________________
પુત્ર સુભાષિત સમુચ્ચય ૯ સાર્વજનિક પુસ્તકાલય એ પ્રજાની માલિકીની સહકારને ધોરણે ચાલતી અને દરેકે દરેક વ્યક્તિને વગર લવાજમે પુસ્તકો વાંચવા આપનારી સંસ્થા છે.
–ડજીઅન. ૧૦ વાંચવું, નિશાન કરવા અને શીખવું એ સારું છે, પણ અંદરખાનેથી પચાવવું એ વધારે સારું છે. વાંચવું એ સારું છે, વિચારવું એ વધારે સારું છે. વિચાર્યા વગર દશ કલાક વાંચવું તેના કરતાં એક કલાક વિચારવું એ વધારે સારું છે.
–રેવ. એ. કેમેરન. ૧૧ કંઈક એવું નેધેલું મને યાદ છે કે પુસ્તકને ઉપયોગ આપણે મધમાખ જેમ ફુલને કરે છે, તેમ કરવો જોઈએ. મધમાખ કુલમાંથી મીઠાશ હરી લે છે પરંતુ તેને ઈજા કરતી નથી.
–કલ્ટન. ૧૨ ગરીબને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની, અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની, ગ્રંથમાં જેટલી શકિત છે, તેટલી શકિત ઘણું કરીને કઈ ચીજમાં નથી.
–માર્ડન,
૧૩ પુસ્તકે રૂપી શિક્ષકોને જનતામાં ફરતા કરવાથી તેપે, યાત્રિક સાધનો અને ધારાશાસ્ત્રીઓ કરતાં પણ વધારે સારાં પરિણામ નીપજાવી શકાય છે.
૧૪ તેફાની કાન્તિઓ કરતાં પુસ્તકાલયનો શાનિતમય પ્રચાર અવર્ણનીય લોકકલ્યાણુ ફેલાવી જનતાની આબાદી ચિરસ્થાયી કરે છે. ગમે તે ભેગે પણ પુસ્તકને સારો ફેલાવ કરે જરૂરી છે.
૧૫ ઉત્તમ પુસ્તકમાં મહાન પુરૂષે આપણે સાથે વાત કરે છે એમના પુષ્કળ કિંમતી વિચારે આપણને આપે છે, અને એમના આત્મા આપણામાં રેડે છે.
–ડૉ. ડબલ્ય, ઈ ચેકિંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com