________________
૧૦
૫૦ સુભાષિત સમુચ્ચય ૨૩ “પુસ્તકાલય એ એશઆરામની વસ્તુ નથી; એ થોડા સંસ્કૃત માણસ માટે નથી; એ કેવળ વૈજ્ઞાનિક માટે નથી; એ કઈ બુદ્ધિવાળા સંપ્રદાય કે એક જ કઈ સાહિત્યિક સમૂદાય માટે નથીઃ એ મહાન, વિશાળ, વ્યાપક, સાર્વજનિક શ્રેય સાધનાર સંસ્થા છે. એ આખી જનતાને ઉંચે ચઢાવે છે; એ પ્રજાના બૌદ્ધિક વિકાસનું ખરૂં શસ્ત્ર છે; એ ભણેલાંને તેમની જરૂરિયાત પૂરી પાડે છે તથા કેળવણી માટેની વ્યાપક એષણા પૂરી કરે છે. શાળાઓને, તે ઉપલો માળ છે, અને પરિપકવ વિદ્વાને માટે એમની ઉંચી વિકસિત શકિતઓના વધુ વિકાસનું ક્ષેત્ર છે. એથી આગળ જે અનેક બાળક બાલિકાઓને શાળાનું પદ્ધતિસર શિક્ષણ નથી મળ્યું તેમની કેળવણી અને સંસ્કારિતા માટેનું એ સરસ સાધન છે.”
પુસ્તકાલય, લાભ લેનારની સામાન્ય બુદ્ધિને વિકાસ કરે છે નૈસર્ગિક, કળામય અને રસિક વૃત્તિને ખીલવે છે; ચાલતા યુગની શાસ્ત્રીય પદ્ધતિસર વિચાર કરવાની શકિત પિષે છે; લેકના “નાગરિક જીવન”ને પવિત્ર અને ઉન્નત બનાવે છે; ગૃહ, શાળા, ધર્મ મંદિર અને રાજદરબારના કાર્યને મદદગાર થઈ પડે છે અને કેળવણી, ધર્મ તથા રાજ્યના જીવનમિત્રની ગરજ સારે છે. જેઓ પુસ્તકાલયને પેરે છે તેઓની ગણના, દેશનું હિત સમજનારા, પ્રજાનું કલ્યાણ જેના હૃદયમાં રમી રહ્યું છે એવા, અને માનવજાતનું ભવિષ્ય જેના હાથમાં છે એવાની સાથે થવાયેગ્ય છે.”
– કુંવરજી ગે. નાયકના પેટલાદના ભાષણમાંથી. ૨૪ તમે એમ સમજતા હશે કે અનુભવથી મેળવેલું જ્ઞાન પુસ્તક દ્વારા મેળવેલા જ્ઞાન કરતાં વધારે સંગીન છે, તે તે તમારી ભૂલ છે એમ હું કહીશ. કારણ કે પુસ્તકમાં લખાયેલું જ્ઞાન તે પણ કોઇએ અનુભવથી મેળવેલું જ છે. જેટલું જ્ઞાન તમે તમારી ટુંકી જીદગીમાં મેળવી શકશે, તેટલું જ જ્ઞાન થોડા કલાક એક ચોપડી વાંચવાથી તમે મેળવી શકશે. બીજાં ઘણાં માણસેના અનુભવનું જ્ઞાન તમે લઈ શકશો અને તેથી તમને પિતાને અનુભવ લેવાનું વધારે સહેલું થઈ પડશે.
–શ્રીમંત સંપતરાવ ગાયકવાડ,
પાન તરે એ મેળવી શકાય તેટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com