Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 7
________________ જીવ પરભવની ઉપેક્ષા કરે છે અને સંસારમાં ભટકે છે તેનું કારણ તેનામાં રહેલું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે તેને ભૌતિક પદાર્થોમાં સુખ દેખાય છે. તેને મેળવવા તે દોડે છે. પરિણામે તેને સુખ તો મળતું નથી, પણ તે વધુ ને વધુ દુઃખી થાય છે. માટે દુ:ખ અને સંસારભ્રમણને નિવારવા અજ્ઞાનને દૂર કરવું જરૂરી છે. અજ્ઞાનને દૂર કરવા સમ્યજ્ઞાનને પામવું આવશ્યક છે. સમ્યજ્ઞાનના સૂર્યનો આત્મામાં ઉદય થતાં આત્માનો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. સમ્યજ્ઞાન એટલે વીતરાગ સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા પદાર્થો પરની શ્રદ્ધાપૂર્વકનું તેમનું જ્ઞાન. સમ્યજ્ઞાનથી જીવને સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેથી તેના જીવનમાંથી નકામી પ્રવૃત્તિઓ બંધ થાય છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા ઉદ્યમ કરે છે. એક દિવસ તેને પોતાનું ખોવાયેલું સ્વરૂપ અવશ્ય પાછું મળે છે. તે ગણધર ભગવંતો અને પરંપરામાં થયેલા મહાપુરુષોએ રચેલા શાસ્ત્રોના અધ્યયન દ્વારા સમ્યજ્ઞાન થાય છે. જૈનદર્શનમાં આવા અનેક શાસ્ત્રો રચાયા છે. તે શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર એટલે શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર. આ ગ્રન્થની રચના વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે કરેલી છે. તેમનો જીવનકાળ વીર સં. ૭૧૪ થી ૭૯૮ સુધીનો હતો. તેમનો જન્મ ન્યગ્રોધિકા ગામમાં થયો હતો. વત્સ ગોત્રવાળા ઉમાદેવી તેમના માતાજી હતા. કુભીષણ ગોત્રવાળા સ્વાતિ તેમના પિતાજી હતા. માતા-પિતાના નામ પરથી તેમનું ‘ઉમાસ્વાતિ' એવું નામ પડેલું. તેઓ જન્મથી બ્રાહ્મણ હતા. પણ જિનપ્રતિમાના દર્શનથી તેમણે જૈનદીક્ષા લીધી હતી. તેઓ પૂર્વધર થયા હતા અને તેમને ‘વાચક'નું બિરૂદ મળ્યું હતું. તેઓ વાચકમુખ્ય શિવશ્રીજીના પ્રશિષ્ય હતા, ઘોષનંદી ક્ષમાશ્રમણજીના શિષ્ય હતા અને વાચનાથી મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય વાચક મૂલના શિષ્ય હતા. તેઓ ઉચ્ચનાગરશાખાના હતા. તેમણે પાંચ સો પ્રકરણોની રચના કરી હતી. હાલ તેમાંથી થોડા જ ગ્રંથો મળે છે. તેમના નામ નીચે મુજબ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 546