________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૩૫ ૨૫ શિષ્ટ સમાજને લાભ, નીકર જેઓ ન માણી શકતા હોય તેવા અનેકને પુસ્તકાલય તે લાભ પૂરો પાડે છે. વ્યકિતના ચારિત્ર્ય પર પ્રભાવ પાડનારી વસ્તુઓમાં પુસ્તકાલય એ અગત્યમાં અગત્યની વસ્તુ છે. મનુષ્ય પોતે જે જાતની સેબત સેવતા હોય છે તેના પરથી તે પિછાનાય છે; એટલું જ નહિ પણ તેના સેબતીઓની અસર તેના જીવન પર મસ મોટા પ્રમાણમાં પડતી હોવાથી તેનું જીવન કાં તે વિકસે છે કે પછી કથળે છે. આપણે જે કંઈ શીખીએ છીએ અને આપણે જેવા હોઈએ છીએ, તેને મોટે ભાગ તો આપણી આજુબાજુની પરિસ્થિતિમાંથી અજાણતાં આપણું જીવનમાં ઉતરે હોય છે.
–વિલિયમ આર, ઇસ્ટમેન,
૨૬ ગ્રંથ એ ઉત્તમ સેબતી છે. તમે ઈચ્છો ત્યારે જ એ પોતાના સર્વ બેધ સહિત તમારી સમક્ષ આવે છે. તમારી પૂંઠ તે તે કદી જ પકડત નથી; તમારા દુર્લક્ષથી એ ગુસ્સે થતું નથી; તમે બીજા આનંદ તરફ વળે તે તે ઈર્ષાળુ બનતું નથી, અને કશે જ બદલે લીધા કે માગ્યા વિના મુંગે મોઢે તે તમારી સેવા કર્યો જાય છે. તે પોતાના શરીરમાંથી નીકળી તમારી સ્મરણ શકિતમાં પ્રવેશતે જાય છે. તેનો આત્મા ઉડીને તમારામાં દાખલ થાય છે અને તમારા મગજ પર કાબુ જમાવે છે.
ર૭ પુસ્તકો એ આત્માની બારીઓ છેઃ આત્મા તે દ્વારા બહાર જુએ છે. પુસ્તકો સિવાયનું ઘર એ બારીઓ સિવાયના ઓરડા જેવું છે. માણસ પાસે પુસ્તક ખરીદવા પૂરતું સાધન હોય તેમ છતાં તેનાં બાળકને પુસ્તકની સંનિધિના અભાવમાં ઉછેરવાને એને હક્ક નથી. એ એને કુટુંબદ્રોહ છે ઃ એ એમને છેતરે છે.
–હેવી બીચર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com