________________
પુસુભાષિત સમુચ્ચય ૨૮ મારા વાચનના પ્રેમને બદલે કેઈ બધાંય મહારાજ્યના તાજ મારી સામે મૂકે તે તેને પણ લાત મારીને હું ફેંકી દઉં.
-કેનલીન, ૨૯ હાલમાં મારાં ઘણું મિત્ર છે અને હું તેમને ચાહું છું. પણ તેમના કરતાં સારા વાચનને હું વિશેષ ચાહું છું.
-પોપ, ૩૦ કેટલાક ગ્રંથાએ જગતનું કેટલુંયે હિત કર્યું છે અને હજી કર્યું જાય છે. તેઓ જે રીતે આપણે આશા, હિંમત અને શ્રદ્ધાને જગાડે છે, દુઃખ મટાડે છે, દૂરદૂરના યુગે અને દેશને એક બીજા સાથે જોડી દે છે અને સ્વર્ગમાંથી સત્યને લાવે છે એ સર્વેને હું જ્યારે વિચાર કરું છું, ત્યારે હું આવી ઉત્તમ બક્ષિસ મળવા માટે હમેશાં ઈશ્વરને આભાર માનું છું.
–જેમ્સ ક્રિીમેન કલાક, ૩૧ આપણે આપણું લેકને છાપેલું ઉકેલતાં શીખવ્યું છે. આપણે એમને કેમ વાંચવું તે હજી શીખવ્યું નથી. આપણે આપણી વિદ્યાપીઠમાં તેમ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ વિદ્યાપીઠમાં પસાર થતી પ્રજાના ટકા પ્રમાણમાં ઓછા જ હેય. વિદ્યાપીઠ ન કરી શકે તે પુસ્તકાલય કરી શકે ને તે એણે જરૂર કરવું જોઈએ.
–પ્રિન્સિપાલ ગ્રાંટ બટસન બર્મિંગહામ યુનિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com