________________
10th anniversary pratichéka mahotsava
Contd......
વખતે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તે તેની માતૃભાષા કહેવાય છે. આપણને ગળથૂથીમાં મળેલી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા. માતૃભાષા એ વાણી વ્યવહારનું માધ્યમ છે.
ગુજરાતી ભાષા એ કંઈ માયકાંગલી ભાષા નથી. પરંતુ મડદાંને બેઠી કરતી મેઘાણી અને મુનશીની ખમીરવંતી માતૃભાષા છે. અબજોની સંખ્યા ધરાવતા ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રપિતાની એ માતૃભાષા છે.
માતૃભાષા એટલે આપણી પોતાની ભાષા. જેમ આપણે કોઇ બીજાની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તેનાં કરતાં જ્યારે આપણે પોતાની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તેનો આનંદ વિશેષ હોય છે. કેમકે તે આપણી હોવાથી તેનો ઉપયોગ કરતી વખતે આપણે સ્વતંત્રતાનો, પોતાનાપણાનો, અધિકારનો અનેરો અનુભવ કરીએ છીએ. જ્યારે બીજી અન્ય ભાષાનો ઉપયોગ કરતી વખતે આપણે આ અનુભવોથી વંચિત રહી જાય છીએ. ભાષાની સાથે આપણે આપણી સંસ્કૃતિ, પહેરવેશ, સંગીત, કલા, તહેવારો વગેરેની સાથે જોડાણ રહે છે. માટે આગળ કહ્યું છે કે જે દેશની સંસ્કૃતિનો નાશ કરવો હોય તો તેની માતૃભાષા છીનવી લેવાથી તેની સંસ્કૃતિનો અમૂલ્ય ખજાનો આપોઆપ નાબૂદ થઇ
જશે.
ધાર્મિક જ્ઞાન મેળવવામાં પણ માતૃભાષા ઘણી આવશ્યકતા છે. કેમકે આપણા પૂ. ગુરૂભગવંતો તથા જ્ઞાનીઓ દ્વારા લખાયેલા તત્વજ્ઞાનોને બીજી અન્ય ભાષામાં રૂપાંતર કરતાં તેનાં મૂળમાં રહેલાં અર્થોની માર્મિકતા, ભાવુકતા ઓછી થતી જાય છે.
વિદેશી ભૂમિ પર રહીને આપણે અંગ્રેજી ભાષાના ગુલામ બની ગયાં છીએ. જેથી કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આપણે એક ધન્યતાનો અનુભવ કરીએ છીએ. કે એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવાં. પરંતુ એ અનુકરણ પાછળ આપણી સંસ્કૃતિમાં રહેલાં અમૂલ્ય સંસ્કારોથી આપણે વંચિત રહીશું.
માતૃભાષાના શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા માટેના પ્રયત્નો
માતૃભાષાની મહત્વતા અને આવશ્યકતાને કેન્દ્રમાં રાખી, પાઠશાળામાં ધાર્મિક શિક્ષણની સાથે માતૃભાષાનું પણ શિક્ષણ
આપવામાં આવે છે. જેમાં બાળકને પ્રાથમિક કક્કાથી માંડીને ગુજરાતીમાં લેખન, વાંચન, શ્રવણ અને બોલવાના કૌશલ્યનો ઉચ્ચ સ્તરે વિકાસ કરવામાં આવે છે. તો પણ આ શિક્ષણને વધારે અસરકારક અને રસપ્રદ બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને
અથાગ પ્રયત્ન કરવાનો છે. ગુજરાતી કલાસીસમાં કે પાઠશાળામાં અઠવાડિયે એક વખત બાળકને મોકલવાથી કાર્ય પૂર્ણ થતું નથી. જ્યારે જયારે સમયનો અવકાશ મળે ત્યારે તેને ગુજરાતીમાં પંચતંત્રની બોધકથાઓ, ધર્મકથાઓ, શૌર્યકથાઓ, જોડકણાં, કોયડાંઓ વગેરે કહેવાં, જેથી બાળકને આપણાં સાહિત્યની વિશાળતા અને ઊંડાઇનો ખ્યાલ આવશે. સૌથી મહત્ત્વનો અને સરળ ઉપાય એ છે કે બાળકો સાથે હંમેશા ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખો. સમાજમાં વિકસતી જતી વિભકત કુટુંબ પ્રથાને કારણે વાતચીત કરવા કે વિચારોની આપ-લે કરવા માટે પરિવારમાં
સભ્યોની સંખ્યા ઓછી થતી જાય છે. જેના કારણે બાળકોને વડીલો દ્વારા અનાયાસે મળતા ગુજરાતી ભાષાના મહાવરાથી બાળક વંચિત રહી જાય છે. બાળકના અભ્યાસની નિયમિત ચકાસણી કરવી. શાળા અને સમાજ દ્વારા યોજાતાં વકૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજનમાં ભાગ લેવાં બાળકોને પ્રોત્સાહિત કરવા. જન્મદિનના દિવસે મા-બાપે અન્ય વસ્તુ કે રમકડાંની ભેટ (પ્રેઝન્ટ)ના બદલે સરળ શબ્દોમાં લખાયેલી ગુજરાતી સાહિત્યની વાર્તાની ચોપડીઓ કે અભ્યાસની ચોપડીઓ, ઓડિયો કેસેટ વગેરે જેવી વસ્તુઓ ભેટમાં આપીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે બાળકનો પ્રેમ વધારી શકાય. શાળામાં પણ શિક્ષણને લગતી જરૂરી સાહિત્ય, શૈક્ષણિક ઉપકરણો, યાર્ડસ વગેરે જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ રાખવા જોઇએ. સમાજ દ્વારા બાળકોને યોગ્ય સમયે તેના કાર્યોને ઇનામો, સર્ટિફિકેટ
Jain Education International_2013_03
--
આમ શાળા, સમાજ અને મા-બાપોના અનેક પ્રયત્નો વડે ઉત્તમ પરિણામ લાવી શકાશે. ટૂંકમાં
Mother, Mother land and Mother tongue are superior than heaven. તો ચાલો આ વાકયની સત્યતાને સાર્થક કરવા
આપણે સૌ સાથે મળીને સફળતાની દિશામાં આગળ કદમ માંડીએ. શિક્ષણનો પ્રવાહ એ પાણીના પ્રવાહ જેવો છે. તે હંમેશા આગળને આગળ જ વહે છે. જો તેના માર્ગ પર કોઇ અવરોધક પરિબળ ન આવે તો. તેવીજ રીતે “પાઠશાળા” ના માધ્યમ વડ‘જૈન સેન્ટર” માં બાળકોને જે શિક્ષણ અપાય રહ્યું છે તે શિક્ષણનો પ્રવાહ ખૂબજ સુંદર અને પ્રગતિ સાથે ગતિ કરી રહ્યો છે. તેને વધારે વેગવંતો અને
વધારે ગતિશીલ બનાવવા માટે આપણે સૌએ પાઠશાળાના સંચાલકો, શિક્ષકો, સ્વયંસેવકો અને સમાજના કાર્યકર્તાઓને વિશેષ સહકાર આપીશું, તો આ પ્રવાહમાં હંમેશાં ભરતી, ભરતીને ભરતી જ રહેશે. કયારેય સ્થગિતતા કે ઓટ નહિ આવે.
Time should never be spent; it should be invested. When time is wasted, i.e. used to no purpose, it is spent, not invested. It pays no interest and no dividend.
108
For Private & Personal Use Only
- R. L. Bitted
www.jainelibrary.org