Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 6
________________ એક શેઠ હતા. તેમણે એક નોકર રાખેલો. તે મૂર્ખ | હતો. તે મશ્કરી, ચેષ્ટાઓ, ગમત વગેરે કરીને બધાને થોડા હસાવતો. શેઠે ખુશ થઈને તેને એક લાકડી આપી અને માં. કહ્યું, ‘તારાથી વધુ મૂર્ખ માણસ મળે ત્યાં સુધી તારે આ લાકડી રાખવી. તારાથી વધુ મૂર્ખ માણસ મળે એટલે તારે [ આ લાકડી તેને આપવી.” $ ઘણાં વરસો વીતી ગયા. એકવાર શેઠ માંદા પડ્યા. શેઠની બીમારી અસાધ્ય હોવાથી મરણ નજીકમાં હતું. બધા સ્વજનો શેઠને મળવા આવતાં હતાં. પેલો નોકર પણ શેઠ પાસે આવ્યો. શેઠે કહ્યું, “હું આ દુનિયા છોડીને જાઉં છું.' નોકર- ‘ક્યાં પધારો છો ?” શેઠ - “પરલોકમાં'. નોકર - “પાછા ક્યારે પધારશો ? એક મહિના પછી ?' શેઠ – ‘ના’. નોકર – ‘એક વરસ પછી ?' શેઠ - ‘ના’. નોકર - ‘તો ક્યારે પધારશો ?” શેઠ - “ક્યારેય નહીં.' નોકર - “હે! આપ ક્યારેય પાછા નહીં પધારો ? તો તો આપ આપની સાથે ખજાનામાંથી ધન લેતા જજો . તેથી પરલોકમાં સુખી થશો.' શેઠ – “મારી ઈચ્છા તો બધું લઈ જવાની છે. પણ મારી સાથે પરલોકમાં કંઈ આવે તેમ નથી.' નોકર – ‘આપે સાથે ભાથું લીધું કે નહીં ?' શેઠ – “ના.” નોકર - ‘આપે જવા માટેની કંઈ તૈયારી કરી કે નહીં.' શેઠ – “ના. મારે જવું નથી, પણ જવું પડે છે. મને બહુ બીક લાગે છે.' નોકર – “પરલોકમાં શું થશે ? એની આપે કશી ચિંતા કરી જ નથી. પરલોકમાં સદ્ધર બનવા માટે આપે કશી તૈયારી કરી જ નથી. આમ તૈયારી કર્યા વિના જ આપ પરલોકમાં જવા ઉપડ્યા છો. તો આ મારી લાકડી આપ જ રાખો. આપ મોટામાં મોટા મૂર્ખ છો. આપના જેવો મૂર્ખ બીજો કોઈ જોયો નથી.” નોકર શેઠને લાકડી પકડાવી રવાના થઈ ગયો. આ પ્રસંગ એટલું જ કહે છે કે જે માત્ર આ ભવને જ સુધારવા મહેનત કરે છે અને પરભવની ઉપેક્ષા કરે છે તે મૂર્ખ છે. આ ભવમાં મળેલા સુખોની ઉપેક્ષા કરી પરભવમાં કાયમ માટે મોક્ષના સુખો મળે એ માટેની મહેનત જે કરે છે તે પંડિત છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 546