Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૨૬ પુ॰ સુભાષિત સમુચ્ચય ૧ ૮૭ સારા ગ્રંથા ચારિત્ર્યને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકા આનદોને મેહ મટાડે છે અને આપણને ઉંચકીને વિચાર અને જીવનની ઉચ્ચ ભૂમિકા પર મૂી દે છે. ર ૮૮ આપણે ગરીબ હેાઇએ, સમાજથી તિરસ્કારાયેલા હાઇએ અને સંત સમાગમની તક ન મળતી હોય, છતાં પણ પુસ્તકને તે આપણે આપણા ઉત્તમેાત્તમ મિત્રો બનાવી જ શકીએ અને સ યુગાના મહાન આત્માએ સાથે ધરાઇ ધરાઇને વાર્તાલાપ કરી શકીએ. 3 ૮૯ પ્રજાએ ઉન્નત અને અવનત થાય છે, શહેર નાશ પામે છે, વિશાળ સામ્રાજ્યેા પાયમાલ થઇ જાય છે; પરંતુ તેઓના સમસ્ત ભૂતકાળ પુસ્તકામાં વિદ્યમાન હેાય છે. એકવારના બળવાન અચાધ્યાના, હસ્તિનાપુરના, મગધના અને ગ્રીસ તથા ઇરાનના ખધે ભાગ પુસ્તકામાં રહેલા છે. તેમનાં લશ્કરી અને શીલ્પકળા નષ્ટ થઇ તેનાં માત્ર થોડાં ખડેરા જ આજે ઉભાં છે; પણ તેનાં પુસ્તકા તેા સદાકાળ રહી મનુષ્ય પર અસર કર્યાં જ કરશે. ૪ ૯૦ આપણા દેશના પ્રત્યેક ઘરમાં જે ઉત્તમેાત્તમ પુસ્તકાના સંગ્રહ હાય તે। આપણી સંસ્કૃતિમાં કેટલે મેટા ફેરફાર થઇ જાય ! ૫ ૯૧ ગમ્મત મેળવવાનું બીજી કાઇ પણ સાધન વાચનના જેટલું સસ્તું નથી અને કાઇ પણુ આનંદ એના જેટલા ટકાઉ હેાતા નથી. ૯૨ જરૂર પડે તેા થીંગડાં દીધેલાં કપડાં અને સાંધેલા જોડા પહેરો પણ પુસ્તકે લેવામાં કંજુસાઇ કરશેા નહિ. તમારાં બાળકેાને ખીજી રીતે શિક્ષણ ન આપી શકે તે હશે, પણ તેમને થોડાંક ઉત્તમ પુસ્તકો તે જરૂર આપો કે જેના સદુપયોગથી તે ઉન્નત થઇ માન મેળવે. જે ખાળકોના હાથમાં ઉપયોગી ગ્રંથે આવે છે, તેઓ ગરીબમાં ગરીબ હોય તે પણ શાળા જેટલુ` કે તેથી વધારે શિક્ષણ મેળવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાગ્યના સૃષ્ટાઓમાંથી, www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38