Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal

View full book text
Previous | Next

Page 19
________________ પુ. સુભાષિત સમુચ્ચય ૫૭ પુસ્તકાલય ઘરને શણગાર જ નથી પણ માનવ જીવનનું મહા ઉપયોગી અંગ છે. ત્યારે આપણાં પુસ્તકાલયે હાલ દીન, સુસ્ત અને અવ્યવસ્થિત દશા કેમ ભગવે છે ? ૫૮ પુસ્તકાલય પ્રજાની સ્થાવર-જંગમ મિલકત છે-વારસો છે. એમાં પ્રજાગણને પ્રાણ છે, ઈતિહાસ છે; લેકદષ્ટિ અને લેકરિદ્ધિ છે. ૫૯ નિરોગી ખોરાક અને સંસારવ્યવહારની બીજી જરૂરત ઉપરાંત દરેક માનવ આત્માને મેગ્ય વયે મેગ્ય પુસ્તક મળી શકશે, ત્યારે જ સમાજબંધારણ દઢ, સુખદ, અને વ્યવસ્થિત બનશે. ૬૦ સ્વ. કલાપી પુસ્તક પ્રેમી તે હતા ખરા; પણ પુસ્તકના ખરેખરા ભકત હતા. સંસારકલુષિત એમના જીવનની ભાવના આ રહીઃ જીવીશ બની શકે તે એકલાં પુસ્તકથી” ૬૧ વાચન એ નિર્દોષ, સુંદર ને શાન્ત પ્રવૃત્તિ છે. બેચેનીમાં કે ઉદાસીમાં, કામથી થાકીએ કે વિચાર કરીને કંટાળીએ ત્યારે વાચન મધુરે આરામ આપનાર બને છે. કપરી નિરાશાની ઘડીઓમાં પણ વાચન એવી તે ઉત્તેજના ને ભાવના સીંચે છે, કે જે જીવનનું નવું ઘડતર કરે છે અને તેને નવેસરથી એપ આપે છે. ૬૨ દરેક સંસ્કારી અને સુશિક્ષિત ઘરમાં સારા પુસ્તકનું પવિત્ર સ્થાન–સુઘડ અને સુંદર પુસ્તકાલય-હાવું જ જોઈએઃ મેટેરાંને પિતાનું પુસ્તકાલય, કુમાર કન્યાને એમનું પુસ્તકાલય અને બાળકને બાળકનું પુસ્તકાલય. શરીરને જેમ ઘર છે તેમ જ મનને એનું પુસ્તકાલય છે. ૧૩ ૬૩ પુસ્તક ત્રિકાશશી અને ભવિષ્યજ્ઞાતા છે. કોઈ ન જોઈ શકે તે દષ્ટિ પુસ્તકમાં છે. કેઈન સમજે તે રહસ્ય તેમાં છે. કેઈ નહિ હશે ત્યારે ય પુસ્તક હશે. કેઈનહિ બોલે ત્યારે પુસ્તક બેલશે. પુસ્તક પ્રજાના ઈતિહાસને વહીવંચે છે અને પ્રારબ્ધને જ્યોતિષી પણ છે. – દેશળજી પરમાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38