________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૧૨ નેતરની સેટી વગર કે ચાબુક વિના પણ પુસ્તકો આપણું ગુરુ થઈ ઉપદેશ આપી શકે છે. તેઓ કડવાં શુકન ઉચ્ચારતાં નથી, તેમ શિક્ષણની ફી માગતાં નથી. તેઓની પાસે જાઓ, તે મહેતાજીની માફક તેઓ બગાસાં કે ઝોકાં ખાતાં નથી. તેઓને કંઈ પણ ગુપ્ત માહિતી પૂછશે, તો તેઓ કંઈ પણ સંકેચ રાખ્યા વિના તે કહી દેશે. તમારી ભૂલ પડશે તે તેઓ મશ્કરી કરશે નહિ. તમે અનાડી જણાશે તે પણ તમારી હાંસિ તેઓ કરશે નહિ.
૧૩ પુસ્તકે ખરાં પારસમણિ છે. તમારી પાસે સારાં પુસ્તક હશે, તે તમને દિલોજાન મિત્ર, શુભેચ્છક મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહિ. કઈ પણ ઋતુના રંગમાં કે દશાના ઢંગમાં પુસ્તક તમારા દિલને આશાએશ જ આપશે. ઈતિહાસનાં પુસ્તકો વાંચ્યાથી માથા ઉપર સફેદ પળીયાં આવ્યા વગર ચહેરા ઉપર કરચલી પડયા વગર યુવાનીમાં પુખ પ્રૌઢતા પ્રાપ્ત કરી શકાય છે. કાવ્યની સાથે વિનેદ કર્યાથી વૃદ્ધ પણ યુવાન બને છે. આ બલિહારી પુસ્તકાલયની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com