________________
પુસુભાષિત સમુચ્ચય
૩૦ પુસ્તકાલય, વાંચવાની અભિરુચિ તૃપ્ત કરે છે અને સાથે સાથે અભિરુચિ ઉપ્તન્ન પણ કરે છે, એટલે કે કાર્ય અને કારણે એમ ઉભય રૂપે લાભદાયી છે. એટલે દરેક શાળાને અંગે નાનું સરખું પણ પુસ્તકાલય હેય એ જરૂરનું છે.
૩૧ જેટલી જરૂર આપણા શરીરને ખેરાકની છે, તેટલી જ આપણું મનને જ્ઞાનની છે અને તે જ્ઞાન મેળવવા સારૂ દરેક જણ પુસ્તક વસાવી ન શકે, વસાવવાની ઈચ્છા અને શક્તિ હોય તે સંગ્રહી ન શકે, સંગ્રહી શકે તે બહાર બીજાને આપવાની વ્યવસ્થા ન કરી શકે, માટે એ સર્વ કરી શકાય તે સારૂ પુસ્તકાલયો જ જોઈએ; અને તે સાર્વજનિક તેમજ બનતાં સુધી “ફ” હોવાં જોઈએ.
–લેડી વિદ્યાગૈરી નીલકંઠ ૩૨ પ્રજા વર્ગને જીવનમાં ઉપયુકત વિદ્યા અને કલાનાં વિવિધ પ્રકારનાં જ્ઞાન વિજ્ઞાનની ખોટ પૂરી પાડવી અને તેમને ઉત્તરોત્તર અભ્યદય માર્ગ પ્રત્યે આગળ લઈ જવા માટે જોઇતી માહિતી પુસ્તકના રૂપમાં પૂરી પાડવી એ એક યજ્ઞ વિધિ છે.
વાચક વર્ગને પુસ્તક સંગ્રહના વાચન માટે આકર્ષ તેનું વ્યસન લગાડી દેવું, તેમાંથી સાર ગ્રહણ કરવા સમર્થ કરે અને એ ચારને અનુભવમાં ઉતારી લઈ સમાજના કલ્યાણ અર્થે અનુભવનું ફળ પ્રગટ કરીને તેને પ્રસાર કરે એ જ આ યજ્ઞનો પ્રાણ છે. એ ભાવનાના અરિતત્વ સિવાય પુસ્તક સંગ્રહ ઉધાઈના ભોજન રૂપે પરિણામ પામે અને પ્રજાસમૂહ ઉત્તરોત્તર સ્વકર્તવ્યપથમાં આગળ વધવાને બદલે દિવસે દિવસે હીન દશાને પામે.
– શેઠ પુરૂષોત્તમ વિ, માવજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com