________________
૨૧
પુત્ર સુભાષિત સમુચ્ચય ૬૭ એક નાનું પણ વિવેકથી એકઠી કરેલી ચેપડીઓનું પુસ્તકાલય એ જ આપણું ખરું વિશ્વવિદ્યાલય છે. આપણું શાળાના ગુરુઓ તે કહેવાતા ગુરુઓ હોય છે. તેમના શિક્ષણ કરતાં પણ વધારે ઉંચું શિક્ષણ આપણને કેઈ પુસ્તકમાંથી મળ્યું તે આપણે એ પુસ્તકના લેખકને જ આપણે ખરે ગુરુ માનવાના. આવા અનેક ગુરુઓને સમાગમ હાલના સમયમાં એક પુસ્તકાલયની મદદથી કરી શકાય છે. કાર્લાઇલે વિચાર દર્શાવ્યા છે કે – પુસ્તકાલય એજ આપણું વિશ્વવિદ્યાલય છે ”
–આ. કે. ત્રિવેદી, अद्भिर्गात्राणि शुध्यन्ति मनो ज्ञानेन शुध्यति । ૬૮ શરીરના અવય જળ વડે સ્વચ્છ થાય છે, તેમ મન જ્ઞાન વડે શુદ્ધ બને છે.
અને આવું જ્ઞાન ઉત્તમ ગ્રંથનાં વાચનને જ આભારી છે. એવાં પુસ્તકે ગરીબમાં ગરીબ પણ મેળવી શકે એટલા માટે પુસ્તકાલયે જેટલા પ્રમાણમાં વિશેષ ખુલે તેટલું વધારે સારૂં. પુસ્તકાલયને આપણે જ્ઞાનસત્રની ઉપમા કાં ન આપીએ ? કારણ કે અન્નસત્રથી તે ક્ષણિક તૃપ્તિ થાય છે, ત્યારે જ્ઞાનસત્રથી મનુષ્યને ચિરસ્થાયી તૃપ્તિ મળે છે.
–ગોસ્વામી શ્રીવલ્લભલાલજી, ૬૯ જીવન ટુંકું છે, વ્યવસાય ઘણો છે ને તેમાં વાચનને સમય વાચનસામગ્રીની સામે નજર કરતાં થોડે છે. માટે પસંદ કરી કરીને વાંચવું.
–ગિજુભાઈ, ૭૦ આ જમાનાના જ્ઞાન દાતા ગુરુએ તે પુસ્તકેઃ આવા ગુરુ એનાં ગુરુકુળે તે સુંદર પુસ્તકાલયો અને તેવાં ગુરુકુળોના ઉત્સવ તે પુસ્તકાલય પરિષદ અને પુસ્તકાલય પર્વણીના દિવસો !
---હરભાઈ ત્રિવેદી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com