Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હમણલાલ નામરજી મહેતા સજાય છે. તેથી તે માસ્યન્યાયથી બચવા માટે સામાજિક આજને, રક્ષણ માટે મકાને, નગર આદિની રચના થાય છે તેવો અર્ધગતિને સુર સહદેવાધિકાર છે. મકાનો બાંધવા પથ્થરનાં ઓજારે આ પરિસ્થિતિમાં મકાન બાંધવા માટે પથ્થરનાં ઓજારોથી લાકડાં મેળવવા માટે ઝાડ કાપીને તેને ઉપયોગ કરવા માટે ઝાડને આકાર વાપરવાની સૂચના પણ છકા અધ્યાયમાંથી મળે છે. પ્રશ્નો ભેજરાજના સમયમાં લોખંડનાં સાધને સર્વત્ર વપરાતાં હતાં એ સામાન્ય અભિપ્રાય પ્રચારમાં છે. તેથી સમરાંગણુસૂત્રધારને ઉલેખ વિવિધ કાશ્નોત્તરી ઊભી કરે છે. તેમને ભેજરાજાને પથMાં ઓજારોથી ઝાડ કાપીને મકાને બાંધવાને વિચાર કેવી રીતે ઉદ્દભ ? એ પ્રશ્ન ઊભો થાય છે. ઉત્તરે આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય. પ્રથમ ઉત્તર પ્રમાણે મધ્યપ્રદેશમાં અનેક નગર, તળાવો, મંદિરો આદિ બાંધનાર ભેજરાજાને પથરનાં ઓજાર વાપરવાની જૂની પરંપરાનું જ્ઞાન હતું. બીજી રીતે ઉત્તર આપવો હોય તે જુદે જુદે સ્થળે સાંસ્કૃતિક વિકાસમાં ભેદ દેખાય છે, તે અનુભવ પરથી એક કલ્પના થઈ શકે. મધ્ય પ્રદેશનાં ગીચ જંગલોમાં પથ્થરનાં ઓજારે વાપરવાની પરંપરા ચાલુ રહી હોય અને તેની ભોજરાજાના સમયમાં લોકોને માહિતી હોય. માત્ર કલ્પનાની દષ્ટિએ આ બને ઉત્તરો બળવાન લાગે છે, પરંતુ દ્રવ્ય અને સ્થળપરીક્ષા તથા સાહિત્યની પરીક્ષાથી આ બને ઉત્તરો સુમબલવંતા છે કે તેમાંથી કોઈ નિર્બળ છે તે બાબત નિર્ણય કરવાની જરૂર ઊભી થાય. તેથી પ્રમાણપરીક્ષા કરવી પડે. સાહિત્ય અને પથ્થરનાં ઓજારેના પ્રમાણે સામાન્ય રીતે રામાયણમાં લાકડી, પથ્થરો આદિને ઉપયોગ કરનાર વાનરસેનાથી આપણે સમાજ સુપરિચિત છે. મહાભારતનાં ગદાયુદ્ધોમાં વપરાતાં સાધનામાં પથ્થરનો ઉપયોગ થતો હોવાની તથા અન્ય પ્રસંગોમાં પથ્થર ફેંકવાની વાત જાણીતી છે. આ સપરિચિત સાહિત્યપરંપરામાં આજે મળતાં સૌથી જૂનાં પ્રમાણ વેદની સંહિતાનાં છે, તેથી વેદની સંહિતાઓ તપાસતાં પણ પથ્થરનાં ઓજારોને ઉપગ સ્પષ્ટ થાય છે. સદ સંહિતામાં તથા અથર્વ સંહિતામાં અશ્મવાસી તથા અશ્મને ઓજારો તરીકે ઉપયોગ નોંધાય છે, તેનું વિગતવાર અધ્યયન થયું છે. તેથી સંહિતાઓનું આધુનિક સ્વરૂપ ધડાયું તે પહેલાં પથરનાં ઓજારોને ઉપયોગ, ધાતુનાં ખાસ કરીને તાંબા કે કાંસાનાં ઓજારોની, સાથે થતો હતો તેવાં સાહિત્યનાં પ્રમાણે ઉપલબ્ધ છે, For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 134