SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર સુભાષિત સમુચ્ચય ૧૭ ૪૮ જેવી તમારી અભિરુચિ તે પ્રમાણે પુસ્તકાલયમાં તમને જ્ઞાન મળી શકે છે. આપણું પ્રાચીન ઋષિમુનિથી માંડીને ત્યાં દરેક દેશના સમર્થ વિદ્વાને અને ફીલસુફેને તમે વિના સંકેચે મળી શકે છે. પુસ્તકાલયેમાં વર્ણભેદ કે જાતિભેદ, જે જીવતા મનુષ્યમાં જોવામાં આવે છે, તે હેતું નથી. શેકસ્પીઅર સાથે કાલિદાસ અને પ્રેમાનંદ ભ્રાતૃભાવથી રહી શકે છે. આવું પુસ્તકાલય, તમારા સેવક તરીકે, તમે ચાહે તે વખતે તમારી કરી બજાવે છે, મિત્ર તરીકે તમને સલાહ આપી શકે છે, ગુરુ તરીકે શિક્ષણ આપી શકે છે, તમારા પ્રતિપક્ષી તમારી સાથે વાદાથે પણ કરી શકે છે. તમે તેને માટે ગમે તે મત બાધે તે બાબત તે ઉદાસીન હોય છે. ઈશ્વરના અંશ રૂપ પુસ્તકાલય છે, એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ થતી નથી. –બાપુભાઇ ધે, દેસાઈ, ૪૯ જગતમાં જે સ્થાન ગુરુઓને આપી શકાય છે અને અપાવું જોઈએ, તેના કરતાં જરા પણ ઓછું નહિ એવું સ્થાન ગ્રંથપાલોનું છે. માતૃદેવો અવા વિશે મારા સારાર્થ જવા એ ભાવના સાથે પ્રથur મા ! એ ન ઉમેરીએ ત્યાં સુધી એ વાકય અપૂર્ણ રહે છે. ખરે ગ્રંથપાલ ખરા ગુરૂની પેઠે અનેક આકર્ષણ રચી તેને પુસ્તકાલયે પ્રતિ આકર્ષી શકે. –હરિલાલ ગ. પરીખ. પુસ્તકાલયોમાં વધુ પુસ્તક વંચાય તેમાં ઈતિકર્તવ્યતા નથી. ભલે ઓછાં વંચાય પણ સારાં વંચાય તે જ લાભ છે; નહિ તે હાનિ છે. –પ્રતાપરાય ગિ, મહેતા પુરુ પ્રાચીન સમયમાં બ્રાહ્મણે જગદ્વંદ્ય ગણતા હતા. તે સમયમાં બ્રાહ્મણ એટલે જ્ઞાનની પરબ, વિદ્યાના ભંડાર, જ્ઞાનના ભંડાર, ચારિત્રના આદર્શ અને જગમ તીર્થધામ (living travelling libraries) એ રીતે સઘળી વાતેના નિષ્કર્ષ તે બ્રાહ્મણે. કાળના બળે આજે આપણે એથી ઉલટું જ જોઈ રહ્યા છીએ. તે વખતે બ્રાહ્મણ વગરનું કેઈ ગામ હોય જ નહિ, અને હોય તે તે સ્મશાનવત્ જ મનાતું. હવે આજના જમાનામાં બ્રાહ્મણને સ્થાને અમુક અંશે પુસ્તકાલય છે. એટલે કઈ પણ ગામ પુસ્તકાલય વગરનું ન હોવું જોઈએ. જ્યાં પુસ્તકાલય ન હોય એટલે જ્ઞાનની પરબ નહોય તે ગામ સ્મશાનવત્ જ મનાવું જોઈએ. -નટવરલાલ ગિ. શાહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035276
Book TitleSubhashit Samucchay
Original Sutra AuthorN/A
AuthorVadodara Rajya Pustakalay Parishad Mandal
PublisherPustakalay Sahayak Sahakari Mandal
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy