________________
પુ. સુભાષિત સમુચ્ચય
જ પુસ્તકાલય તે તે જ કે જેના પ્રભાવે ગામમાંથી ઝેર, વેર અને કુસંપ દૂર થાય, ભાઈચારાની લાગણું વધે, કેળવણું અને જ્ઞાનની વૃદ્ધિ થાય, મનુષ્યને મનુષ્યનું ભાન થાય, અને બાલક, સ્ત્રી, યુવાન તેમ વૃદ્ધને તેની દરેક પ્રવૃત્તિમાં પિષણ મળે.
૪૫ આપણું સામે આપણું ફરજો અને જવાબદારીઓને ઢગલો પડે છે. પુસ્તકાલય એ એવા ઢગલાને પહોંચી વળવાની ચાવી છે, તેને હું અલાદીનના દીવાની ઉપમા આપું છું અને એ દી એક વખત સાધ્ય થશે કે પછી તમે જે તેની પાસે માગશે તે તમને આપોઆપ જરૂર મળી રહેશે.
૪૬ ગરીબોને અન્નની મદદ કરવાને માટે સદાવ્રત રાખવાની આપણું પ્રથા ઘણું જુની છે અને તે હજુ આપણે રાખી રહેલા છીએ. પાણીની તરસ મટાડવાને માટે ગામેગામ અને રસ્તે રસ્તે આપણે ત્યાં પર ઉઘાડવામાં આવે છે; પણ આત્મતત્વ અને શરીરતવ એ બંનેના પિષનારા આ જ્ઞાનનાં સદાવ્રતે કે જ્ઞાનની પરબ ગામેગામ અને મહેલે મહેલે નીકળવાની જરૂર છે.
૪૭ પુસ્તકાલય એ વર્તમાન તથા ભૂતકાળને એક કરી નાખે છે. કાર્લાઇલ જેવા સમર્થ વિદ્વાને વર્તમાનકાળને ભૂતકાળને સરવાળે કહે છે. જ્ઞાનમંદિરના આ મહાસાગરમાં મનુષ્ય જીવનનાં અનેક પ્રકારનાં જ્ઞાનની નદીઓ એકઠી થાય છે. સાહિત્ય, ફીલસુફી, વિજ્ઞાન, ઇતિહાસ, સ્થાપત્ય, કાવ્ય, નાટકો વગેરે વગેરે અનેક બાબતમાં મનુષ્ય ભૂતકાળમાં મેળવેલું જ્ઞાન પુસ્તકાલયમાં તમારી સાથે પુસ્તક રૂપે ઉભેલું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com