________________
પુ. સુભાષિત સમુચ્ચય
૨૫ ૮૨ પુસ્તકને છૂટથી વપરાશ થાય, એ જ પુસ્તકાલયને ઉદ્દેશ હોય. વપરાયા વગરનાં નકામાં કબાટમાં સડયાં કરે એ પુસ્તક ગામમાં હોય તે યે શું ને ન હોય તે યે શું? એવાં પુસ્તકોવાળું પુસ્તકાલય એ પુસ્તકાલય કરતાં પુસ્તકનાં સંગ્રહસ્થાનના નામને જ વધારે ઉચિત લેખાય.
–ના, નં. ચોકસી. ૮૩ પુસ્તકાલય શારદા મંદિર છે. તેમાં પાષાણની પ્રતિમાનાં પૂજન અર્ચન નથી. તેમાં અનુભવીઓનાં અનુભવરહસ્ય-માર્ગ ભૂલ્યાને માર્ગ દર્શન કરાવતાં અનુભવ રહસ્ય જાય છે; જનતા તેમાંથી પ્રેરણા મેળવે છે; પિતાના પંથને ઓળખે છે, ને એ રીતે રાષ્ટ્રચેતનનાં બાલપાદપે કુલે છે ને ફરે છે.
-મનસુખલાલ મગનલાલ ઝવેરી ૮૪ ગામનું પુરતકાલય એ ગામના બુદ્ધિવૈભવનું પ્રદર્શન છે. ગામનું પુસ્તકાલય એ ગામ અને જગતને સુસંગ છે. પુસ્તકાલયના ટેલીસ્કોપથી ગામ જગતને જુએ છે, અને તે દ્વારા જીવનના સંદેશા ઝીલે છે; આમ ગામ જગતની સાથે જીવે છે.
–ઇન્દ્રપ્રસાદ દ. ૮૫ નાનાં ગામડાંથી માંડીને મોટાં શહેરોમાંનાં પુસ્તકાલયમાં મનુષ્ય પ્રેમની ભાવનાથી જાયલાં પુસ્તકે ઉભરાય અને તેનું વાચન બહોળા પ્રમાણમાં ફેલાય, તે જ કેમીવાદનાં ઝેર ઓસરી હિંદના પ્રજાજીવનમાં અમૃતનું સિંચન થઈ શકે.
–રાજેન્દ્ર એમનારાયણ દલાલ ૮૬ પુસ્તકાલયો ગુરુની ગરજ સારે છે. બુદ્ધિપૂર્વક તેમને ઉપચેચ થાય તો તેઓ જીવનમાં ઉલ્લાસ ને પ્રગાઢ શાંતિ પ્રેરે છે. ગુરુ જીવતાં સુધી જ્ઞાનના દાન કરે છે, ત્યારે ગ્રંથાલયમાં તે જ્ઞાનના અખૂટ ભંડાર કાયમ માટે ચિકાર હોય છે ને કેઈ જાતની લાલચ કે લેભવૃત્તિ વિના પરમાર્થ રીતે દુઃખીને દિલાસાનું સાધન પૂરું પાડે છે. એવાં પુસ્તકાલયને લાભ તે કેમ જાતે કરાય?
– શેઠ શ્રી ચીમનલાલ ગિરધરલાલ (ઝવેરચંદ લક્ષ્મીચંદવાળા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com