Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ ૫૦ સુભાષિત સમુચ્ચય ૬૪ ફરતાં પુસ્તકાલયે એ પણ એક આશિર્વાદાત્મક સંસ્થા છે. સારાં સારાં પુસ્તક એ રીતે દેશને ખૂણે ખૂણે ફરી વળે અને પ્રજાને ઘેર બેઠાં તેને લાભ મળે, એ કેળવણીને માટે કેટલું બધું ઈષ્ટ છે? પ્રજાને એકલા અક્ષરજ્ઞાનને થડે જ ઉપગ છે. અક્ષરજ્ઞાન પછી જે ઉંચા પુસ્તકે તેને પૂરાં પાડવામાં ન આવે તે એ અક્ષરજ્ઞાન નિરર્થક નીવડે છે, અગર છેક ભૂલી જવાય છે. ફરતાં પુસ્તકાલયે, તેટલા માટે પ્રજાની જાગૃતિમાં મહત્વને હિસ્સો આપી શકે છે. –ભા. કા, ભાટે ૬૫ આપણે ત્યાં સંતતિ વગરના ધનાઢય લેકે પિતાની હયાતિમાં જ અગર વસીયતનામું કરી પોતાની સ્થાવર જંગમ મિલ્કત ઠાઠમાઠથી રહેનાર અને મેજમજાહ ઉડાવનાર પિતાના ધર્મગુરૂને અર્પણ કરી દે છે, અગર પોતાની પાછળ ન્યાતે કરવામાં, લહાણું કરવામાં અગર તેવા બીજાં બિનજરૂરી કામમાં ખર્ચાવી નાખે છે; તેને બદલે આજના સમયમાં જનસમાજનું ખરું કલ્યાણ કરનારી પુસ્તકાલય, શાળા, કે દવાખાનાની સંસ્થા ઉઘાડવા કે ચાલુ હોય તેને મદદ કરવાને આપતા હોય તે તેમના ધનને સદુપયોગ થાય એટલું જ નહિ પણ તેમનું નામ પણ અમર રહે. પરિણામે કઈ ગામ ભાગ્યેજ એવું રહે કે જ્યાં સારું અને સગવડવાળા મકાન સાથેનું દૈનિક, માસિક અને ઉપયોગી પુસ્તકોથી ભરપૂર પુસ્તકાલય થયું ન હોય. –રા. બા. ગોવિંદભાઈ હ. દેસાઈ ૬૬ વાચનનું સુખ ઘણું પુસ્તકોથી નહિ પણ ઘણું વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે, તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની પણ ખાસ આવશ્યકતા છે. અતિથિઓને-મિત્રોને હું ઘણાં પુસ્તકો બતાવીને તે નહિ પણ ઉત્કૃષ્ટ પુસ્તકની સાથે મારે ગંભીર પરિચય બતાવીને આનંદ આપી શકું, અને એગ્ય ભાગે દેખાડીને મારાં ચેડાં પુસ્તકમાં પણ વાંચવાનું ઘણું છે એની પ્રતીતિ કરાવી શકે. –મણશિંકર રત્નજી ભટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38