Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧ ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ભાવાશ્રવ વડે આઠ પ્રકારના કર્મલિકોનું જે ગ્રહણ થવું તે દવ્યાશ્રય જ ભાવાશ્રવ-જીવના શુભ કે અશુભ અધ્યાય એ ભાવઆસ્રવ છે એટલે મન-વચનકાયાના કોઈપણ યોગ હોય પણ અધ્યવસાયની શુભાશુભના એ જ ભાવાસવનું કારણ કહ્યું છે. -આત્માના શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મ પ્રદેશોનું કંપન તે ભાવાશ્રવ. બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્ય એટલે અપ્રધાન કે ગૌણ આસ્રવ અને ભાવ એટલે પ્રધાન કે મુખ્ય આગ્નવ. નોંધઃ-શુભાશુભ અધ્યવસાયને મુખ્યતા આપવાનું કારણ એ છે કે યોગની વિદ્યમાનતા હોવા છતાં જો અધ્યવસાયો ન હોય તો કર્મોનો આસ્રવ થતો નથી. જેમ ૧૩માં ગુણસ્થાનકે વર્તતા કેવળી ભગવંતને ત્રણે યોગનું અસ્તિત્વ હોવા છતાં ફક્ત સાતા વેદનીય કર્મનો જ આસ્રવ થાય છે. જે વાત આ અધ્યાયના સૂત્ર ૫ માં કહેવાશે. આસવનું મુખ્યકારણઃ- આમ્રવની વ્યાખ્યામાં શુભાશુભ અધ્યવસાયો તથા મન-વચકાયાનો યોગ એ બંને કારણ જણાવાય છે.છતાં અધ્યવસાયોને આમ્રવના મુખ્ય કારણરૂપ ગણેલ છે. હવે પછીના અધ્યાયમાં કહેવાશે તે મુજબ શુભયોગ પુણ્યનું કારણ છે અને અશુભયોગ એ પાપનું કારણ છે. પણ યોગનું આ શુભાશુભપણું- અધ્યવસાયોની શુભાશુભતા ઉપર અવલંબે છે. શુભઅધ્યવસાયોહોયતોયોગો પણ શુભ બને છે. અને જો અશુભઅધ્યવસાયોહોય તોયોગો અશુભ બને છે. આથી યોગ એ આઝવનું ગૌણ કારણ છે. અધ્યવસાયો એ મુખ્ય કારણ બને છે. પરંતુ કેવળ અધ્યવસાયને પકડીને બેસી જવું તે પણ અયોગ્ય છે. કારણકે અસંજ્ઞીઓની ભાવહીન દ્રવ્યક્રિયાઓ પણ આમ્રવનું કારણતો બને જ છે. જેમને મન નથી. તેમને અધ્યવસાયોનું પરિણમન ન થવા છતાં જે ઔધિક ક્રિયાઓ થાય તેમાં પણ કર્મના આસ્રવતો ચાલુજ રહે છે. આ રીતે સંક્ષેપ માટે એમ કહી શકાય કે જીવોમાં કર્મનું જે આવવું તે દ્રવ્ય આસ્રવ અને કર્મ આવવામાં કારણરૂપ જે જીવનો રાગ દ્વેષ યુકત પરિણામ તે ભાવ આસ્રવ – એ દ્રષ્ટિએ દ્રવ્યથી,યોગએ કર્માવનું મુખ્ય કારણ છે અને ભાવથી રાગદ્વેષયુકત પરિણામ-અધ્યયસાયો એ કર્માક્સવનું મુખ્ય કારણ છે. અથવા તો વ્યાક્સવમાં યોગની મુખ્યતા છે અને ભાવાગ્નવમાં અધ્યવસાયની મુખ્યતા છે. છે સમાવિષ્ટ થતા તત્વોઃ- આસ્રવ તત્વમાં પુન્યતત્વ અને પાપ તત્વનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેમ કે હવે પછીના સૂત્ર૩ અને સૂત્રઃ૪માં કહેવાશે તે મુજબ-શુભાશ્રવ એ પુન્ય કહેવાયું છે. અને અશુભાશ્રવ તે પાપ કહેવાયું છે. આ પ્રમાણે પુન્ય-પાપ તત્વોનો અહીં સમાવેશ કરાતા તત્વોની સંખ્યા સાતની જ ગણાશે-જીવ,અજીવ,આમ્રવ,સંવર, બંધ,નિર્જરા અને મોક્ષ ૦ આસ્રવ અને ગુણ સ્થાનક-સૂત્રકાર મહર્ષિએ આ અધ્યાયના સૂત્રપમાં જણાવ્યા મુજબ ૧ થી ૧૦ગુણ સ્થાનકે કષાયનો ઉદય વર્તતો હોવાથી સાંપરાયિક-અર્થાત સંસાર ભ્રમણ રૂપ આગ્નવ થાયછેજયારે ૧૧થી ૧૩માં ગુણસ્થાનકે ઇર્યાપથ –અર્થાતકષાયરહિત યોગ દ્વારા થતો આસ્રવ હોય છે. અને ૧૪માં ગુણ સ્થાનકે યોગનો સર્વથા અભાવથઈ જવાથી આમ્રવનો સર્વથા અભાવ હોય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 178