________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૪ ધાર્મિક, રાજદ્વારી કે સામાજિક ભેદભાવ રાખ્યા વગર તમામને ઉચ્ચ આનંદ અને તલસ્પર્શી જ્ઞાનની શોધ માટે એકત્ર કરે એવું સ્થાન પુસ્તકાલય છે. વતન પ્રત્યેની મમતાના પાયા રૂપ સ્થાનિક સાર્વજનિક હિતના કામ માટે સહમાં તે એક સરખી ધગશ ઉત્પન્ન કરે છે.
૫ જે પુસ્તક ધ્યાનપૂર્વક વંચાયું, વિચારાયું તે આપણું થઈ ચૂકયું. પરિચય વધારવા માંડીએ ત્યાર પહેલાં બધી વખત મિત્રની અગાઉથી પસંદગી થઈ શકતી નથી, પરંતુ પુસ્તકની તે કેઇ પણ વખતે પહેલેથી પસંદગી થઈ શકે છે. જગતે આજ સુધીમાં જાણેલાં શ્રેણ, સૈાથી વધારે ડાહ્યાં સ્ત્રી પુરૂષ સાથે દહાડામાં થેડી ઘણું મિનિટે ધારીએ તે સુખેથી ગાળી શકાય.
૬ સંસ્કારી અને શિષ્ટ ગણાતા સમાજના સહવાસમાં આવતાં આપણે એક જાતને આત્મસંતોષ અનુભવીએ છીએ. નિર્દોષ અને વિચારચમત્કૃતિવાળું પુસ્તક વાંચતાં આપણું સ્વમાનવૃત્તિ વધારે પ્રમાણમાં જાગૃત થવી જોઈએ, કારણ કે એવે વખતે તે આપણે સંતેના સહવાસમાં આવીએ છીએ.
૭ હમેશાં કાંઈ આપણે આપણા સાથીઓ પસંદ કરી શક્તા નથી; પરંતુ તમારાં પુસ્તકે તે તમે હરહમેશ પસંદ કરી શકે છે. જે તમારી મરજી હોય તે, જગતમાં કઈ પણ સમયે વિખ્યાત થઈ ગયેલાં ઉત્તમમાં ઉત્તમ અને ડાહ્યામાં ડાહ્યાં નરનારીઓ સાથે દરરોજ થડી પળે તમે ગાળી શકે છે. તમારાં જાણતાં મનુષ્ય, તમે કહેલી અને કરેલી બાબતે અને તમારાં વાંચેલાં પુસ્તકે, એ બધાં હવે તે તમારું એક અંગ જ થઈ પડ્યાં છે.
૮ મિત્ર મેળવવા હમેશ સુલભ નથી હોતું, પરંતુ પુસ્તક સંબંધી તેમ નથી. તમારી ઈચ્છા હોય તે પુસ્તક દ્વારા તમે દરરોજ કેટલેક સમય દુનિયાનાં શ્રેષ્ઠ અને ડહાપણભર્યા સ્ત્રી પુરૂષની સંગતિ મેળવી શકે,
–જે સી ડાના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com