Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 5
________________ -:આઠમા અધ્યાયના આરંભે - તત્વાર્થ સૂત્રકાર પૂજય ઉમાસ્વાતિજી મહારાજાએ સમગ્ર ગ્રન્થને દશ અધ્યાયમાં વિભાજીત કર્યો છે. આ દશ અધ્યાય થકી તેઓ શ્રી સાતે તત્વો નો બોધ કરાવે છે. જેમાં જીવતત્વ વિષયક વિચારણા પ્રથમ ચાર અધ્યાયમાં કર્યા પછી, પાંચમાં અધ્યાયમાં અજીવતત્વ વિષયક અને છઠ્ઠા તથા સાતમા અધ્યાયમાં આસ્રવ તત્વને આશ્રીને વિશવિવેચન કરાયેલું છે. પ્રસ્તુત એવા આ આઠમા અધ્યાયનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય વન્યતત્ત્વ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિ એ જ વાત કહે છે કે ૩૮ માવ, વધું વસ્યા: ૨૬ સૂત્રોમાં કહેવાએલા એવા આ અધ્યાયમાં પ્રકૃતિ-સ્થિતિ -રસ અને પ્રદેશ એ ચારે ભેદે બંધના સ્વરૂપ નું કથન- કરવામાં આવેલ છે. આસ્રવ તત્વ થકી કર્મને આવવામાં કારણ ભૂત તત્વો તથા આમ્રવના ભેદ-પ્રભેદના વર્ણનની સાથે સાથે જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના હેતુભૂત આઝૂવો જણાવતી વખતે પરોક્ષ રીતે તે-તે કર્મના બંધ હેતુઓ કહેવાયા હતા. જયારે આ સૂત્રમાં અન્ય સામાન્યના ચાર હેતુઓ જણાવી કર્મની પ્રકૃતિ આદિ ચારે વસ્તુને વર્ણવે છે. આ વસ્તુનું સંકલન કરતા એમ કહી શકાય કે કર્મપ્રકૃતિનું કથન આ અધ્યાયમાં છે. તેના બંધના હેતુઓ છઠ્ઠા અધ્યાયમાં કહ્યા છે, વળી તે કર્મ બંધાયા પછીની સ્થિતિનું વર્ણન આ અધ્યાયમાં છે આ રીતે છકો અને આઠમો અધ્યાય એ કર્મગ્રન્થ જ છે તેવું વિધાન પણ સમજવા ખાતર કરી શકાય છે આ કર્મબંધ એ જ સમગ્ર સંસારનું બીજ છે. તેમાંથી સંસારરૂપી વટવૃક્ષ થાય છે. અને તેનો છેદ કરવો તે મોક્ષછે અર્થાત મોક્ષની પ્રાપ્તિ માટે તેના બાધક તત્વ રૂપ એવા આ કર્મબંધને સમજવું અને પછી ત્યાગ કરવો એ આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 154