________________
૨૪
૨૪
પુ. સુભાષિત સમુચ્ચય ૭૮ નાનું શું મકાન, નાનેરો બગીચે, એક ખૂણે કુ, તુલશીના કયારા, નાનું એવું કમ્પાઉન્ડ, રેતી પાથરેલો ચેક અને વચમાં ચારે અથવા ત્રણે બાજુ છૂટી ઓસરીવાળું બેઠી બાંધણનું મૌક્તિક જેવું નિર્મળ મકાન, જેના અંદરના ભાગમાં સ્વછ સાદે સામાન અને ચેતનાપ્રેરક પુસ્તકને સંગ્રહઃ આટલું જ્યાં વિદ્યમાન હાય અને તેમાં રસતરબળ ઉમંગી પુસ્તકાધ્યક્ષ નિવાસ કરતો હોય, તે એ સંસ્થા આગળ વિશ્વનાં વિશ્વવિદ્યાલય પણ ડૂલ છે !
–પ્રતાપરાય ક. બુચ,
૭૯ કારીગર માત્રને પિતીકાં ઓજારે અને કારખાનાને ખપ પડે છે. તેમના વગર તેમનું ટટ્ટ લવલેશ ચાલતું નથી. વિદ્યાથીઓની બાબતમાં પણ તેમજ સમજવાનું છે. પુસ્તકે એ તેમનાં ઓજારો છે ને પુસ્તકાલય એ તેમની પ્રયોગશાળા છે; પરંતુ પુસ્તકે એ નુસ્તાં એજાર કરતાં વિશેષ ગ્યતા ધરાવે છે.
–ડૉ. બ્રહ્મચારી,
૮૦ સંસ્કૃતિને લેશમાત્ર પણ દાવ ધરાવનાર સુધરેલા ગણાતા દેશમાં લેકે સહેલાઈથી લાભ લઈ શકે એવાં સાર્વજનિક પુસ્તકાલયો નિભાવવા એ રાજ્યની ફરજ છે.
–રા, બા, ડૉ. મોતીસાગર,
૮૧ વિદ્વત્તા અને જીવનના અનુભવોથી ઓપતાં, મહાન બુદ્ધિશાળી પુરૂષનાં વચનામૃતેના સંગ્રહ, એજ પુસ્તકાલય! દુઃખમાં દિલાસે દેનાર, જીવનના અટપટા માર્ગમાં સારો અને સરળ પંથ દર્શાવતાં પુસ્તકને સમૂહ, એજ પુસ્તકાલય! મનુષ્યની બુદ્ધિ, નીતિ અને ચારિત્રને પોષક એવાં પુસ્તકને સંચય, એજ પુસ્તકાલય! આવાં પુસ્તકાલય ગામડે ગામડે ને ઘેરે ઘેર હજો !
–હરિત પી. દેસાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com