Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૫૦ સુભાષિત સમુચ્ચય ૪ પુસ્તકોમાં હું ગુંથાયલે રહી શકતે તેથી મને બે માસ વધારે જેલ મળત, તે પણ હું કાયર થાત નહિ; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટ વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે જેને સારાં પુસ્તક વાંચવાને શોખ છે, તે ગમે તે જગાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. એક પછી બીજું, એમ સારાં પુસ્તકો વાંચતાં વાંચતાં છેવટે આંતરવિચાર પણ કરી શકાશે. -મહાત્મા ગાંધીજી, ૫ હતાશ થતા દેશભક્તના દિલમાં ઘડીભર આશા ઉત્પન્ન કરે એવી હિંદની તાકાત અને પ્રગતિ દાયી થેડી પ્રવૃત્તિઓમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ગણી શકાય. જનસમાજના મનમાં તેણે પિતાના નામમાં રહેલા અર્થ કરતાં વધારે અસર કરી છે અને દેશની શિક્ષણ પદ્ધતિમાં તે અગત્યના પૂરક તત્વ તરીકે વિસ્તરી છે. ખરું કહું તે પુસ્તકાલય પ્રવૃત્તિની આ વિશાળ બાજુએ એટલી મોટી પ્રતીતિ આપી છે કે રાષ્ટ્રીય સાધનોમાં તેના મહાન ફાળાની ચારે તરફથી વકીલાત થાય છે, અને રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તેને પિષવાનું દબાણ થઈ રહ્યું છે. સુધરેલા દેશનાં દષ્ટાને આ વાતની તરફેણમાં છે. –રાઈટ એન. શ્રી નિવાસ શાસ્ત્રી, ૬ ખેડુત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગાએ ઉંડો કૂ કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયને સ્પર્શ કર જોઈએ અને તે સાથે એક વિષયમાં ઉંડા ઉતરવું જોઈએ. –બાબુ ક્ષિતિ મેહન સેન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38