Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 143
________________ 10th anniversary pratishtha mahotsava ભક્તિ સંગીત સુખ-દુ:ખ, માન-અપમાન, દિવસ-રાત, જીવન-મરણ આ ઉપરનાં જોડકાં જે કુદરતે બનાવ્યા છે તેમ એક જોડકું અમારા મનનાં મંદિરીયામાં હંમેશ રમ્યા જ કરે છે અને એ છે સંગીત સાથે ભક્તિ એટલે કે ભક્તિ-સંગીત. તમને કદાચ નવાઇ લાગશે કે ભકિત ને વળી સંગીત સાથે શું મતલબ! દિવસ-રાત, જીવન-મૃત્યુ એ બરાબર બંધબેસતું લાગે પરંતુ ભકિતને સંગીત સાથે શું લાગે! તો આનો જવાબ માનવીએ પોતાની જાતે જ શોધ્યો છે. કહેવાય છે કે આ સંસારની માયાજાળમાં અમીર-ગરીબ, સુખી-દુ:ખી, નસીબદાર કે દુર્ભાગી, સારા કે ખરાબ, દરેક માનવીને મનની શાંતિની ખોજ હોય છે. અને એ શાંતિની ખોજમાં એ જ્યારે નવરો પડે ત્યારે તેનાં ભગવાનને યાદ કરે છે. સંસારમાં ગમે તેટલું સુખ મળે, પરંતુ હૃદયનાં કોઇ ખૂણામાં થોડું દુ:ખ છાનુંમાનું ટપકયા જ કરતું હોય છે. ગમે તેવા સારા સંજોગોમાં કાલની ચિંતા પજવતી હોય છે. એ છાનામાના દુ:ખને કે પછી કાલની ચિંતા ભુલાવા માટે માનવી શાંતિ શોધવાની કોશિશ કરે છે અને એ શાંતિની શોધમાં તેના ભગવાનને યાદ કરવા માટે પ્રભુ ભકિતમાં જોડાય છે. છતાં પણ તેનું મન ખોટા વિચારોને છોડી શકતું નથી. એ મનની શાંતિ માટે, એ વિચારોને દૂર કરવા માટે માત્ર જે થોડી મિનિટો કે કલાકો માટે સંસારનાં સુખ-દુ:ખની વિટંબણાઓને ભૂલીને ધ્યાન કે ભક્તિમાં મગ્ન થવા માટે કશુંક ખુટ્યા કરે છે. અને એજ ખુટતી કળી એટલે ધ્યાન સાથે સંગીત કે સંગીત સાથે ધ્યાન. ભકિત સાથે સંગીત કે સંગીત સાથે ભકિત. જયારે માનવી તેના મનને સ્થિર રાખવા માટે, શાંતિ માટે તેનાં ગુરૂ કે ભગવાન કે કોઇ મંત્રનું રટણ કરે છે ત્યારે મન બીજા વિચારોમાં ડોળાતું જ હોય છે અને તેને સ્થિર રાખી શકતો નથી. ત્યારે એ ધ્યાન સાથે ધીરૂ ધીરૂ સંગીત જોડાય તો એ સંગીતનાં સુરો સાથે મનને સ્થિર રાખી પ્રભુભક્તિમાં લીન થતો જાય છે. Jain Education International_2017_03 પ્રભુધ્યાન, પ્રભુભક્તિ, ગુરૂધ્યાન, પ્રભુ ભજનમાં જો સંગીત સાથે જોડાય તો ખરેખર એમાં ઓતપ્રોત થવાય છે. ચાલો, એક પ્રસંગની વાત કરીએ. એક હોલમાં કે મંદિરમાં એકસો વ્યકિતઓ મંત્રની આરાધના, પ્રભુભકિત માટે ભેગા થયા છે. મંત્રની આરાધનાની શરૂઆત થાય છે. શરૂઆતમાં એક બે મિનિટ ધ્યાનથી આરાધના કરે છે. પરંતુ પછી ધીરેધીરે મન થાકી જાય છે તેથી બીજા વિચારોમાં કે આજુબાજુનાં વાતાવરણમાં ભમવા લાગે છે. ત્યારે જો આ સમયે મંત્રની આરાધનામાં ધીમું ધીમું સંગીત જોડાય છે અને આ સંગીતનાં સુરો સાથે એનું મન જોડાય છે અને એજ મન પાછું આરાધનામાં જોડાઇ જઇને ભકિતમાં મગ્ન થાય છે. તેવી જ રીતે એ પછી પ્રભુભજનો કે સ્તવનો ગાવા લાગે છે. ત્યારે સંગીતનાં સુરો એમાં પ્રાણ પુરે છે અને ભકિતનાં રંગમાં સંગીત આ સાથે રંગાઇ જાય છે. જ્યારે એ ત્યાંથી ઊભા થાય છે. ત્યારે એક અનેરો આનંદ અને મનની શાંતિ મેળવીને સાથે લઇ જાય છે. એનું કારણ એની ભક્તિમાં - ધ્યાનમાં સંગીતનો સાથ એટલે કે ભકિત-સંગીત. એક સામાન્ય ગીતને જો સંગીતનાં સુર ન મળે તો ગીતમાં પ્રાણ આવતો નથી, એનાં શબ્દોનો મર્મ સમજાતો નથી, એનો હૃદયમાં આનંદ આવતો નથી. એ ગીત ફિલ્મી, ભજન, કાવ્ય, સ્તવન કે ગઝલ હોય જો એમાં સંગીત ન હોય તો એ ગીત અધૂરું જ લાગે છે. કિરણ અને વિજય શેઠ (ભક્તિ-સુગંધ) હાં, તો આપણી વાત ભકિત-સંગીતની છે. તેથી જ તો અમારૂં માનવું છે અને એમાં આપ સૌની સંમતિ મળશે જ એ આશા સાથે કે આપણી સૌની ભકિતમાં, ધ્યાનમાં, પૂજાઓમાં, સત્સંગોમાં, મંદિરોમાં, દહેરાસરોમાં, આપણાં ઘરોમાં પ્રભુગીતો સાથે, ભકિત સાથે જો સંગીતનો સથવારો રહેશે તો એ ભકિતનો લહાવો અનેરો મળશે, એમાં લીન થવાશે, મનને શાંતિ મળશે અને સોનામાં સુગંધ ભળશે. તો એ ભક્તિમાં ભગવાનને પણ જોડાવું પડશે. આ તો અનુભવ કહો કે સંગીતનું રહસ્ય કહો, પરંતુ સંગીત દ્વારા. હાં, તો ચાલો સૌ, આપણે આ જીવનની મુસાફરીમાં પ્રેમભાવ કેળવી આપણા દુ:ખો દૂર કરવા અને મનની શાંતિ મેળવવા સૌ સાથે મળી ભક્તિની સુગંધની મહેક માણીયે ભકિત The heart of man and the bottom of the sea are unfathomable. 1 the bottom sa dat 141 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198