________________
પુ. સુભાષિત સમુચ્ચય
૧૪ પુસ્તકાલય એ એક મહાન પૂજનીય સરસ્વતી મંદિર છે. એના ઉપાસકે એ ખરા પૂજ્ય દ્વિજ ગણવા જોઈએ. આપણા હિંદુશાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણોને જ માત્ર દ્વિજ માન્યા છે. એટલે તેઓ બે વાર જન્મેલા-એક વખત જન્મકાળ પ્રસંગે અને બીજી વખત ઉપવીત ધારણ પ્રસંગે પુનર્જન્મ પામેલા-ગણાય છે. અંગ્રેજી મહાન કવિ કીના એક કાવ્યમાં, કે જેમાં એણે મહાન ગ્રીક કવિ હોમરની આરાધના કરી છે, તેમાં એણે કવિઓને દ્વિજ ગણ્યા છે. તેઓનાં કાવ્યો અને રસિક પુસ્તકે અમર રહે છે. અને તે કાવ્યો
જ્યારે જ્યારે વંચાય ત્યારે ત્યારે તે કવિઓ માનસજન્મા બની, તેમની કલ્પનાની કૃતિઓને ફરી ફરી જન્મ થતે સુંદર રીતે કેલ છે. આ પ્રમાણે ગણતાં, પુસ્તકાલય તે દ્વિજને બદલે અનેકજ ગણાયઃ એટલે કે મહાન પુરૂષોના અનેક વેળા જન્મ થવાનું તે સુવાવડખાનું અગર માનસિક પ્રસૂતિગૃહ છે. એ કલ્પનાથી પણ પુસ્તકાલયો એટલે જગજનની સરસ્વતીનાં મંદિરે એમ ગણું આપણે પૂજ્યભાવ તેમની તરફ વધો જોઈએ.
–સર મનુભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com