Book Title: Subhashit Samucchay
Author(s): Vadodara Rajya Pustakalay Parishad Mandal
Publisher: Pustakalay Sahayak Sahakari Mandal

View full book text
Previous | Next

Page 9
________________ પુત્ર સુભાષિત સમુચ્ચય - ૧૯ આજના જમાનામાં નિરક્ષરતા અને અજ્ઞાન અસહ્ય છે. ગામડે ગામડે ને ઝુંપડીએ ઝુંપડીએ જ્ઞાનને દીપ પ્રગટાવવાને છે. જ્ઞાનને પ્રચાર એ જ આપણે મહામંત્ર હવે જોઈએ; કારણ કે એ તો સ્પષ્ટ છે કે સાંસારિક અને નૈતિક અવનતિ અને દુષ્ટતા ઇત્યાદિ જ્ઞાનના દીપથી જ નષ્ટ થઈ શકશે. જે બુદ્ધિ ખીલશે, આત્મજ્ઞાન પ્રગટશે, તો સ્વાશ્રય અને સ્વાભિમાન આવશે, અને તે જ ખરૂં મનુષ્યબળ છે. આ અર્થ સિદ્ધ કરવાનાં બે સાધન છે. શાળાઓ અને પુસ્તકાલય. ૨૦ પુસ્તકાલય એ માત્ર નવરાશને વખત ગાળવાનું સ્થળ નથી, પણ એક પ્રકારનું વિશ્વવિદ્યાલય છે. પુસ્તકાલય એ માત્ર શાખની વસ્તુ નથી, એ કાંઈ સંસ્કૃત વર્ગ માટે કે સાહિત્યકારે માટે જ નથી, પરંતુ એ તે વિશાળ જનસમાજના લાભાર્થે છે; અને એ રીતે શિક્ષણને બહોળા પ્રચાર કાસ્વા માટે છે. પ્રાથમિક શાળામાંથી નીકળીને આગળ વધવાનું એ એક પગથિયું છે. છે.” ૨૧ આજે નવી પરિસ્થિતિને અનુકૂળ વર્તવાનું છે. આપણું ભાઈબેનેને અજ્ઞાનના ખાડામાંથી ઉદ્ધાર કર્યા સિવાય એક પગલું પણુ પ્રગતિને પંથે જઈ શકાશે નહિ. અને એટલા માટે જ તે જનસમૂદાયનું શિક્ષણ, હાથમાં લેવાનું છે અને તે શાળા અને પુસ્તકાલય દ્વારા જ થઈ શકશે. બાળક સાથે મોટી વયના કામદારોને પણ શિક્ષણુની જરૂર ઘણી જ છે. ૨૨ શાળાને ઉમરે ઓળંગીને પુસ્તકાલયમાં પગ મૂકાય ત્યારે જ ફરન્યાત શિક્ષણનાં ખરાં સારાં ફળ આવે. પુસ્તકાલય જીવન પર્વતની શાળા છે, શિક્ષણનું મોટામાં મોટું સાધન છે. લેઓને અક્ષરજ્ઞાન આપીને પછી તેનાં હથિયાર ન આપવાં એ તે ગંભીર ભૂલ છે, બલકે પાપ છે. સે, શારદા મહેતા, બી. એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38