________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૧૫
૪૦ પુસ્તકાલયનું મહત્વ કેઈને અજાણ્યું નથી. પ્રજાની પ્રગતિ તેના સંસ્કારથી મપાય છે. એ સંસ્કારનું પ્રતિબિંબ પ્રજાના સાહિત્યમાં પ્રજાના વાલ્મયમાં ઝીલાય છે. એ પ્રતિબંબને પુસ્તકો સંગ્રહે છે, અને રક્ષે છે–પછી તે પુસ્તકે શીલા ઉપર કતરેલાં હોય, તાડપત્ર ઉપર લખાયાં હોય કે સફાઈદાર કાગળ ઉપર છપાયાં હોય; અને એવાં પુસ્તકોને સંગ્રહ એ આપણા સંસ્કારને હેય; અને એવાં પુસ્તકને સંગ્રહ એ આપણું સંસ્કારને સંગ્રહ બની જાય છે. પુસ્તકાલય એટલે પ્રજાસંસ્કારને ભંડાર!
૪૧ પુસ્તકાલય એ એક એવી સમદર્શી સંસ્થા છે કે તેમાં સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, બ્રાહ્મણ કે અબ્રાહ્મણ એ સર્વને સરખો સમાસ થઈ જાય. એ એક મહા પવિત્ર અને પૂજનીય શારદામંદિર છે.
૪૨ પુસ્તકાલય વગર પ્રાથમિક કેળવણું તે નિષ્ફળ જ નીવડે. વળી, શાળાઓ અને પાઠશાળા વિદ્યાથીને અમુક ભૂમિકાએ પહોંચાડયા પછી તેને સંઘરતી નથી, ત્યારે પુસ્તકાલય તો વિદ્યાથીની જીવન ભરની પાઠશાળા છે.
૪૩ પુસ્તકાલય વગરનું ગામ એટલે હાયંત્ર વિનાનું વહાણુ. જે પ્રજાને નિત્ય બનતા બનાવની ખબર નથી તે પ્રજા આગળ વધી શકતી નથી. જે પ્રજા અભણ છે તે પ્રજા અંધકારમાં છે. ઉદારમાં ઉદાર રાજ્યબંધારણ તળે પણ અજ્ઞાન પ્રજા તે બંધનમાં જ રહેવાની. એ અજ્ઞાન–એ અભણપણું–નાબુદ કરવું એ એકલો રાજધર્મ છે એમ જ નહિ; એ તો એક મહાપુણ્યનું કાર્ય છે.
રમણલાલ વ. દેસાઇ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com