________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૧૫ પુસ્તકાલય એટલે જ પ્રગતિ; પ્રગતિને વિચાર હમેશાં પ્રગતિમાન હોય; એ વિચારને અંત ન હોય.
૧૬ નિશાળનું કાર્ય પૂરું થાય ત્યાંથી જ પુસ્તકાલયનું કામ શરૂ થાય. જ્ઞાનમાર્ગ આપણે ખુલે કરવાનું છે. એ જ્ઞાનમાર્ગ જેમ બને તેમ વધારે મોકળ રહે એ હર હમેશ આપણે યાદ રાખવાનું, અને એ જ્ઞાનયાત્રામાં વધુ ને વધુ જાત્રાળુઓને નિમંત્રણ કાઢયા કરવાનું છે.
૧૭ લોકશાસનના આ જમાનામાં લોકેએ બરાબર કેળવાવું જોઈએ. તાલીમ વગરની પ્રજા કોઈ પણ જાતના અધિકાર કે હક્ક માટે લાયક ન હોઈ શકે. શિક્ષણ કાંઈ નિશાળેથી સમાપ્ત થઈ જ જાય; તેમ વ્યવસાયમાં પડયાથી તેનો અંત પણ ન આવવા દે જોઈએ. જ્ઞાન હમેશાં વધારવું જોઈએ; જ્ઞાનને કોઈ જાતની સીમા નથી. દષ્ટિમર્યાદા વિશાળ હોય તો જ સત્યનું ધન થઈ શકે. એક સત્ય પછી બીજું સત્ય એમ પરંપરા લાધતી જાય, ને આપણું જ્ઞાન કસોટીએ ચઢતું જાય : આમ જ જીવન ઉદાત્ત બનતું રહે.
જોઈએ. જ્ઞાસાયમાં પડયાથી શુ કાંઈ નિશાળ અધિકાર કે
૧૮ પુસ્તકાલયેથી સત્યયુગ આવી જશે એમ હું કહેતે નથી; પરંતુ તેનાથી મનુષ્ય માત્રા વધારે ઉદાર, વધારે જ્ઞાનસંપત્તિવાળે અને વધારે સંતેષી અને તેટલા માટે વધારે સુખી જરૂર થવાનો. પુસ્તકાલયની અંદર તેને સારી દુનિયાની મહાન વિભૂતિઓનું એાળખાણ થવાનું, અને ભૂતકાળના અને વર્તમાનના સંતેને સમાગમ લાધવાને તે પછી એનું ચારિત્ર્ય સુધર્યા વિના કેમ જ રહે?
–મભાઈ હ. કાંટાવાળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com