________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૭ ઉત્તમ સાહિત્ય દ્વારા આપણે દેશ અને કાળની મર્યાદા તેડીને અનેક લોકો સાથે બુદ્ધિને અને હૃદયનો, વિચાર અને પ્રેરણાને સંબંધ બાંધી શકીએ છીએ.
૮ પુસ્તક દ્વારા પ્રત્યક્ષ વ્યક્તિની દરમ્યાનગીરી વગર આપણે જ્ઞાન, સંસ્કારિતા, આનંદ અને પ્રેરણા મેળવીએ છીએ; છતાં ગ્રંથપાલ, વગરનું પુસ્તકાલય એ મડદા જેવું છે. ગ્રંથપાલ અસંખ્ય ગ્રંથકારે વચ્ચે અને પ્રજા વચ્ચે આધ્યાત્મિક સંબંધ બાંધી આપનાર ગોર છે. ગેરને મૂળ અર્થ જે ગુરુ હોય તે એ ગુરુ છે. પણ ગુરુ કરતાં વધારે એ હિતસ્વી મિત્ર છે, સ્નેહી છે, સુહૃદ છે. શું ચાહવું ને શું પસંદ કરવું એ શીખવનારને જે આપણે કલાધર કહેતા હાઈએ, તે ગ્રંથપાલ એ કલાધર પણ છે. એને નિહેતુક પ્રેમ આખી પ્રજાને જ્ઞાનસમૃદ્ધ, સંસ્કારી અને દીનસેવક બનાવવાને દિનરાત મથે છે.
૯ ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ઉત્તમ ગ્રંથપાલની ચેજના ખૂબ પસંદગીપૂર્વક થઈ હોય તે પ્રજા જોતજોતાંમાં ચડે. જૂને જમાને આજે હિત તે લેકે ગ્રંથપાલને મિત્રવર્ય તરીકે સંબોધત.
–કાકા કાલેલકર
૧૦ માત્ર શાળાએથી જ પ્રજા કાંઈ કેળવાઈ જતી નથી. શાળાઓ તે કેળવણનું પ્રથમ અ ગ છે. જ્યાં સુધી વિધાવધ જાતનાં પુસ્તક પ્રજાને વાંચવા તથા મનન કરવા માટે મળે નહિ, ત્યાં સુધી પ્રજાને મળેલું અક્ષરજ્ઞાન વ્યર્થ છે.
૧૧ શાળાઓ અક્ષરજ્ઞાન આપીને કાર્યની શરૂઆત કરે છે. તે કાર્ય પુસ્તકાલયે અને વાચનાલયો દ્વારા પ્રજામાં સ્થાયી અને સુદ્રઢ થાય છે. પુસ્તકાલય પ્રવૃત્તિ એ કેળવણીનું એક અતિ આવશ્યક અંગ છે.
-કુંવરજી ગે નાયક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com