________________
પુસુભાષિત સમુચ્ચય હ૪ જો વાચનાલય કે પુસ્તકાલયની સારી મહત્તા સમજાય તે ગ્રામ સુધારણના વિકટ પ્રશ્નનને ઘણે સરળ કરી શકાય. ગ્રામ સુધારણની બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર વાચનાલય અથવા પુસ્તકાલય બનાવી શકાય. ગામના લોકો તલાટીના અધિકારને નમશે, વેપારીની લક્ષ્મી તરફ મોહ રાખશે, પરંતુ શિક્ષકને તે સૌ ચાહશે. માટે શિક્ષકોએ જ ગ્રામ સુધારણાના કાર્યમાં અગત્યનો ભાગ ભજવ જોઈએ. ડેન્માર્કમાં જે ઉત્કાન્તિ પિટનબર્ગ નામના શિક્ષકે કરી હતી, તે ઉત્ક્રાન્તિ ગામડાંના શિક્ષકે કરી શકે. વાચનાલય કે પુસ્તકાલય તે ગામડાંની ઉન્નતિની સાચી ચાવી છે. શું આ ચાવીને ઉપયોગ પણ શિક્ષકો નહિ કરે?
–દુર્ગાશંકર કલ્યાણજી.
૭૫ સારું પુસ્તક તે એ છે કે જે વાંચ્યા પછી આપણું હૃદય સાત્વિક આનંદ અનુભવે અને તેના વિચારેથી આપણને વધારે વિચારશીલ, વધારે દીર્ઘદશી અને ચારિત્રશુદ્ધ બનવામાં સફળતા મળે.
૭૬ બજારમાં મળતી બધી ચીજો જેમ ઘરમાં વસાવાય નહિ કે વપરાય નહિ, તેમ છપાય તેટલાં બધાં પુસ્તકે પુસ્તકાલયમાં લવાય નહિ તેમ વંચાય પણ નહિ. એટલે પુસ્તકની અનિવાર્ય જરૂર અને તેથી પુસ્તકાલયની પણ જરૂર આપણે સ્વીકારીશું; પણ પુસ્તકો વાંચવામાં અને સંગ્રહવામાં આપણી દષ્ટિનું સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ.
૭૩ પુસ્તકોને મેટામાં મોટો ઉપયોગ વાચકને જીવનમાં પ્રેરણા આપવી, તેનામાં રહેલી સવૃત્તિઓને ઉત્તેજન આપવું અને કુવૃત્તિઓને શુદ્ધ કરવી એ છે. તેથી ઉતરતે પુસ્તકને ઉપયોગ નવરાશના વખતમાં માણસના ચિત્તને સદ્દવિચાર તરફ દેરવું એ છે.
–અત્તમ છ, શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com