોવાથી ભવ્ય જીવો આ દાનમાં વિશેષપણે પ્રવર્તે છે.
(૩) અભયદાન કોઈ પણ જીવને દુઃખ ન આપવું, કોઈને ભય દેખાડવો નહિ, આપણને જોઇ કોઇ થથરે તેમ ન કરવું, કોઇ જીવને મારવા નહિ, દૂભવવા નહિ. ગૃહસ્થે ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરવો અને બાકીના જીવોની યત્ના કરવી.
(૪) ઔષધદાન ઃ આ આહારદાનનો જ એક પ્રકાર ગણી શકાય. જગતના જીવોને અશાતાના ઉદયથી અનેક રોગો થાય છે. તેમને નિર્દોષ દવાનું પ્રદાન કરવું. આપણા ગરીબ દેશમાં આ પ્રકારના દાનની ઘણી જરૂર છે.
(૫) વસતિકાદાનઃ સાધક, સંત-મુનિઓને સાધના માટે આશ્રયસ્થાન આપી તેમને રહેવાની સગવડ કરી આપવી, જેથી નિશ્ચિતપણે તેઓ જ્ઞાનધ્યાનમાં રહી સ્વ-પરકલ્યાણ સાધી શકે. આવું સ્થાન સાટું, ઓછી કિંમતવાળું અને
Jain Education International_2010_03
સાધનામાં વિક્ષેપ ન કરે તેવું સૌમ્ય હોવું જરૂરી છે. ભપકાદાર ફ્લેટ કે શ્રીમંતના મહેલ જેવું ન હોવું જોઈએ.
Forbate148
(૬) અનુકંપાદાન : આ જગતમાં ઘણા જીવોને પાપનો ઉદય છે. પુણ્યઉચવાળા સાવ ઓછા જ છે. ખાવા-પીવાઓઢવા નથી, વિકલાંગ છે, વસ્ત્ર નથી, ભણવાની - ચોપડીઓની સગવડ નથી, અભણ છે. આવા લોકોને મદદ કરવી તે અનુકંપાદાન છે. આ મનુષ્યોને પ્રેમ અને કરુણાથી દાન આપવાનું છે - તેમના પ્રત્યે ભક્તિ-પૂજા આદિ કરવાની જરૂર નથી. પ્રાયે તેમના ગુણો દાતાના ગુણો કરતાં ઓછા હોય છે.
(૭) સામાજિક દાન : સમાજકલ્યાણનાં કારણોને પોષક એવું દાન દેવું તે સામાજિક દાન છે. આમાં બાલમંદિર, નિશાળો, કોલેજો, છાત્રાલયો, વિશ્વવિદ્યાલયો, હોસ્પિટલ, દવાખાનાંઓ, વિધવા-આશ્રમો, વિધવા-આશ્રમો, અનાથાલયો, વિકલાંગની સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે.
“જે ગૃહસ્થ જીવન સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલ અત્યંત ભયાનક અને વિસ્તૃત મોહના વિશાળ સમુદ્ર સમાન છે, તે ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત ગુણોમાં શ્રેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે." “કરોડો પરિશ્રમોથી સંચિત કરેલું જે ધન પ્રાણીઓને પુત્રો અને પોતાના પ્રાણોથી અધિક પ્રિય લાગે છે તેનો સદુપયોગ કેવળ દાન દેવામાં જ થાય છે, એનાથી વિરુદ્ધ દુર્વ્યસનાદિમાં તેનો ઉપયોગ કરવાથી પ્રાણીને કષ્ટ જ ભોગવવાં પડે છે એવું સાધુજનોનું કહેવું છે.” “લોકોમાં પ્રતિદિન ભોજન આદિ દ્વારા નાશ પામેલી ગૃહસ્થની લક્ષ્મી (સંપત્તિ) અહીં ફરીથી કદી પણ પ્રાપ્ત થતી નથી. પરંતુ ઉત્તમ પાત્રોને આપવામાં આવેલ દાનની વિધિથી વ્યય પામેલી સંપત્તિ ફરીથી પણ પ્રાપ્ત થઇ જાય છે. જેમ ઉત્તમ ભૂમિમાં વાવેલું વટવૃક્ષનું બીજ કરોડગણું ફળ આપે છે.”
જે મનુષ્ય પોતાના ધનનો સદુપયોગ દાનમાં કરતો નથી, શરીરનો સદુપયોગ વ્રત ધારણ કરવામાં કરતો નથી તથા આગમમાં નિપુણ હોવા છતાં કષાયોનું દમન કરતો નથી તે વારંવાર જન્મ-મરણ કરતો સાંસારિક દુઃખ જ સહન કર્યા કરે છે.”
પદ્મનંદિ-પંચવિશતિ શાસ્ત્ર જેને શ્રીમદ્ રાજચંદ્ર વનશાસ્ત્ર કહે છે તેમાં ઉપર જણાવેલ બોધ ખૂબ જ ધ્યાનમાં રાખવા
યોગ્ય છે.
(પરમાનંદ પ્રત્યે” માંથી સાભાર)
The secret of success: Never let down! Never let up!
oper ose Only
www.jainelibrary.org