________________
૧૪
પુત્ર સુભાષિત સમુચ્ચય
૩૬ જેમ રેટી વિનાનું શરીર કૃશ થઈ થઈને છેવટે નકામું થઈ જાય છે, પણ જેને ભૂખે મરનાર જેમ આત્મહત્યા કરે છે, તેમજ જ્ઞાન વિના ચૈતન્યદેહને ભૂખે મારનાર પણ આત્મઘાત જ કરે છે.
આત્મઘાતી પુરુષ અસૂર્ય અંધતમસાવૃત લોકમાં જાય છે.” એ ઉપનિષદનું વાકય તેને પણ લાગુ પડે છે, કદાચ તેને જ વધારે લાગુ પડે છે.
૩૭ સામાન્ય વ્યવહારમાં જેમ સાધનેના જ્ઞાનની જરૂર છે, તેમ માનવ સ્વભાવ જાણવાની, તેની શકિત અને શકયતાના જ્ઞાનની, અને તેની ઉપરની જ્ઞાનજન્ય આસ્થાની પણ એટલી જ જરૂર છે. આપણું નેવું ટકા દુખે તે માણસ માણસને સમજાતું નથી તેથી જ ઉભા થાય છે તે સર્વ દૂર કરવાને જ્ઞાનની જરૂર છે.
૩૮ દરેક પુસ્તકાલયમાં દરેક વિષયનાં પુસ્તક હોવાં જોઈએ. અમુક વિષયના વાંચનારા ઓછા છે માટે તેવાં પુસ્તકે ન લેવાં એ દલીલ ખાટી છે. જ્ઞાનની બાબત માગ અને ઉત્પન્નના અર્થશાસ્ત્રના નિયમ ઉપર છેડી શકાતી નથી. અમુક શાસ્ત્રીય જ્ઞાનની જિજ્ઞાસા ન હોય તે અનેક સાધનથી તે ઉલટી ઉત્પન્ન કરવી જોઈએ. હલકા સાહિત્યની ખપત વધારે છે એ એવું સાહિત્ય લેવાને લેશ પણું કારણ નથી. જિજ્ઞાસા તૃપ્ત થવાને પથ્ય પુસ્તક હોવાં જોઈએ.
૩૯ નહિ પારું કરતાં ઝેરવાળું પાણી પણ સારૂં” એ જે ખરૂં હાય, તે જ નહિ વાચન કરતાં ખરાબ વાચન સારૂં” એ ખરું કહેવાય,
– રામનારાયણ વિ. પાઠક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com