Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal
Catalog link: https://jainqq.org/explore/035276/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુ ત ક લ ય શ્રી શશોવિજયજી Illlebic bol ‘રાcell ‘છાસ33 ) ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ સ મુ શ્ચ ય नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । -શ્રીમદ્ભગવદ્ગીતા ૪-૩૮. સંગ્રાહક : વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ મંડળ-વડોદરા, પ્રકાશક : .કાલય સહાશ્ચક સહકારી મંડળી લિ, વડેદરા, : [ માર્ચ, ૧૯૩૪ ] મૂલ્ય રૂ. ૭-ર-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાચ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જ ના નાં www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પુ॰ સુભાષિત સમુચ્ચય . ૧ ૧ લેાકેાએ સજાગા ઉપર વિજય મેળવવા જોઇએ અને સમજવું જોઇએ કે વધારે ને વધારે જ્ઞાનપ્રાપ્તિ એ એમની મેટામાં મેટી જરૂરિયાત છે. લોકોને પુસ્તકા ચહાતાં બનાવવા જોઇએ. આકર્ષક મહાલા કે સુ ંદર ચિત્રાને નહિ, પરન્તુ ગ્રંથમાંની વસ્તુને લેાકેા પેાતાના જીવનનું એક અવિભાજ્ય અંગ ગણુતા થાય એમ કરવું જોઈએ. એમ થાય તેા જ પુસ્તકાલય એ જીવનના શાખની વસ્તુ નહિ રહેતાં તેના અસ્તિત્વ માટેની એક આવશ્યક ચીજ બની રહેશે. ર ૨ જેવી રીતે ફળ એ ઝાડનુ' અ'તિમ પરિણામ છે, તેવી જ રીતે જનસમાજની જ્ઞાન મેળવવાની ઇચ્છા તથા સરકાર જે મદદ તરીકે કાર્યાં કરે છે તેને, તથા આવી પુસ્તકાલય જેવી સંસ્થાઓના આખરના ઉદ્દેશ તથા છેવટનું ફળ તે સકળ જનસમૂહનું સુખ પ્રાપ્ત કરવુ' તે છે. એટલે જેવી રીતે ઝાડનું સાફલ્ય ફળમાં છે, તેવી જ રીતે સરકારની તથા લેાકેાનૌ તમામ પ્રવૃત્તિઓનું સાલ્ક્ય અખિલ સમૂદાર !! સુખમાં સમાયલું છે. 3 ન ાચક ગમે તે સ્થિતિના કાં ન હાય પણ ગ્રંથપાલ માત્રે એકે .. વાચક પ્રત્યે માયાળુ અને વિનયશીલ વન રાખવાની જરૂર છે.’ પુસ્તકાલયનું' કામ કરનારના દીલમાં આ સૂત્ર ખરાખર કોતરાઈ રહેવુ' જોઇએ. પુસ્તકાલયની ફત્તેહના આધાર તેના ઉપર જ છે. 1 —શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુભાષિત સમુચ્ચય ૪ પુસ્તકોમાં હું ગુંથાયલે રહી શકતે તેથી મને બે માસ વધારે જેલ મળત, તે પણ હું કાયર થાત નહિ; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટ વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે જેને સારાં પુસ્તક વાંચવાને શોખ છે, તે ગમે તે જગાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. એક પછી બીજું, એમ સારાં પુસ્તકો વાંચતાં વાંચતાં છેવટે આંતરવિચાર પણ કરી શકાશે. -મહાત્મા ગાંધીજી, ૫ હતાશ થતા દેશભક્તના દિલમાં ઘડીભર આશા ઉત્પન્ન કરે એવી હિંદની તાકાત અને પ્રગતિ દાયી થેડી પ્રવૃત્તિઓમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ગણી શકાય. જનસમાજના મનમાં તેણે પિતાના નામમાં રહેલા અર્થ કરતાં વધારે અસર કરી છે અને દેશની શિક્ષણ પદ્ધતિમાં તે અગત્યના પૂરક તત્વ તરીકે વિસ્તરી છે. ખરું કહું તે પુસ્તકાલય પ્રવૃત્તિની આ વિશાળ બાજુએ એટલી મોટી પ્રતીતિ આપી છે કે રાષ્ટ્રીય સાધનોમાં તેના મહાન ફાળાની ચારે તરફથી વકીલાત થાય છે, અને રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તેને પિષવાનું દબાણ થઈ રહ્યું છે. સુધરેલા દેશનાં દષ્ટાને આ વાતની તરફેણમાં છે. –રાઈટ એન. શ્રી નિવાસ શાસ્ત્રી, ૬ ખેડુત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગાએ ઉંડો કૂ કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયને સ્પર્શ કર જોઈએ અને તે સાથે એક વિષયમાં ઉંડા ઉતરવું જોઈએ. –બાબુ ક્ષિતિ મેહન સેન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૭ ઉત્તમ સાહિત્ય દ્વારા આપણે દેશ અને કાળની મર્યાદા તેડીને અનેક લોકો સાથે બુદ્ધિને અને હૃદયનો, વિચાર અને પ્રેરણાને સંબંધ બાંધી શકીએ છીએ. ૮ પુસ્તક દ્વારા પ્રત્યક્ષ વ્યક્તિની દરમ્યાનગીરી વગર આપણે જ્ઞાન, સંસ્કારિતા, આનંદ અને પ્રેરણા મેળવીએ છીએ; છતાં ગ્રંથપાલ, વગરનું પુસ્તકાલય એ મડદા જેવું છે. ગ્રંથપાલ અસંખ્ય ગ્રંથકારે વચ્ચે અને પ્રજા વચ્ચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે. ગેરને મૂળ અર્થ જે ગુરુ હોય તે એ ગુરુ છે. પણ ગુરુ કરતાં વધારે એ હિતસ્વી મિત્ર છે, સ્નેહી છે, સુહૃદ છે. શું ચાહવું ને શું પસંદ કરવું એ શીખવનારને જે આપણે કલાધર કહેતા હાઈએ, તે ગ્રંથપાલ એ કલાધર પણ છે. એને નિહેતુક પ્રેમ આખી પ્રજાને જ્ઞાનસમૃદ્ધ, સંસ્કારી અને દીનસેવક બનાવવાને દિનરાત મથે છે. ૯ ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ઉત્તમ ગ્રંથપાલની ચેજના ખૂબ પસંદગીપૂર્વક થઈ હોય તે પ્રજા જોતજોતાંમાં ચડે. જૂને જમાને આજે હિત તે લેકે ગ્રંથપાલને મિત્રવર્ય તરીકે સંબોધત. –કાકા કાલેલકર ૧૦ માત્ર શાળાએથી જ પ્રજા કાંઈ કેળવાઈ જતી નથી. શાળાઓ તે કેળવણનું પ્રથમ અ ગ છે. જ્યાં સુધી વિધાવધ જાતનાં પુસ્તક પ્રજાને વાંચવા તથા મનન કરવા માટે મળે નહિ, ત્યાં સુધી પ્રજાને મળેલું અક્ષરજ્ઞાન વ્યર્થ છે. ૧૧ શાળાઓ અક્ષરજ્ઞાન આપીને કાર્યની શરૂઆત કરે છે. તે કાર્ય પુસ્તકાલયે અને વાચનાલયો દ્વારા પ્રજામાં સ્થાયી અને સુદ્રઢ થાય છે. પુસ્તકાલય પ્રવૃત્તિ એ કેળવણીનું એક અતિ આવશ્યક અંગ છે. -કુંવરજી ગે નાયક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧૨ નેતરની સેટી વગર કે ચાબુક વિના પણ પુસ્તકો આપણું ગુરુ થઈ ઉપદેશ આપી શકે છે. તેઓ કડવાં શુકન ઉચ્ચારતાં નથી, તેમ શિક્ષણની ફી માગતાં નથી. તેઓની પાસે જાઓ, તે મહેતાજીની માફક તેઓ બગાસાં કે ઝોકાં ખાતાં નથી. તેઓને કંઈ પણ ગુપ્ત માહિતી પૂછશે, તો તેઓ કંઈ પણ સંકેચ રાખ્યા વિના તે કહી દેશે. તમારી ભૂલ પડશે તે તેઓ મશ્કરી કરશે નહિ. તમે અનાડી જણાશે તે પણ તમારી હાંસિ તેઓ કરશે નહિ. ૧૩ પુસ્તકે ખરાં પારસમણિ છે. તમારી પાસે સારાં પુસ્તક હશે, તે તમને દિલોજાન મિત્ર, શુભેચ્છક મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહિ. કઈ પણ ઋતુના રંગમાં કે દશાના ઢંગમાં પુસ્તક તમારા દિલને આશાએશ જ આપશે. ઈતિહાસનાં પુસ્તકો વાંચ્યાથી માથા ઉપર સફેદ પળીયાં આવ્યા વગર ચહેરા ઉપર કરચલી પડયા વગર યુવાનીમાં પુખ પ્રૌઢતા પ્રાપ્ત કરી શકાય છે. કાવ્યની સાથે વિનેદ કર્યાથી વૃદ્ધ પણ યુવાન બને છે. આ બલિહારી પુસ્તકાલયની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પુ. સુભાષિત સમુચ્ચય ૧૪ પુસ્તકાલય એ એક મહાન પૂજનીય સરસ્વતી મંદિર છે. એના ઉપાસકે એ ખરા પૂજ્ય દ્વિજ ગણવા જોઈએ. આપણા હિંદુશાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણોને જ માત્ર દ્વિજ માન્યા છે. એટલે તેઓ બે વાર જન્મેલા-એક વખત જન્મકાળ પ્રસંગે અને બીજી વખત ઉપવીત ધારણ પ્રસંગે પુનર્જન્મ પામેલા-ગણાય છે. અંગ્રેજી મહાન કવિ કીના એક કાવ્યમાં, કે જેમાં એણે મહાન ગ્રીક કવિ હોમરની આરાધના કરી છે, તેમાં એણે કવિઓને દ્વિજ ગણ્યા છે. તેઓનાં કાવ્યો અને રસિક પુસ્તકે અમર રહે છે. અને તે કાવ્યો જ્યારે જ્યારે વંચાય ત્યારે ત્યારે તે કવિઓ માનસજન્મા બની, તેમની કલ્પનાની કૃતિઓને ફરી ફરી જન્મ થતે સુંદર રીતે કેલ છે. આ પ્રમાણે ગણતાં, પુસ્તકાલય તે દ્વિજને બદલે અનેકજ ગણાયઃ એટલે કે મહાન પુરૂષોના અનેક વેળા જન્મ થવાનું તે સુવાવડખાનું અગર માનસિક પ્રસૂતિગૃહ છે. એ કલ્પનાથી પણ પુસ્તકાલયો એટલે જગજનની સરસ્વતીનાં મંદિરે એમ ગણું આપણે પૂજ્યભાવ તેમની તરફ વધો જોઈએ. –સર મનુભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧૫ પુસ્તકાલય એટલે જ પ્રગતિ; પ્રગતિને વિચાર હમેશાં પ્રગતિમાન હોય; એ વિચારને અંત ન હોય. ૧૬ નિશાળનું કાર્ય પૂરું થાય ત્યાંથી જ પુસ્તકાલયનું કામ શરૂ થાય. જ્ઞાનમાર્ગ આપણે ખુલે કરવાનું છે. એ જ્ઞાનમાર્ગ જેમ બને તેમ વધારે મોકળ રહે એ હર હમેશ આપણે યાદ રાખવાનું, અને એ જ્ઞાનયાત્રામાં વધુ ને વધુ જાત્રાળુઓને નિમંત્રણ કાઢયા કરવાનું છે. ૧૭ લોકશાસનના આ જમાનામાં લોકેએ બરાબર કેળવાવું જોઈએ. તાલીમ વગરની પ્રજા કોઈ પણ જાતના અધિકાર કે હક્ક માટે લાયક ન હોઈ શકે. શિક્ષણ કાંઈ નિશાળેથી સમાપ્ત થઈ જ જાય; તેમ વ્યવસાયમાં પડયાથી તેનો અંત પણ ન આવવા દે જોઈએ. જ્ઞાન હમેશાં વધારવું જોઈએ; જ્ઞાનને કોઈ જાતની સીમા નથી. દષ્ટિમર્યાદા વિશાળ હોય તો જ સત્યનું ધન થઈ શકે. એક સત્ય પછી બીજું સત્ય એમ પરંપરા લાધતી જાય, ને આપણું જ્ઞાન કસોટીએ ચઢતું જાય : આમ જ જીવન ઉદાત્ત બનતું રહે. જોઈએ. જ્ઞાસાયમાં પડયાથી શુ કાંઈ નિશાળ અધિકાર કે ૧૮ પુસ્તકાલયેથી સત્યયુગ આવી જશે એમ હું કહેતે નથી; પરંતુ તેનાથી મનુષ્ય માત્રા વધારે ઉદાર, વધારે જ્ઞાનસંપત્તિવાળે અને વધારે સંતેષી અને તેટલા માટે વધારે સુખી જરૂર થવાનો. પુસ્તકાલયની અંદર તેને સારી દુનિયાની મહાન વિભૂતિઓનું એાળખાણ થવાનું, અને ભૂતકાળના અને વર્તમાનના સંતેને સમાગમ લાધવાને તે પછી એનું ચારિત્ર્ય સુધર્યા વિના કેમ જ રહે? –મભાઈ હ. કાંટાવાળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય - ૧૯ આજના જમાનામાં નિરક્ષરતા અને અજ્ઞાન અસહ્ય છે. ગામડે ગામડે ને ઝુંપડીએ ઝુંપડીએ જ્ઞાનને દીપ પ્રગટાવવાને છે. જ્ઞાનને પ્રચાર એ જ આપણે મહામંત્ર હવે જોઈએ; કારણ કે એ તો સ્પષ્ટ છે કે સાંસારિક અને નૈતિક અવનતિ અને દુષ્ટતા ઇત્યાદિ જ્ઞાનના દીપથી જ નષ્ટ થઈ શકશે. જે બુદ્ધિ ખીલશે, આત્મજ્ઞાન પ્રગટશે, તો સ્વાશ્રય અને સ્વાભિમાન આવશે, અને તે જ ખરૂં મનુષ્યબળ છે. આ અર્થ સિદ્ધ કરવાનાં બે સાધન છે. શાળાઓ અને પુસ્તકાલય. ૨૦ પુસ્તકાલય એ માત્ર નવરાશને વખત ગાળવાનું સ્થળ નથી, પણ એક પ્રકારનું વિશ્વવિદ્યાલય છે. પુસ્તકાલય એ માત્ર શાખની વસ્તુ નથી, એ કાંઈ સંસ્કૃત વર્ગ માટે કે સાહિત્યકારે માટે જ નથી, પરંતુ એ તે વિશાળ જનસમાજના લાભાર્થે છે; અને એ રીતે શિક્ષણને બહોળા પ્રચાર કાસ્વા માટે છે. પ્રાથમિક શાળામાંથી નીકળીને આગળ વધવાનું એ એક પગથિયું છે. છે.” ૨૧ આજે નવી પરિસ્થિતિને અનુકૂળ વર્તવાનું છે. આપણું ભાઈબેનેને અજ્ઞાનના ખાડામાંથી ઉદ્ધાર કર્યા સિવાય એક પગલું પણુ પ્રગતિને પંથે જઈ શકાશે નહિ. અને એટલા માટે જ તે જનસમૂદાયનું શિક્ષણ, હાથમાં લેવાનું છે અને તે શાળા અને પુસ્તકાલય દ્વારા જ થઈ શકશે. બાળક સાથે મોટી વયના કામદારોને પણ શિક્ષણુની જરૂર ઘણી જ છે. ૨૨ શાળાને ઉમરે ઓળંગીને પુસ્તકાલયમાં પગ મૂકાય ત્યારે જ ફરન્યાત શિક્ષણનાં ખરાં સારાં ફળ આવે. પુસ્તકાલય જીવન પર્વતની શાળા છે, શિક્ષણનું મોટામાં મોટું સાધન છે. લેઓને અક્ષરજ્ઞાન આપીને પછી તેનાં હથિયાર ન આપવાં એ તે ગંભીર ભૂલ છે, બલકે પાપ છે. સે, શારદા મહેતા, બી. એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૫૦ સુભાષિત સમુચ્ચય ૨૩ “પુસ્તકાલય એ એશઆરામની વસ્તુ નથી; એ થોડા સંસ્કૃત માણસ માટે નથી; એ કેવળ વૈજ્ઞાનિક માટે નથી; એ કઈ બુદ્ધિવાળા સંપ્રદાય કે એક જ કઈ સાહિત્યિક સમૂદાય માટે નથીઃ એ મહાન, વિશાળ, વ્યાપક, સાર્વજનિક શ્રેય સાધનાર સંસ્થા છે. એ આખી જનતાને ઉંચે ચઢાવે છે; એ પ્રજાના બૌદ્ધિક વિકાસનું ખરૂં શસ્ત્ર છે; એ ભણેલાંને તેમની જરૂરિયાત પૂરી પાડે છે તથા કેળવણી માટેની વ્યાપક એષણા પૂરી કરે છે. શાળાઓને, તે ઉપલો માળ છે, અને પરિપકવ વિદ્વાને માટે એમની ઉંચી વિકસિત શકિતઓના વધુ વિકાસનું ક્ષેત્ર છે. એથી આગળ જે અનેક બાળક બાલિકાઓને શાળાનું પદ્ધતિસર શિક્ષણ નથી મળ્યું તેમની કેળવણી અને સંસ્કારિતા માટેનું એ સરસ સાધન છે.” પુસ્તકાલય, લાભ લેનારની સામાન્ય બુદ્ધિને વિકાસ કરે છે નૈસર્ગિક, કળામય અને રસિક વૃત્તિને ખીલવે છે; ચાલતા યુગની શાસ્ત્રીય પદ્ધતિસર વિચાર કરવાની શકિત પિષે છે; લેકના “નાગરિક જીવન”ને પવિત્ર અને ઉન્નત બનાવે છે; ગૃહ, શાળા, ધર્મ મંદિર અને રાજદરબારના કાર્યને મદદગાર થઈ પડે છે અને કેળવણી, ધર્મ તથા રાજ્યના જીવનમિત્રની ગરજ સારે છે. જેઓ પુસ્તકાલયને પેરે છે તેઓની ગણના, દેશનું હિત સમજનારા, પ્રજાનું કલ્યાણ જેના હૃદયમાં રમી રહ્યું છે એવા, અને માનવજાતનું ભવિષ્ય જેના હાથમાં છે એવાની સાથે થવાયેગ્ય છે.” – કુંવરજી ગે. નાયકના પેટલાદના ભાષણમાંથી. ૨૪ તમે એમ સમજતા હશે કે અનુભવથી મેળવેલું જ્ઞાન પુસ્તક દ્વારા મેળવેલા જ્ઞાન કરતાં વધારે સંગીન છે, તે તે તમારી ભૂલ છે એમ હું કહીશ. કારણ કે પુસ્તકમાં લખાયેલું જ્ઞાન તે પણ કોઇએ અનુભવથી મેળવેલું જ છે. જેટલું જ્ઞાન તમે તમારી ટુંકી જીદગીમાં મેળવી શકશે, તેટલું જ જ્ઞાન થોડા કલાક એક ચોપડી વાંચવાથી તમે મેળવી શકશે. બીજાં ઘણાં માણસેના અનુભવનું જ્ઞાન તમે લઈ શકશો અને તેથી તમને પિતાને અનુભવ લેવાનું વધારે સહેલું થઈ પડશે. –શ્રીમંત સંપતરાવ ગાયકવાડ, પાન તરે એ મેળવી શકાય તેટલું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પુ॰ સુભાષિત સમુચ્ચય ૧૧ ૧ ૨૫ પુસ્તકાલયેા ગુરુનું કામ સારે છે, અને ઉપયોગ કરતાં આવડે તે તે જીવતા ગુરુ કરતાં વધારે સારૂ કામ આપી શકે છે. કોઇ જીવતા ગુરુમાં વિદ્વત્તા વધારે હાય તા પણ તે જીવતાં સુધી બીજાને લાભ આપી શકે; પણ પુસ્તકાલયેામાં તે હજારો વર્ષોંનું જ્ઞાન ભરેલુ હાય છે, અને જે માગે ને જે ઇચ્છે તે તમામને સ કાચ વિના, લાલચ વિના, ગુસ્સે થયા વિના અને થાક્યા વિના આ અશરીરી ગુરુએ અમેઘ જ્ઞાન આપે છે. એક એકરાને માટે જેટલી શાળાની જરૂર છે તેથી વધુ જરૂર સારાં પુરતકાની છે. ૨ ૨૬ જ્ઞાન પ્રાપ્તિ માટે પુસ્તકાલયેા છે. પણ પુસ્તકાલય સ ંગ્રહથી જ ખરૂં જ્ઞાન મળતુ હાય તા હું' જ્યાંથી સેંકડો પુસ્તકા ખરીદું છું. તે તારાપારવાળા કે થેકરની દુકાના પણ પુસ્તકાલય કહેવાય ! ૩ ૨૭ પુસ્તકાના વાચનથી જ્ઞાન મળી શકે ને બુદ્ધિ ખીલે પણ એકલી બુદ્ધિ ચારિત્ર ન ઘડી શકે. વાચનમાંથી ખેંચેલા નીચેાડ હમેશાં લઈ તે પ્રમાણે વર્તવાની ટેવ પાડે તેા જ ચારિત્ર ઘડાય. ૪ ૨૮ ગમે તે માણસ ગમે તે લખે અને લોકોને ફાવે તેવું વાચન પૂરૂ પાડે અથવા વાંચવા દેવામાં આવે તે તેથી સમાજની મનેદશામાં અનિષ્ટ ઝેર ભેળવ્યા જેવું પરિણામ આવશે. તેવું ઝેર કેઈ જાણે અજાણે રેડી જાય તે અટકાવવુ હોય, તેા ઉપયાગી જ્ઞાન આપે એવાં સારાં વાચનના લેાકેામાં શેખ ફેલાવવા. ૫ ૨૯ હું માણુસ છું; ખીજાની સેવા કરવી એ મારા ધર્મ છેઃ તે સમજવું એનું નામ માણસાઇ છે, અને એવી માણસાઈ પુસ્તકા– લયમાંથી મેળવવાની છે. પુસ્તકાલયેા ગુરુનુ કામ સારે છે તે ખરૂ છે. પણ તે સારૂ હાય અને ઉપયોગ કરતાં આવડે તેા તે જીવતા ગુરુ કરતાં વધારે સારૂં' કામ કરી શકે છે. કાઈ જીવતા ગુરુમાં કદાચ વિદ્વત્તા વધારે હોય તે પણ તે જીવતાં સુધી બીજાને તેના લાભ આપી શકે. પણ પુસ્તકાલયેામાં તે હજારો ભરેલુ' છે, અને જે માગે, જે ઇચ્છે તેને સ કાચ વિના, ગુસ્સે થયા વિના અને થાકયા વિના આ અશરીરી ગુરુ આપે છે. એક છેકરાને માટે જેટલી સારા શિક્ષકની વધારે જરૂર સારા પુસ્તકાલયની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વર્ષોંનું જ્ઞાન લાલચ વિના, અમાઘ જ્ઞાન જરૂર, તેથી ~સર પ્રભાશંકર પટ્ટણી, www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પુસુભાષિત સમુચ્ચય ૩૦ પુસ્તકાલય, વાંચવાની અભિરુચિ તૃપ્ત કરે છે અને સાથે સાથે અભિરુચિ ઉપ્તન્ન પણ કરે છે, એટલે કે કાર્ય અને કારણે એમ ઉભય રૂપે લાભદાયી છે. એટલે દરેક શાળાને અંગે નાનું સરખું પણ પુસ્તકાલય હેય એ જરૂરનું છે. ૩૧ જેટલી જરૂર આપણા શરીરને ખેરાકની છે, તેટલી જ આપણું મનને જ્ઞાનની છે અને તે જ્ઞાન મેળવવા સારૂ દરેક જણ પુસ્તક વસાવી ન શકે, વસાવવાની ઈચ્છા અને શક્તિ હોય તે સંગ્રહી ન શકે, સંગ્રહી શકે તે બહાર બીજાને આપવાની વ્યવસ્થા ન કરી શકે, માટે એ સર્વ કરી શકાય તે સારૂ પુસ્તકાલયો જ જોઈએ; અને તે સાર્વજનિક તેમજ બનતાં સુધી “ફ” હોવાં જોઈએ. –લેડી વિદ્યાગૈરી નીલકંઠ ૩૨ પ્રજા વર્ગને જીવનમાં ઉપયુકત વિદ્યા અને કલાનાં વિવિધ પ્રકારનાં જ્ઞાન વિજ્ઞાનની ખોટ પૂરી પાડવી અને તેમને ઉત્તરોત્તર અભ્યદય માર્ગ પ્રત્યે આગળ લઈ જવા માટે જોઇતી માહિતી પુસ્તકના રૂપમાં પૂરી પાડવી એ એક યજ્ઞ વિધિ છે. વાચક વર્ગને પુસ્તક સંગ્રહના વાચન માટે આકર્ષ તેનું વ્યસન લગાડી દેવું, તેમાંથી સાર ગ્રહણ કરવા સમર્થ કરે અને એ ચારને અનુભવમાં ઉતારી લઈ સમાજના કલ્યાણ અર્થે અનુભવનું ફળ પ્રગટ કરીને તેને પ્રસાર કરે એ જ આ યજ્ઞનો પ્રાણ છે. એ ભાવનાના અરિતત્વ સિવાય પુસ્તક સંગ્રહ ઉધાઈના ભોજન રૂપે પરિણામ પામે અને પ્રજાસમૂહ ઉત્તરોત્તર સ્વકર્તવ્યપથમાં આગળ વધવાને બદલે દિવસે દિવસે હીન દશાને પામે. – શેઠ પુરૂષોત્તમ વિ, માવજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૩૩ રાજ્યનું ગૌરવ તે નાનામાં નાના ગામડામાં આ વિદ્યામંદિરની સ્થાપનામાં રહેલું છે. ગરીબ ગામડીઆની સ્થિતિ આપણે ત્યાં કે અન્ય સ્થળે જ્યાં જોશે ત્યાં ઘણું જ શોચનીય માલમ પડશે. એને બેજે અસહ્યા હોય છે. ગામડીઆની વેદના જાણવા શહેરના નાગરિકને કંઈ પડી નથી. ગામડીએ તે શ્રીમ તેની ધનલાલસાથી તેમ સ્વતંત્રતાના વાંચ્છુઓના ચિત્ર વિચિત્ર પ્રગથી બિચારે કચડાયલો જ રહે છે. એને બેલી ઈશ્વર જ હોય. આપણે એને હાથ સહાવે છે, એનાં જ્ઞાનચક્ષુ ખેલી એની સ્થિતિ સુધારી એને તારવે છે, પુસ્તકાલયની ખરી ઉપયોગિતા હું એમાં જોઉં છું. ૩૪ પુસ્તકાલયને આત્મા તે “લાઈબ્રેરીયન” જ હોય. કુશળ વિદ્વાન લાઈબ્રેરીઅન વિના પુસ્તકાલય હમેશાં નિજીવ ખેમું જ હોઈ શકે. લાઈબ્રેરીના કાર્યના અનુભવ સાથે એ કામ કરનારની પિતાની ફરજ પ્રત્યે એકનિષ્ઠા એ અતિ આવશ્યક છે. તે પુસ્તકના સંગ્રહસ્થાનનો રક્ષક માત્ર જ ન હૈ જોઈએ. પરંતુ જાતે વિદ્વાન હેવાની જરૂર છે. એનું કાર્ય પ્રેફેસરોના કરતાં ઓછું સંગીન નથી હતું. સખ્ત કાયદા વાપરવા કરતાં ઉદારતા અને આંખ આડા કાન : કરવાની જરૂર જણાય, ત્યાં તેવી રીતે નિયમને અર્થ કરી લાઈબ્રેરીને વ્યવહાર ચલાવવાની જરૂર છે. –સુમંતરાય હકુમતરાય દેસાઇ, ૩૫ લોકે આપેલું શિક્ષણ ભૂલી ન જાય, તેમને આપેલું માનસિક દ્રવ્ય તેઓ સાચવી રાખે અને તેમાં વધારે કરે, પિતાની જવાબદારી સમજતાં શીખે અને છેવટે એ ભાર પિતાને જ માથે લઈ લેવાની યેગ્યતા સમજતા થાય—એ ઉદ્દેશથી પુસ્તકાલય પ્રવૃત્તિને આદર થયો છે. –મણિલાલ લલ્લુભાઈ પરીખ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પુત્ર સુભાષિત સમુચ્ચય ૩૬ જેમ રેટી વિનાનું શરીર કૃશ થઈ થઈને છેવટે નકામું થઈ જાય છે, પણ જેને ભૂખે મરનાર જેમ આત્મહત્યા કરે છે, તેમજ જ્ઞાન વિના ચૈતન્યદેહને ભૂખે મારનાર પણ આત્મઘાત જ કરે છે. આત્મઘાતી પુરુષ અસૂર્ય અંધતમસાવૃત લોકમાં જાય છે.” એ ઉપનિષદનું વાકય તેને પણ લાગુ પડે છે, કદાચ તેને જ વધારે લાગુ પડે છે. ૩૭ સામાન્ય વ્યવહારમાં જેમ સાધનેના જ્ઞાનની જરૂર છે, તેમ માનવ સ્વભાવ જાણવાની, તેની શકિત અને શકયતાના જ્ઞાનની, અને તેની ઉપરની જ્ઞાનજન્ય આસ્થાની પણ એટલી જ જરૂર છે. આપણું નેવું ટકા દુખે તે માણસ માણસને સમજાતું નથી તેથી જ ઉભા થાય છે તે સર્વ દૂર કરવાને જ્ઞાનની જરૂર છે. ૩૮ દરેક પુસ્તકાલયમાં દરેક વિષયનાં પુસ્તક હોવાં જોઈએ. અમુક વિષયના વાંચનારા ઓછા છે માટે તેવાં પુસ્તકે ન લેવાં એ દલીલ ખાટી છે. જ્ઞાનની બાબત માગ અને ઉત્પન્નના અર્થશાસ્ત્રના નિયમ ઉપર છેડી શકાતી નથી. અમુક શાસ્ત્રીય જ્ઞાનની જિજ્ઞાસા ન હોય તે અનેક સાધનથી તે ઉલટી ઉત્પન્ન કરવી જોઈએ. હલકા સાહિત્યની ખપત વધારે છે એ એવું સાહિત્ય લેવાને લેશ પણું કારણ નથી. જિજ્ઞાસા તૃપ્ત થવાને પથ્ય પુસ્તક હોવાં જોઈએ. ૩૯ નહિ પારું કરતાં ઝેરવાળું પાણી પણ સારૂં” એ જે ખરૂં હાય, તે જ નહિ વાચન કરતાં ખરાબ વાચન સારૂં” એ ખરું કહેવાય, – રામનારાયણ વિ. પાઠક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧૫ ૪૦ પુસ્તકાલયનું મહત્વ કેઈને અજાણ્યું નથી. પ્રજાની પ્રગતિ તેના સંસ્કારથી મપાય છે. એ સંસ્કારનું પ્રતિબિંબ પ્રજાના સાહિત્યમાં પ્રજાના વાલ્મયમાં ઝીલાય છે. એ પ્રતિબંબને પુસ્તકો સંગ્રહે છે, અને રક્ષે છે–પછી તે પુસ્તકે શીલા ઉપર કતરેલાં હોય, તાડપત્ર ઉપર લખાયાં હોય કે સફાઈદાર કાગળ ઉપર છપાયાં હોય; અને એવાં પુસ્તકોને સંગ્રહ એ આપણા સંસ્કારને હેય; અને એવાં પુસ્તકને સંગ્રહ એ આપણું સંસ્કારને સંગ્રહ બની જાય છે. પુસ્તકાલય એટલે પ્રજાસંસ્કારને ભંડાર! ૪૧ પુસ્તકાલય એ એક એવી સમદર્શી સંસ્થા છે કે તેમાં સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, બ્રાહ્મણ કે અબ્રાહ્મણ એ સર્વને સરખો સમાસ થઈ જાય. એ એક મહા પવિત્ર અને પૂજનીય શારદામંદિર છે. ૪૨ પુસ્તકાલય વગર પ્રાથમિક કેળવણું તે નિષ્ફળ જ નીવડે. વળી, શાળાઓ અને પાઠશાળા વિદ્યાથીને અમુક ભૂમિકાએ પહોંચાડયા પછી તેને સંઘરતી નથી, ત્યારે પુસ્તકાલય તો વિદ્યાથીની જીવન ભરની પાઠશાળા છે. ૪૩ પુસ્તકાલય વગરનું ગામ એટલે હાયંત્ર વિનાનું વહાણુ. જે પ્રજાને નિત્ય બનતા બનાવની ખબર નથી તે પ્રજા આગળ વધી શકતી નથી. જે પ્રજા અભણ છે તે પ્રજા અંધકારમાં છે. ઉદારમાં ઉદાર રાજ્યબંધારણ તળે પણ અજ્ઞાન પ્રજા તે બંધનમાં જ રહેવાની. એ અજ્ઞાન–એ અભણપણું–નાબુદ કરવું એ એકલો રાજધર્મ છે એમ જ નહિ; એ તો એક મહાપુણ્યનું કાર્ય છે. રમણલાલ વ. દેસાઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પુ. સુભાષિત સમુચ્ચય જ પુસ્તકાલય તે તે જ કે જેના પ્રભાવે ગામમાંથી ઝેર, વેર અને કુસંપ દૂર થાય, ભાઈચારાની લાગણું વધે, કેળવણું અને જ્ઞાનની વૃદ્ધિ થાય, મનુષ્યને મનુષ્યનું ભાન થાય, અને બાલક, સ્ત્રી, યુવાન તેમ વૃદ્ધને તેની દરેક પ્રવૃત્તિમાં પિષણ મળે. ૪૫ આપણું સામે આપણું ફરજો અને જવાબદારીઓને ઢગલો પડે છે. પુસ્તકાલય એ એવા ઢગલાને પહોંચી વળવાની ચાવી છે, તેને હું અલાદીનના દીવાની ઉપમા આપું છું અને એ દી એક વખત સાધ્ય થશે કે પછી તમે જે તેની પાસે માગશે તે તમને આપોઆપ જરૂર મળી રહેશે. ૪૬ ગરીબોને અન્નની મદદ કરવાને માટે સદાવ્રત રાખવાની આપણું પ્રથા ઘણું જુની છે અને તે હજુ આપણે રાખી રહેલા છીએ. પાણીની તરસ મટાડવાને માટે ગામેગામ અને રસ્તે રસ્તે આપણે ત્યાં પર ઉઘાડવામાં આવે છે; પણ આત્મતત્વ અને શરીરતવ એ બંનેના પિષનારા આ જ્ઞાનનાં સદાવ્રતે કે જ્ઞાનની પરબ ગામેગામ અને મહેલે મહેલે નીકળવાની જરૂર છે. ૪૭ પુસ્તકાલય એ વર્તમાન તથા ભૂતકાળને એક કરી નાખે છે. કાર્લાઇલ જેવા સમર્થ વિદ્વાને વર્તમાનકાળને ભૂતકાળને સરવાળે કહે છે. જ્ઞાનમંદિરના આ મહાસાગરમાં મનુષ્ય જીવનનાં અનેક પ્રકારનાં જ્ઞાનની નદીઓ એકઠી થાય છે. સાહિત્ય, ફીલસુફી, વિજ્ઞાન, ઇતિહાસ, સ્થાપત્ય, કાવ્ય, નાટકો વગેરે વગેરે અનેક બાબતમાં મનુષ્ય ભૂતકાળમાં મેળવેલું જ્ઞાન પુસ્તકાલયમાં તમારી સાથે પુસ્તક રૂપે ઉભેલું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧૭ ૪૮ જેવી તમારી અભિરુચિ તે પ્રમાણે પુસ્તકાલયમાં તમને જ્ઞાન મળી શકે છે. આપણું પ્રાચીન ઋષિમુનિથી માંડીને ત્યાં દરેક દેશના સમર્થ વિદ્વાને અને ફીલસુફેને તમે વિના સંકેચે મળી શકે છે. પુસ્તકાલયેમાં વર્ણભેદ કે જાતિભેદ, જે જીવતા મનુષ્યમાં જોવામાં આવે છે, તે હેતું નથી. શેકસ્પીઅર સાથે કાલિદાસ અને પ્રેમાનંદ ભ્રાતૃભાવથી રહી શકે છે. આવું પુસ્તકાલય, તમારા સેવક તરીકે, તમે ચાહે તે વખતે તમારી કરી બજાવે છે, મિત્ર તરીકે તમને સલાહ આપી શકે છે, ગુરુ તરીકે શિક્ષણ આપી શકે છે, તમારા પ્રતિપક્ષી તમારી સાથે વાદાથે પણ કરી શકે છે. તમે તેને માટે ગમે તે મત બાધે તે બાબત તે ઉદાસીન હોય છે. ઈશ્વરના અંશ રૂપ પુસ્તકાલય છે, એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ થતી નથી. –બાપુભાઇ ધે, દેસાઈ, ૪૯ જગતમાં જે સ્થાન ગુરુઓને આપી શકાય છે અને અપાવું જોઈએ, તેના કરતાં જરા પણ ઓછું નહિ એવું સ્થાન ગ્રંથપાલોનું છે. માતૃદેવો અવા વિશે મારા સારાર્થ જવા એ ભાવના સાથે પ્રથur મા ! એ ન ઉમેરીએ ત્યાં સુધી એ વાકય અપૂર્ણ રહે છે. ખરે ગ્રંથપાલ ખરા ગુરૂની પેઠે અનેક આકર્ષણ રચી તેને પુસ્તકાલયે પ્રતિ આકર્ષી શકે. –હરિલાલ ગ. પરીખ. પુસ્તકાલયોમાં વધુ પુસ્તક વંચાય તેમાં ઈતિકર્તવ્યતા નથી. ભલે ઓછાં વંચાય પણ સારાં વંચાય તે જ લાભ છે; નહિ તે હાનિ છે. –પ્રતાપરાય ગિ, મહેતા પુરુ પ્રાચીન સમયમાં બ્રાહ્મણે જગદ્વંદ્ય ગણતા હતા. તે સમયમાં બ્રાહ્મણ એટલે જ્ઞાનની પરબ, વિદ્યાના ભંડાર, જ્ઞાનના ભંડાર, ચારિત્રના આદર્શ અને જગમ તીર્થધામ (living travelling libraries) એ રીતે સઘળી વાતેના નિષ્કર્ષ તે બ્રાહ્મણે. કાળના બળે આજે આપણે એથી ઉલટું જ જોઈ રહ્યા છીએ. તે વખતે બ્રાહ્મણ વગરનું કેઈ ગામ હોય જ નહિ, અને હોય તે તે સ્મશાનવત્ જ મનાતું. હવે આજના જમાનામાં બ્રાહ્મણને સ્થાને અમુક અંશે પુસ્તકાલય છે. એટલે કઈ પણ ગામ પુસ્તકાલય વગરનું ન હોવું જોઈએ. જ્યાં પુસ્તકાલય ન હોય એટલે જ્ઞાનની પરબ નહોય તે ગામ સ્મશાનવત્ જ મનાવું જોઈએ. -નટવરલાલ ગિ. શાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પુ॰ સુભાષિત સમુચ્ચય ૧ ૫૧ પુસ્તક અક્ષરજ્ઞાન માગે છે; એટલે પ્રજાનુ કાઈ ખાળક ‘અભણ’ ન રહે તે જ પુસ્તકપ્રિયતા અને જ્ઞાનપ્રચાર કેળવાય. એ રીતે પ્રથમ શિક્ષક, પછી અક્ષરજ્ઞાન અને પછી પુસ્તક. ૨ પર દરેક સાચું પુસ્તક એક એક વ્યક્તિ છે, એક એક સંસ્કૃતિ છે, એક એક નવી સૃષ્ટિ છે. પુસ્તક બદલાતા દેશકાળનું પ્રતિબિમ ઝીલે છે, અને જાળવે છે; એટલે અંશે પુસ્તક પ્રજાસમસ્તના વહીવંચા છે. 3 ૫૩ છપાય છે તે બધાં પુસ્તક છે એમ માનવાના ભ્રમ ન કરીએ. પુસ્તકનું અનન્ય ગુણતત્ત્વ એના લેખકના સાત્ત્વિક, ઋજી અને ગૌરવભર્યાં વિચાર–બ્રહ્મચય પર અવલ એ છે. ૫૪ પુસ્તકવાચનના સૌંસ્કાર–કેઈ ધારે છે તેમ-ફક્ત માઇક નથી. ચેાગ્ય વયે સાનુકૂળ પુસ્તક વાંચવા મળે તા ભાવિ જીવન પર તે સરસ રીતે અસરકારક નીવડે છે; એટલું જ નહિ પણ પ્રજાની મનેાદશા સુદ્ધાં તે પલટાવી શકે છે. મ ૫૫ ઘણાં માતાપિતાએ, મિત્રા અને ગુરુએ કરતાં વધુ સારી અસર પુસ્તકા પાડે છે. પુસ્તકમાં વડીલશાહી નથો, સ્વા બાજી નથી અને સત્તાધીશપગું પણ નથીઃ પુસ્તકનું વ્યક્તિત્વ અતિ નગ્ન અને નિરાળું છે. ૫૬ પુસ્તકનું પાવિત્ર્ય સમજવાની હજી આપણને વાર હાય એમ લાગે છે. પુસ્તક તરફ સન્માનવૃત્તિ ઉપજશે, ચાહ વધશે, વાત્સલ્ય આવશે ત્યારે પુસ્તકને મેલું નહિ કરીએ, અવિવેકથી નહિ પકડીએ; ત્યારે પુસ્તકને ચારીશું નહિ, કે એનાં પાનાં ફાડીશુ નહિ; કાઇનું પુસ્તક રાખી લેવાના ખેડા લાભમાં ફસાશું ન‹િ પરંતુ એને યથેચ્છ ઉપયાગ અને નિયમિત આપલે શિખીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પુ. સુભાષિત સમુચ્ચય ૫૭ પુસ્તકાલય ઘરને શણગાર જ નથી પણ માનવ જીવનનું મહા ઉપયોગી અંગ છે. ત્યારે આપણાં પુસ્તકાલયે હાલ દીન, સુસ્ત અને અવ્યવસ્થિત દશા કેમ ભગવે છે ? ૫૮ પુસ્તકાલય પ્રજાની સ્થાવર-જંગમ મિલકત છે-વારસો છે. એમાં પ્રજાગણને પ્રાણ છે, ઈતિહાસ છે; લેકદષ્ટિ અને લેકરિદ્ધિ છે. ૫૯ નિરોગી ખોરાક અને સંસારવ્યવહારની બીજી જરૂરત ઉપરાંત દરેક માનવ આત્માને મેગ્ય વયે મેગ્ય પુસ્તક મળી શકશે, ત્યારે જ સમાજબંધારણ દઢ, સુખદ, અને વ્યવસ્થિત બનશે. ૬૦ સ્વ. કલાપી પુસ્તક પ્રેમી તે હતા ખરા; પણ પુસ્તકના ખરેખરા ભકત હતા. સંસારકલુષિત એમના જીવનની ભાવના આ રહીઃ જીવીશ બની શકે તે એકલાં પુસ્તકથી” ૬૧ વાચન એ નિર્દોષ, સુંદર ને શાન્ત પ્રવૃત્તિ છે. બેચેનીમાં કે ઉદાસીમાં, કામથી થાકીએ કે વિચાર કરીને કંટાળીએ ત્યારે વાચન મધુરે આરામ આપનાર બને છે. કપરી નિરાશાની ઘડીઓમાં પણ વાચન એવી તે ઉત્તેજના ને ભાવના સીંચે છે, કે જે જીવનનું નવું ઘડતર કરે છે અને તેને નવેસરથી એપ આપે છે. ૬૨ દરેક સંસ્કારી અને સુશિક્ષિત ઘરમાં સારા પુસ્તકનું પવિત્ર સ્થાન–સુઘડ અને સુંદર પુસ્તકાલય-હાવું જ જોઈએઃ મેટેરાંને પિતાનું પુસ્તકાલય, કુમાર કન્યાને એમનું પુસ્તકાલય અને બાળકને બાળકનું પુસ્તકાલય. શરીરને જેમ ઘર છે તેમ જ મનને એનું પુસ્તકાલય છે. ૧૩ ૬૩ પુસ્તક ત્રિકાશશી અને ભવિષ્યજ્ઞાતા છે. કોઈ ન જોઈ શકે તે દષ્ટિ પુસ્તકમાં છે. કેઈન સમજે તે રહસ્ય તેમાં છે. કેઈ નહિ હશે ત્યારે ય પુસ્તક હશે. કેઈનહિ બોલે ત્યારે પુસ્તક બેલશે. પુસ્તક પ્રજાના ઈતિહાસને વહીવંચે છે અને પ્રારબ્ધને જ્યોતિષી પણ છે. – દેશળજી પરમાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૫૦ સુભાષિત સમુચ્ચય ૬૪ ફરતાં પુસ્તકાલયે એ પણ એક આશિર્વાદાત્મક સંસ્થા છે. સારાં સારાં પુસ્તક એ રીતે દેશને ખૂણે ખૂણે ફરી વળે અને પ્રજાને ઘેર બેઠાં તેને લાભ મળે, એ કેળવણીને માટે કેટલું બધું ઈષ્ટ છે? પ્રજાને એકલા અક્ષરજ્ઞાનને થડે જ ઉપગ છે. અક્ષરજ્ઞાન પછી જે ઉંચા પુસ્તકે તેને પૂરાં પાડવામાં ન આવે તે એ અક્ષરજ્ઞાન નિરર્થક નીવડે છે, અગર છેક ભૂલી જવાય છે. ફરતાં પુસ્તકાલયે, તેટલા માટે પ્રજાની જાગૃતિમાં મહત્વને હિસ્સો આપી શકે છે. –ભા. કા, ભાટે ૬૫ આપણે ત્યાં સંતતિ વગરના ધનાઢય લેકે પિતાની હયાતિમાં જ અગર વસીયતનામું કરી પોતાની સ્થાવર જંગમ મિલ્કત ઠાઠમાઠથી રહેનાર અને મેજમજાહ ઉડાવનાર પિતાના ધર્મગુરૂને અર્પણ કરી દે છે, અગર પોતાની પાછળ ન્યાતે કરવામાં, લહાણું કરવામાં અગર તેવા બીજાં બિનજરૂરી કામમાં ખર્ચાવી નાખે છે; તેને બદલે આજના સમયમાં જનસમાજનું ખરું કલ્યાણ કરનારી પુસ્તકાલય, શાળા, કે દવાખાનાની સંસ્થા ઉઘાડવા કે ચાલુ હોય તેને મદદ કરવાને આપતા હોય તે તેમના ધનને સદુપયોગ થાય એટલું જ નહિ પણ તેમનું નામ પણ અમર રહે. પરિણામે કઈ ગામ ભાગ્યેજ એવું રહે કે જ્યાં સારું અને સગવડવાળા મકાન સાથેનું દૈનિક, માસિક અને ઉપયોગી પુસ્તકોથી ભરપૂર પુસ્તકાલય થયું ન હોય. –રા. બા. ગોવિંદભાઈ હ. દેસાઈ ૬૬ વાચનનું સુખ ઘણું પુસ્તકોથી નહિ પણ ઘણું વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે, તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની પણ ખાસ આવશ્યકતા છે. અતિથિઓને-મિત્રોને હું ઘણાં પુસ્તકો બતાવીને તે નહિ પણ ઉત્કૃષ્ટ પુસ્તકની સાથે મારે ગંભીર પરિચય બતાવીને આનંદ આપી શકું, અને એગ્ય ભાગે દેખાડીને મારાં ચેડાં પુસ્તકમાં પણ વાંચવાનું ઘણું છે એની પ્રતીતિ કરાવી શકે. –મણશિંકર રત્નજી ભટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુત્ર સુભાષિત સમુચ્ચય ૬૭ એક નાનું પણ વિવેકથી એકઠી કરેલી ચેપડીઓનું પુસ્તકાલય એ જ આપણું ખરું વિશ્વવિદ્યાલય છે. આપણું શાળાના ગુરુઓ તે કહેવાતા ગુરુઓ હોય છે. તેમના શિક્ષણ કરતાં પણ વધારે ઉંચું શિક્ષણ આપણને કેઈ પુસ્તકમાંથી મળ્યું તે આપણે એ પુસ્તકના લેખકને જ આપણે ખરે ગુરુ માનવાના. આવા અનેક ગુરુઓને સમાગમ હાલના સમયમાં એક પુસ્તકાલયની મદદથી કરી શકાય છે. કાર્લાઇલે વિચાર દર્શાવ્યા છે કે – પુસ્તકાલય એજ આપણું વિશ્વવિદ્યાલય છે ” –આ. કે. ત્રિવેદી, अद्भिर्गात्राणि शुध्यन्ति मनो ज्ञानेन शुध्यति । ૬૮ શરીરના અવય જળ વડે સ્વચ્છ થાય છે, તેમ મન જ્ઞાન વડે શુદ્ધ બને છે. અને આવું જ્ઞાન ઉત્તમ ગ્રંથનાં વાચનને જ આભારી છે. એવાં પુસ્તકે ગરીબમાં ગરીબ પણ મેળવી શકે એટલા માટે પુસ્તકાલયે જેટલા પ્રમાણમાં વિશેષ ખુલે તેટલું વધારે સારૂં. પુસ્તકાલયને આપણે જ્ઞાનસત્રની ઉપમા કાં ન આપીએ ? કારણ કે અન્નસત્રથી તે ક્ષણિક તૃપ્તિ થાય છે, ત્યારે જ્ઞાનસત્રથી મનુષ્યને ચિરસ્થાયી તૃપ્તિ મળે છે. –ગોસ્વામી શ્રીવલ્લભલાલજી, ૬૯ જીવન ટુંકું છે, વ્યવસાય ઘણો છે ને તેમાં વાચનને સમય વાચનસામગ્રીની સામે નજર કરતાં થોડે છે. માટે પસંદ કરી કરીને વાંચવું. –ગિજુભાઈ, ૭૦ આ જમાનાના જ્ઞાન દાતા ગુરુએ તે પુસ્તકેઃ આવા ગુરુ એનાં ગુરુકુળે તે સુંદર પુસ્તકાલયો અને તેવાં ગુરુકુળોના ઉત્સવ તે પુસ્તકાલય પરિષદ અને પુસ્તકાલય પર્વણીના દિવસો ! ---હરભાઈ ત્રિવેદી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ર પુ॰ સુભાષિત સમુચ્ચય ૭૧ આજના જમાનામાં જીવવા માગનારને માટે વાચનાલય અને પુસ્તકાલયના લાભ એ જીવનની અનિવાર્ય ખાખત થઇ પડી છે. જાતે જીવવું હાય ને દેશને જીવાડવા હાય, તો તો દુનિયાની હારે ચાલ્યે જ છૂટકા છે. ર ૭૨ માણસને આજના જમાનામાં રહેવું હોય, તેા પુસ્તકાલય અને વાચનાલય એ તેને માટે અનિવાર્ય વસ્તુ છે. અને પુસ્તકાલયા તે આજના યુગ ઉપરાંત માણસાને પુરાણા યુગમાં સહેલ કરવાની પણ સુંદર તક આપે છે; એટલું જ નહિ પણ આખી પૃથ્વીના દેશામાં પહેલાં અને આજે, જે જે મહાન પુરુષા થયા હાય, જે જે ઉથલપાથલેા થઈ હાય, માનવે જે જે વિચાર્યું " હાય અને જે જે કર્યું. હાય, તે બધાંયના આબેહુબ ચિતાર આપણી પાસે રજુ કરે છે. જે લેાકેા આવી સર્વ દેશીય માનવ પ્રવૃત્તિઆથી આજે વાકેફ્ ન રહે તે આજના માનવ સમાજના કાઈ પણ ક્ષેત્રમાં નેતા થવા માટે એટલા ઓછા અધિકારી છે, એમ આપણે કહેવું જોઇએ. ~. ફા. ભટ્ટે ૭૩ વાંચવાના નાદ લાગ્યા પછી વાચકને કંઇ ને કંઇ વાંચવું જ ગમે, વાંચ્યા વિના ચેન પડે નહિ. શું વાંચવું ઘટે ને શું ના વાંચવુ ઘટે એના વિવેક તેનામાં હાય નહિઃ એટલે વખતે તે ન વાંચવાનુ વાંચ્યા કરે ને તેથી વાંચવાનુ` રહી જાય એ બનવાજોગ છે. પરંતુ એવા માણસ જો ભ્રષ્ટ વાચનમાં ઉતરી જાય અને તેથી એનુ જીવન જો ભ્રષ્ટ થાય તેા એનું પાપ એના હાથમાં એવાં પુસ્તક મૂકનારને માથે ! --તરિા હુભાઈ ઇશ્વરભાઇ પટેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ પુસુભાષિત સમુચ્ચય હ૪ જો વાચનાલય કે પુસ્તકાલયની સારી મહત્તા સમજાય તે ગ્રામ સુધારણના વિકટ પ્રશ્નનને ઘણે સરળ કરી શકાય. ગ્રામ સુધારણની બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર વાચનાલય અથવા પુસ્તકાલય બનાવી શકાય. ગામના લોકો તલાટીના અધિકારને નમશે, વેપારીની લક્ષ્મી તરફ મોહ રાખશે, પરંતુ શિક્ષકને તે સૌ ચાહશે. માટે શિક્ષકોએ જ ગ્રામ સુધારણાના કાર્યમાં અગત્યનો ભાગ ભજવ જોઈએ. ડેન્માર્કમાં જે ઉત્કાન્તિ પિટનબર્ગ નામના શિક્ષકે કરી હતી, તે ઉત્ક્રાન્તિ ગામડાંના શિક્ષકે કરી શકે. વાચનાલય કે પુસ્તકાલય તે ગામડાંની ઉન્નતિની સાચી ચાવી છે. શું આ ચાવીને ઉપયોગ પણ શિક્ષકો નહિ કરે? –દુર્ગાશંકર કલ્યાણજી. ૭૫ સારું પુસ્તક તે એ છે કે જે વાંચ્યા પછી આપણું હૃદય સાત્વિક આનંદ અનુભવે અને તેના વિચારેથી આપણને વધારે વિચારશીલ, વધારે દીર્ઘદશી અને ચારિત્રશુદ્ધ બનવામાં સફળતા મળે. ૭૬ બજારમાં મળતી બધી ચીજો જેમ ઘરમાં વસાવાય નહિ કે વપરાય નહિ, તેમ છપાય તેટલાં બધાં પુસ્તકે પુસ્તકાલયમાં લવાય નહિ તેમ વંચાય પણ નહિ. એટલે પુસ્તકની અનિવાર્ય જરૂર અને તેથી પુસ્તકાલયની પણ જરૂર આપણે સ્વીકારીશું; પણ પુસ્તકો વાંચવામાં અને સંગ્રહવામાં આપણી દષ્ટિનું સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. ૭૩ પુસ્તકોને મેટામાં મોટો ઉપયોગ વાચકને જીવનમાં પ્રેરણા આપવી, તેનામાં રહેલી સવૃત્તિઓને ઉત્તેજન આપવું અને કુવૃત્તિઓને શુદ્ધ કરવી એ છે. તેથી ઉતરતે પુસ્તકને ઉપયોગ નવરાશના વખતમાં માણસના ચિત્તને સદ્દવિચાર તરફ દેરવું એ છે. –અત્તમ છ, શાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૪ પુ. સુભાષિત સમુચ્ચય ૭૮ નાનું શું મકાન, નાનેરો બગીચે, એક ખૂણે કુ, તુલશીના કયારા, નાનું એવું કમ્પાઉન્ડ, રેતી પાથરેલો ચેક અને વચમાં ચારે અથવા ત્રણે બાજુ છૂટી ઓસરીવાળું બેઠી બાંધણનું મૌક્તિક જેવું નિર્મળ મકાન, જેના અંદરના ભાગમાં સ્વછ સાદે સામાન અને ચેતનાપ્રેરક પુસ્તકને સંગ્રહઃ આટલું જ્યાં વિદ્યમાન હાય અને તેમાં રસતરબળ ઉમંગી પુસ્તકાધ્યક્ષ નિવાસ કરતો હોય, તે એ સંસ્થા આગળ વિશ્વનાં વિશ્વવિદ્યાલય પણ ડૂલ છે ! –પ્રતાપરાય ક. બુચ, ૭૯ કારીગર માત્રને પિતીકાં ઓજારે અને કારખાનાને ખપ પડે છે. તેમના વગર તેમનું ટટ્ટ લવલેશ ચાલતું નથી. વિદ્યાથીઓની બાબતમાં પણ તેમજ સમજવાનું છે. પુસ્તકે એ તેમનાં ઓજારો છે ને પુસ્તકાલય એ તેમની પ્રયોગશાળા છે; પરંતુ પુસ્તકે એ નુસ્તાં એજાર કરતાં વિશેષ ગ્યતા ધરાવે છે. –ડૉ. બ્રહ્મચારી, ૮૦ સંસ્કૃતિને લેશમાત્ર પણ દાવ ધરાવનાર સુધરેલા ગણાતા દેશમાં લેકે સહેલાઈથી લાભ લઈ શકે એવાં સાર્વજનિક પુસ્તકાલયો નિભાવવા એ રાજ્યની ફરજ છે. –રા, બા, ડૉ. મોતીસાગર, ૮૧ વિદ્વત્તા અને જીવનના અનુભવોથી ઓપતાં, મહાન બુદ્ધિશાળી પુરૂષનાં વચનામૃતેના સંગ્રહ, એજ પુસ્તકાલય! દુઃખમાં દિલાસે દેનાર, જીવનના અટપટા માર્ગમાં સારો અને સરળ પંથ દર્શાવતાં પુસ્તકને સમૂહ, એજ પુસ્તકાલય! મનુષ્યની બુદ્ધિ, નીતિ અને ચારિત્રને પોષક એવાં પુસ્તકને સંચય, એજ પુસ્તકાલય! આવાં પુસ્તકાલય ગામડે ગામડે ને ઘેરે ઘેર હજો ! –હરિત પી. દેસાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પુ. સુભાષિત સમુચ્ચય ૨૫ ૮૨ પુસ્તકને છૂટથી વપરાશ થાય, એ જ પુસ્તકાલયને ઉદ્દેશ હોય. વપરાયા વગરનાં નકામાં કબાટમાં સડયાં કરે એ પુસ્તક ગામમાં હોય તે યે શું ને ન હોય તે યે શું? એવાં પુસ્તકોવાળું પુસ્તકાલય એ પુસ્તકાલય કરતાં પુસ્તકનાં સંગ્રહસ્થાનના નામને જ વધારે ઉચિત લેખાય. –ના, નં. ચોકસી. ૮૩ પુસ્તકાલય શારદા મંદિર છે. તેમાં પાષાણની પ્રતિમાનાં પૂજન અર્ચન નથી. તેમાં અનુભવીઓનાં અનુભવરહસ્ય-માર્ગ ભૂલ્યાને માર્ગ દર્શન કરાવતાં અનુભવ રહસ્ય જાય છે; જનતા તેમાંથી પ્રેરણા મેળવે છે; પિતાના પંથને ઓળખે છે, ને એ રીતે રાષ્ટ્રચેતનનાં બાલપાદપે કુલે છે ને ફરે છે. -મનસુખલાલ મગનલાલ ઝવેરી ૮૪ ગામનું પુરતકાલય એ ગામના બુદ્ધિવૈભવનું પ્રદર્શન છે. ગામનું પુસ્તકાલય એ ગામ અને જગતને સુસંગ છે. પુસ્તકાલયના ટેલીસ્કોપથી ગામ જગતને જુએ છે, અને તે દ્વારા જીવનના સંદેશા ઝીલે છે; આમ ગામ જગતની સાથે જીવે છે. –ઇન્દ્રપ્રસાદ દ. ૮૫ નાનાં ગામડાંથી માંડીને મોટાં શહેરોમાંનાં પુસ્તકાલયમાં મનુષ્ય પ્રેમની ભાવનાથી જાયલાં પુસ્તકે ઉભરાય અને તેનું વાચન બહોળા પ્રમાણમાં ફેલાય, તે જ કેમીવાદનાં ઝેર ઓસરી હિંદના પ્રજાજીવનમાં અમૃતનું સિંચન થઈ શકે. –રાજેન્દ્ર એમનારાયણ દલાલ ૮૬ પુસ્તકાલયો ગુરુની ગરજ સારે છે. બુદ્ધિપૂર્વક તેમને ઉપચેચ થાય તો તેઓ જીવનમાં ઉલ્લાસ ને પ્રગાઢ શાંતિ પ્રેરે છે. ગુરુ જીવતાં સુધી જ્ઞાનના દાન કરે છે, ત્યારે ગ્રંથાલયમાં તે જ્ઞાનના અખૂટ ભંડાર કાયમ માટે ચિકાર હોય છે ને કેઈ જાતની લાલચ કે લેભવૃત્તિ વિના પરમાર્થ રીતે દુઃખીને દિલાસાનું સાધન પૂરું પાડે છે. એવાં પુસ્તકાલયને લાભ તે કેમ જાતે કરાય? – શેઠ શ્રી ચીમનલાલ ગિરધરલાલ (ઝવેરચંદ લક્ષ્મીચંદવાળા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પુ॰ સુભાષિત સમુચ્ચય ૧ ૮૭ સારા ગ્રંથા ચારિત્ર્યને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકા આનદોને મેહ મટાડે છે અને આપણને ઉંચકીને વિચાર અને જીવનની ઉચ્ચ ભૂમિકા પર મૂી દે છે. ર ૮૮ આપણે ગરીબ હેાઇએ, સમાજથી તિરસ્કારાયેલા હાઇએ અને સંત સમાગમની તક ન મળતી હોય, છતાં પણ પુસ્તકને તે આપણે આપણા ઉત્તમેાત્તમ મિત્રો બનાવી જ શકીએ અને સ યુગાના મહાન આત્માએ સાથે ધરાઇ ધરાઇને વાર્તાલાપ કરી શકીએ. 3 ૮૯ પ્રજાએ ઉન્નત અને અવનત થાય છે, શહેર નાશ પામે છે, વિશાળ સામ્રાજ્યેા પાયમાલ થઇ જાય છે; પરંતુ તેઓના સમસ્ત ભૂતકાળ પુસ્તકામાં વિદ્યમાન હેાય છે. એકવારના બળવાન અચાધ્યાના, હસ્તિનાપુરના, મગધના અને ગ્રીસ તથા ઇરાનના ખધે ભાગ પુસ્તકામાં રહેલા છે. તેમનાં લશ્કરી અને શીલ્પકળા નષ્ટ થઇ તેનાં માત્ર થોડાં ખડેરા જ આજે ઉભાં છે; પણ તેનાં પુસ્તકા તેા સદાકાળ રહી મનુષ્ય પર અસર કર્યાં જ કરશે. ૪ ૯૦ આપણા દેશના પ્રત્યેક ઘરમાં જે ઉત્તમેાત્તમ પુસ્તકાના સંગ્રહ હાય તે। આપણી સંસ્કૃતિમાં કેટલે મેટા ફેરફાર થઇ જાય ! ૫ ૯૧ ગમ્મત મેળવવાનું બીજી કાઇ પણ સાધન વાચનના જેટલું સસ્તું નથી અને કાઇ પણુ આનંદ એના જેટલા ટકાઉ હેાતા નથી. ૯૨ જરૂર પડે તેા થીંગડાં દીધેલાં કપડાં અને સાંધેલા જોડા પહેરો પણ પુસ્તકે લેવામાં કંજુસાઇ કરશેા નહિ. તમારાં બાળકેાને ખીજી રીતે શિક્ષણ ન આપી શકે તે હશે, પણ તેમને થોડાંક ઉત્તમ પુસ્તકો તે જરૂર આપો કે જેના સદુપયોગથી તે ઉન્નત થઇ માન મેળવે. જે ખાળકોના હાથમાં ઉપયોગી ગ્રંથે આવે છે, તેઓ ગરીબમાં ગરીબ હોય તે પણ શાળા જેટલુ` કે તેથી વધારે શિક્ષણ મેળવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાગ્યના સૃષ્ટાઓમાંથી, www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પુસુભાષિત સમુચ્ચય ૨૭ ૨ ૯૩ પુસ્તકાલય એ મનુષ્યનું સાચું અને સર્વદેશીય મનુષ્યત્વ ખીલવવા ઉપરાંત મનુષ્યને જગતના જ્ઞાનકમાં ઉભા રહેવાનો તાકાત અને વીર્યબળ બક્ષનારૂં અજોડ ઔષધાલય છે. ૯૪ ગામડામાં ભેળાં માનવી હમેશાં દેવમંદિરે જઈ દેવદર્શન કરવાનું નથી ચૂકતાં. તેવી જ ભાવના તેમને પુસ્તકાલયમાં જઈને જ્ઞાન લેવાની તથા દેશના વિવિધ સમાચાર જાણવાની થાય, ત્યારે જ ગામડાંનું ભાવિ ઉજ્જવલ બનવા માંડયું છે, એમ સમજવું. --પુસ્તકાલયનાં પ્રકાશ કિરણે--કિરણ ૧૦ અને ૨૩ . ૫ પુસ્તકોના વાચનથી વિચાર સાથે આચાર પણ ઘણું માણ સેના સુધરી જાય છે. પુસ્તકે સન્મિત્રોની ગરજ સારે છે. પુસ્તકોની જેને મૈત્રિ હોય છે તેને જંગલમાં પણ મંગળ થાય છે. ૬ આદર્શપૂર્ણ પુસ્તકનું વાચન અમૃત તુલ્ય છે. અસાધુ પુસ્તકને સેવશે તે તમે અસાધુ બનશે. ૯૭ સંતેષમાં સુખ છે. પણ ઉત્તમ પુસ્તકે પ્રતિ વાચનને અસંતોષ રાખવે એ ઈષ્ટ છે. –નિવૃત્તિ વિદમાંથી. ૯૮ કેવળ પુસ્તકો વાંચવાથી જ બુદ્ધિ વધે છે એમ નથી. તે દ્વારા આપણામાં સ્વતંત્ર વિચાર ઉત્પન્ન થવા જોઈએ. કેઈ ગમે એટલું વાંચશે પણ તેની બુદ્ધિ તે વાંચેલાં પુસ્તકના વિષયો પર તે જેટલું ચિંતન અને મનન કરશે તેના પ્રમાણમાં જ વધશે. પેલી દલપતરામ કવિની પ્રખ્યાત કડી: વાંચે પણ નહિ કરે વિચાર તે સમજે નહિ સઘળે સાર.' યાદ કરેઃ પુસ્તકો વાંચવાને ખરે ફાયદો તે તેમાં લખેલી બાબતે પર વિચાર કરવાની અને બને તેટલું તેમાં જણાવ્યા પ્રમાનું વર્તન રાખવાથી જ થાય છે. –સ, સા, વ, કા ની ટૂંકી વાર્તાઓ ભા. ૩ જે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પુસ્ત કા લ વે સુભાષિત સમુચ્ચય ખંડ – ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પા ચ્યા ત્ય જ ને નાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧ આમ વર્ગને માટે સાર્વજનિક શિક્ષણને પ્રબંધ કરે એ રાજ્યની અગત્યમાં અગત્યની ફરજ છે. આ અનિવાર્ય ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉપયુકત રીતે ખર્ચાતી કેઈ પણ રકમનો ઈન્કાર ન જ થે જોઈએ. ઉલટું, જાહેરમતે તે “નાણું જેટલું વધારે વિવેકપુર સર ખર્ચાય તેટલું દેશહિતની દષ્ટિએ સારૂં”—એ સિદ્ધાંતને પસં. દગી આપવી જોઈએ. આમવર્ગની જ્ઞાનસંપન્નતા જે સેંઘે વીમે, રાષ્ટ્રો માટે અન્ય કોઈ જ નથી. –એન્ડ્રયુ કાર્નેગી. ૨ પુસ્તકાલયને ઉપગ મેટાં શહેર તથા નગરમાં રહેનારાં મનુષ્યો જે મેટા હકકે ભગવે છે, તે પૈકીને એક મેટે હકક છે. મફત પુસ્તકાલય એ એક જાતનું સાંસારિક દેવળ છે; જમાનાએના મેટામાં મોટા અવાજે સાંભળવાનું મંદિર છે, સર્વ ભૂમિઓમાંથી ભેગા કરેલા ડહાપણને ભંડાર છે; અને જે તેને યથાવતુ ઉપયોગ કરે છે તે વગર ખર્ચે પિતાને માટે ઉચ્ચ કેળવણું પૂરી પાડે છે. જ્યાં સુધી આ સત્ય પિછાનાશે નહિ અને દરેક શહેર તથા ગામમાં મફત પુસ્તકાલય થશે નહિ, ત્યાં સુધી આપણે જંગલી અથવા તે સારામાં સારા તે જંગલી દશામાંથી ફકત થોડાક મુકત થયેલા ગણવા જોઈએ. ૨ ૩ પુસ્તકાલયમાં જઈને તેની ખુલ્લી અને તાત્કાલિક ઉપયાગિતા વિચારીએ તે આપણને સમજાશે કે કઈ પણ ધંધાને લાયક થવાની તૈયારી માણસ અહિં કરી શકે છે. પિતાના ધંધાને લગતી ઉપગી હકીકતે એકઠી કરી શકે છે; પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. એથી જ પુસ્તકાલયની ઉપયોગિતા અનંત અને અમૂલ્ય છે. એ વિનાદનું સ્થળ પણ છે; કારણ કે ત્યાંના જે નિર્દોષ, મધુર, ચેતનપ્રદ અને ગૃહસ્થાઈભર્યો આનંદ બીજે કઈક જ સ્થળે મળવાના. –દેવડ જે. સેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૪ ધાર્મિક, રાજદ્વારી કે સામાજિક ભેદભાવ રાખ્યા વગર તમામને ઉચ્ચ આનંદ અને તલસ્પર્શી જ્ઞાનની શોધ માટે એકત્ર કરે એવું સ્થાન પુસ્તકાલય છે. વતન પ્રત્યેની મમતાના પાયા રૂપ સ્થાનિક સાર્વજનિક હિતના કામ માટે સહમાં તે એક સરખી ધગશ ઉત્પન્ન કરે છે. ૫ જે પુસ્તક ધ્યાનપૂર્વક વંચાયું, વિચારાયું તે આપણું થઈ ચૂકયું. પરિચય વધારવા માંડીએ ત્યાર પહેલાં બધી વખત મિત્રની અગાઉથી પસંદગી થઈ શકતી નથી, પરંતુ પુસ્તકની તે કેઇ પણ વખતે પહેલેથી પસંદગી થઈ શકે છે. જગતે આજ સુધીમાં જાણેલાં શ્રેણ, સૈાથી વધારે ડાહ્યાં સ્ત્રી પુરૂષ સાથે દહાડામાં થેડી ઘણું મિનિટે ધારીએ તે સુખેથી ગાળી શકાય. ૬ સંસ્કારી અને શિષ્ટ ગણાતા સમાજના સહવાસમાં આવતાં આપણે એક જાતને આત્મસંતોષ અનુભવીએ છીએ. નિર્દોષ અને વિચારચમત્કૃતિવાળું પુસ્તક વાંચતાં આપણું સ્વમાનવૃત્તિ વધારે પ્રમાણમાં જાગૃત થવી જોઈએ, કારણ કે એવે વખતે તે આપણે સંતેના સહવાસમાં આવીએ છીએ. ૭ હમેશાં કાંઈ આપણે આપણા સાથીઓ પસંદ કરી શક્તા નથી; પરંતુ તમારાં પુસ્તકે તે તમે હરહમેશ પસંદ કરી શકે છે. જે તમારી મરજી હોય તે, જગતમાં કઈ પણ સમયે વિખ્યાત થઈ ગયેલાં ઉત્તમમાં ઉત્તમ અને ડાહ્યામાં ડાહ્યાં નરનારીઓ સાથે દરરોજ થડી પળે તમે ગાળી શકે છે. તમારાં જાણતાં મનુષ્ય, તમે કહેલી અને કરેલી બાબતે અને તમારાં વાંચેલાં પુસ્તકે, એ બધાં હવે તે તમારું એક અંગ જ થઈ પડ્યાં છે. ૮ મિત્ર મેળવવા હમેશ સુલભ નથી હોતું, પરંતુ પુસ્તક સંબંધી તેમ નથી. તમારી ઈચ્છા હોય તે પુસ્તક દ્વારા તમે દરરોજ કેટલેક સમય દુનિયાનાં શ્રેષ્ઠ અને ડહાપણભર્યા સ્ત્રી પુરૂષની સંગતિ મેળવી શકે, –જે સી ડાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૯ સાર્વજનિક પુસ્તકાલય એ પ્રજાની માલિકીની સહકારને ધોરણે ચાલતી અને દરેકે દરેક વ્યક્તિને વગર લવાજમે પુસ્તકો વાંચવા આપનારી સંસ્થા છે. –ડજીઅન. ૧૦ વાંચવું, નિશાન કરવા અને શીખવું એ સારું છે, પણ અંદરખાનેથી પચાવવું એ વધારે સારું છે. વાંચવું એ સારું છે, વિચારવું એ વધારે સારું છે. વિચાર્યા વગર દશ કલાક વાંચવું તેના કરતાં એક કલાક વિચારવું એ વધારે સારું છે. –રેવ. એ. કેમેરન. ૧૧ કંઈક એવું નેધેલું મને યાદ છે કે પુસ્તકને ઉપયોગ આપણે મધમાખ જેમ ફુલને કરે છે, તેમ કરવો જોઈએ. મધમાખ કુલમાંથી મીઠાશ હરી લે છે પરંતુ તેને ઈજા કરતી નથી. –કલ્ટન. ૧૨ ગરીબને દરિદ્રતામાંથી છોડાવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની, અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની, ગ્રંથમાં જેટલી શકિત છે, તેટલી શકિત ઘણું કરીને કઈ ચીજમાં નથી. –માર્ડન, ૧૩ પુસ્તકે રૂપી શિક્ષકોને જનતામાં ફરતા કરવાથી તેપે, યાત્રિક સાધનો અને ધારાશાસ્ત્રીઓ કરતાં પણ વધારે સારાં પરિણામ નીપજાવી શકાય છે. ૧૪ તેફાની કાન્તિઓ કરતાં પુસ્તકાલયનો શાનિતમય પ્રચાર અવર્ણનીય લોકકલ્યાણુ ફેલાવી જનતાની આબાદી ચિરસ્થાયી કરે છે. ગમે તે ભેગે પણ પુસ્તકને સારો ફેલાવ કરે જરૂરી છે. ૧૫ ઉત્તમ પુસ્તકમાં મહાન પુરૂષે આપણે સાથે વાત કરે છે એમના પુષ્કળ કિંમતી વિચારે આપણને આપે છે, અને એમના આત્મા આપણામાં રેડે છે. –ડૉ. ડબલ્ય, ઈ ચેકિંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૩૩ ૧૬ માત્ર પુસ્તકે વધાર્યું પુસ્તકાલય મમૃદ્ધ થાય નહિ. વધારે પુસ્તકો ભરી તેમને કદી ન વાપરવાં એ ઝળહળતા ઝુમર પાસે ઉંઘતા બાળકના જેવી પરિસ્થિતિ છે. –પીએમ, ૧૭ હું ગરીબીમાં મરવું પસંદ કરૂં; પણ જેને વાચન અપ્રિય હોય એ રાજા થવાનું નાપસંદ કરૂં છું. –મેકોલે. ૧૮ આપણને ઉમરાવાની જરૂર નથી પણ ઉમદા ગામેની જરૂર છે. નદી ઉપરને એકાદ પૂલ એ છ બાંધે; પણ જનતાની આસપાસ ફરી રહેલી અજ્ઞાન સ્થિતિ ઉપર એવી ઝળકતી જ્ઞાન કમાન ઉભી કરે છે તેના તેજથી પ્રગતિ અને પ્રચાર પૂર વેગે વધે અને નિરક્ષરતાનો અંધકાર એાસરી જાય. –ારે. ૧૯ શિક્ષણ ને ગ્રંથને સંબંધ ઘણે નિકટને છે; કારણ કે શિક્ષણના શિખરે પહોંચનારાંઓ જે પિતાના તેમજ પરદેશના વિદ્વાનોએ સંચિત કરેલાં જ્ઞાનનો લાભ લીધા ન કરે તો તેમને માનસિક વિકાસ કુંઠિત થઈ જવાનો અને તેમની પ્રગતિ અટકી પડવાની. જગતમાં ચાલી રહેલી અનેકવિધ પ્રવૃત્તિથી માહિતગાર થવાની જિજ્ઞાસાવૃત્તિ ન ખીલે તે લીધેલું શિક્ષણ એળે ગયું સમજવું. પુસ્તકાલયને ઉદ્દેશ એ વૃત્તિને કેળવવાનું અને સંતેષવાના છે, -લોર્ડ હાડિજ, ૨૦ નવરાશની નકામી ઘડીએ વાંચવાની ટેવ પાડે, અને જે વાંચો ચા વાંચતા હે તેની તમારી પોતાની શકિત અનુસાર કિંમત આંકતા રહેવાની સતત ટેવ પાડે. કેઈએ કહ્યું છે તેમ ઉત્તમ પુસ્તક હાથમાં નહિ, પણ ખેાળામાં રાખવું જોઈએ; કારણ કે વાંચતી વખતે વિચારવા, પચાવવા અને તુલના કરવા આપણને વારંવાર અટકવું પડશે. વળી આપણને રસ ન પડે એવું પુસ્તક અધુરૂં છોડી દેવામાં કંઈ નાનમ કે શરમાવા જેવું છે એવી સંકુચિત મનવાળાઓની ભ્રમણાથી દેરવાઈ જવાની પણ જરૂર નથી. બધાં પુસ્તકો બધી પ્રકૃતિને કે સર્વ કાળે અનુકૂળ જ હતાં નથી અને સાચે આનંદ આપે એવાં તરફ વળવું પડે એ સમજી લેવું બહુ જરૂરનું છે. -લૈર્ડ ઇરવિન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પુ॰ સુભાષિત સમુચ્ચય ૨૧ શાળાનું પુસ્તકાલય એટલે બાળવિદ્યાર્થી માટે આધ્યાત્મિક અને સૌંસ્કારિક વૃત્તાંતેાની નવીન દુનિયા; અને શિક્ષકવનાં સાધન તથા શકિતમાં અપૂર્વ અભિવૃદ્ધિ કરનાર પારસમણિ ! શાળાને પેાતાને માટે તે વિદ્યા અને વિદ્વત્તાનું અવનવું વાતાવરણ જમાવે છે, અને બુદ્ધિગમ્ય વસ્તુઓ વિષે તે અભિનવ દષ્ટિ સમપે છે, – લીચ વિલ્સન, ૨૨ સ્વયંપ્રેરિત વિદ્યાર્થીના જીવનમાં અવાચ્ય આનંદ હાય છે. પહેલી વખત જ્યારે મે એક સરસ પુસ્તક વાંચ્યું, ત્યારે મેં એક નવા મિત્ર મેળળ્યે હેાય એમ મને લાગ્યું. મે' પહેલાં વાંચેલું પુસ્તક જ્યારે જ્યારે હું ફરી વાંચવા માંડું છું, ત્યારે ત્યારે મને એમ થાય છે કે જાણે હું કોઈ જુના મિત્રને મળું છું. —આલિવર ગોલ્ડસ્મિથ ૨૩ જે જે સ્થળેાએ સાજનિક પુસ્તકાલયનું અસ્તિત્વ છે ત્યાં ત્યાં માત્ર અમુક વર્ગને માટે જ નહિ, પણ સહજ મળતાં સાધનાને લાભ લેવાની વૃત્તિવાળાં અને શહેરી જીવનની ધમાલમાંથી પુસ્તકાલય દ્વારા વાઙમયના જ્ઞાનપ્રકાશના લ્હાવા લેવા ઉત્સુક એવાં કેઇ પણ યુવક યુવતીને માટે પ્રગતિનાં દ્વાર ખુલ્લાં છે. પુસ્તક વિના શહેરમાં રહેનાર કાઇ પણ શિક્ષિત યુવક યુવતીને ગરીમાઇના જેવી જ પુસ્તકેાની હાડમારી વેઠવી પડે છે. પુસ્તકા વિનાનું શહેર એ અજવાળાનાં સાધન વગરના ગામ જેવુ છે. એચ. એ. એલ. ફીશર, ૨૪ પુસ્તકે એ મિત્રવિહાણાંએનાં મિત્રા છે; અને પુસ્તકાલય એ ગૃહવિહેાણાંઓનુ ગૃહ છે. વાચનના શેાખ તમને હંમેશ મળી શકે તેવી સારામાં સારી સ ંગતમાં લઇ જશે અને જે માણસે એમના ડહાપણના લાભ આપી શકે તથા એમના વિનાદથી આનંદ આપી શકે તેવાં હશે તેમની સાથે વાતચીત કરવા શિકિતમાન મનાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —જી, એસ. હિલા, www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૩૫ ૨૫ શિષ્ટ સમાજને લાભ, નીકર જેઓ ન માણી શકતા હોય તેવા અનેકને પુસ્તકાલય તે લાભ પૂરો પાડે છે. વ્યકિતના ચારિત્ર્ય પર પ્રભાવ પાડનારી વસ્તુઓમાં પુસ્તકાલય એ અગત્યમાં અગત્યની વસ્તુ છે. મનુષ્ય પોતે જે જાતની સેબત સેવતા હોય છે તેના પરથી તે પિછાનાય છે; એટલું જ નહિ પણ તેના સેબતીઓની અસર તેના જીવન પર મસ મોટા પ્રમાણમાં પડતી હોવાથી તેનું જીવન કાં તે વિકસે છે કે પછી કથળે છે. આપણે જે કંઈ શીખીએ છીએ અને આપણે જેવા હોઈએ છીએ, તેને મોટે ભાગ તો આપણી આજુબાજુની પરિસ્થિતિમાંથી અજાણતાં આપણું જીવનમાં ઉતરે હોય છે. –વિલિયમ આર, ઇસ્ટમેન, ૨૬ ગ્રંથ એ ઉત્તમ સેબતી છે. તમે ઈચ્છો ત્યારે જ એ પોતાના સર્વ બેધ સહિત તમારી સમક્ષ આવે છે. તમારી પૂંઠ તે તે કદી જ પકડત નથી; તમારા દુર્લક્ષથી એ ગુસ્સે થતું નથી; તમે બીજા આનંદ તરફ વળે તે તે ઈર્ષાળુ બનતું નથી, અને કશે જ બદલે લીધા કે માગ્યા વિના મુંગે મોઢે તે તમારી સેવા કર્યો જાય છે. તે પોતાના શરીરમાંથી નીકળી તમારી સ્મરણ શકિતમાં પ્રવેશતે જાય છે. તેનો આત્મા ઉડીને તમારામાં દાખલ થાય છે અને તમારા મગજ પર કાબુ જમાવે છે. ર૭ પુસ્તકો એ આત્માની બારીઓ છેઃ આત્મા તે દ્વારા બહાર જુએ છે. પુસ્તકો સિવાયનું ઘર એ બારીઓ સિવાયના ઓરડા જેવું છે. માણસ પાસે પુસ્તક ખરીદવા પૂરતું સાધન હોય તેમ છતાં તેનાં બાળકને પુસ્તકની સંનિધિના અભાવમાં ઉછેરવાને એને હક્ક નથી. એ એને કુટુંબદ્રોહ છે ઃ એ એમને છેતરે છે. –હેવી બીચર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પુસુભાષિત સમુચ્ચય ૨૮ મારા વાચનના પ્રેમને બદલે કેઈ બધાંય મહારાજ્યના તાજ મારી સામે મૂકે તે તેને પણ લાત મારીને હું ફેંકી દઉં. -કેનલીન, ૨૯ હાલમાં મારાં ઘણું મિત્ર છે અને હું તેમને ચાહું છું. પણ તેમના કરતાં સારા વાચનને હું વિશેષ ચાહું છું. -પોપ, ૩૦ કેટલાક ગ્રંથાએ જગતનું કેટલુંયે હિત કર્યું છે અને હજી કર્યું જાય છે. તેઓ જે રીતે આપણે આશા, હિંમત અને શ્રદ્ધાને જગાડે છે, દુઃખ મટાડે છે, દૂરદૂરના યુગે અને દેશને એક બીજા સાથે જોડી દે છે અને સ્વર્ગમાંથી સત્યને લાવે છે એ સર્વેને હું જ્યારે વિચાર કરું છું, ત્યારે હું આવી ઉત્તમ બક્ષિસ મળવા માટે હમેશાં ઈશ્વરને આભાર માનું છું. –જેમ્સ ક્રિીમેન કલાક, ૩૧ આપણે આપણું લેકને છાપેલું ઉકેલતાં શીખવ્યું છે. આપણે એમને કેમ વાંચવું તે હજી શીખવ્યું નથી. આપણે આપણી વિદ્યાપીઠમાં તેમ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ વિદ્યાપીઠમાં પસાર થતી પ્રજાના ટકા પ્રમાણમાં ઓછા જ હેય. વિદ્યાપીઠ ન કરી શકે તે પુસ્તકાલય કરી શકે ને તે એણે જરૂર કરવું જોઈએ. –પ્રિન્સિપાલ ગ્રાંટ બટસન બર્મિંગહામ યુનિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ यो दधाबानमनानां कुर्याद्वाधर्मदर्शनम् । स कृत्स्नां पृथिवीं दद्यात तेन तुल्यं न तद् भवेत् ॥ અથ–અજ્ઞાનીઓને જ્ઞાન આપવું ને તેમને ધર્મદર્શન કરાવવું યાને તેમને ખરાં ખેટાને ભેદ સમજતાં કરવાં, એ સેવાનું પુણ્ય સમગ્ર પૃથ્વીના દાનના પુણ્ય કરતાં પણ ચઢી જાય છે. સમગ્ર પૃથ્વીનું દાન પણ એ સેવાની તેલે આવું નથી. –મનુસ્મૃતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ alchbllo IIf હય એટલે પ્રજા સમસ્તનું સરસ્વતી સાર્વજનિક પુસ્તકાલય એટલે પ્રક STEP IN PLEASE! પુસ્તકાલય એટલે જગત સમયના વિદ્વાનોની રસસામગ્રીનુ' સરહસ્થાન! રવા ન ત ના પુસ્તકાલય એટલે પ્રજામા (૨નાર પ્રગતિ મંદિર! પધારો ! આર્ય સુધારક પ્રેસ-વડોદરા 2300-3-34 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'WWW.umaragyanbhandar.com |