________________
૨૫૩
શૃંગારરસ મિશ્રિત પણ બન્યો છે. જેનો ઈશ્વરને સ્વામી તરીકે રવીકારે છે, પરંતુ સાંસારિક દષ્ટિથી નહિ, હૃદયની સાચી ઊમિથી, આદર્શની ઉચ્ચ ભૂમિકા સાથે. મીરાંબાઈ વગેરેનાં ભજનોમાં આવી ભૂમિકા છે ખરી. એટલે એવા કવિઓની કૃતિઓ જેન કવિઓની કૃતિ સાથે સરખાવીશું તો વધુ રસદાયક નીવડશે. સૌપ્રથમ આપણે આનંદઘનજીના પ્રીતમ જોઈએ.
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઔર ન ચાલ્ડ રે કંત, રિઝો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો.
-આનંદધન ચોવીશી સરખાવોમેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ રે પ્રભુ
– મીરાંબાઈ જૈન કવિઓની ખૂબી એ છે કે ભક્તિકાવ્યોમાં પ્રિય તરીકેના સંબોધનમાં ઈશ્વર વાર્થ નથી હોતો. ખાસ કરીને ચિદાનંદજીનાં પદોમાં આવતાં સંબોધનો વિચારવા જેવાં છે. સાંસારિક સંબંધોનો એમાં ઉપયોગ થયો છે તે આ રીતે ? આપણે આત્મા રાગ-દ્વેષાદિથી ઘેરાયેલો છે, એટલે કુમતિના બાહુપાશમાં જકડાયેલો છે. કુમતિને સુમતિની શોકય ગણું ચિદાનંદજીએ પોતાની કાવ્યસરિતા વહાવી છે. જુઓ, સુમતિ પોતાના સ્વામીને કેવી વિનતિ કરે છે :
પિયા! પરધર મત જાવો રે, કરુણા કરી મહારાજ, કુળ મરજાદા લોપકે રે, જે જન પરધર જાય.
–ચિદાનંદજીના પદોઃ પદ પહેલું. પણું પ્રભોલન વસ્તુ એવી છે કે એમાં પડ્યા પછી હાથ ઘસવાના હોય એ જાણવા છતાં પણ સુમતિના પિયા—આપણે–પરધર જઈએ છીએ, કુમતિનો સંગ કરીએ છીએ. પણ ધીરજ અને ક્ષમાશીલતાની મૂર્તિ, આર્યસજારી કંઈ પોતાની સજજનતા છોડે ખરી કે? પરહે જવા છતાં પણ હજુ કાંઈ થયું ન હોય એમ સુમતિ યાચના કરે છે?
પિયા નિજ મહેલ પધારે રે, કરી કરુણ મહારાજ, તુમ બિન સુંદર સાહિબા રે, મો મન અતિ દુઃખ થાય.
ચિદાનંદજીના પદોઃ પદ બીજે. આપણે તો વિહંગાવલોકન કરવા બેઠાં છીએ, માત્ર દષ્ટિપાત કરીએ છીએ, એટલે વચ્ચેની અનુભૂતિનો આપણને આછો ખ્યાલ આવી ગયો હશે એમ માની, જયારે આત્મા સ્વગૃહે પધારે છે, ત્યારે સુમતિ કેવો આલાદ અનુભવે છે તે જોઈએ:
આજ સખી મેરે વાલમાં નિજ મંદિર આયે, અતિ આનંદ હૈયે ધરી, હસી કંઠ લગાયે.
–ચિદાનંદજીના પદોઃ પદ બારમું. તો આથી તદ્દન વિરુદ્ધ વિરહિણીની દશા, વિરહ વેદના જેવી હોય તો આપણે શ્રી દેવચંદ્રજી વિરચિત ચોવીશીના એકાદ સ્તવનનું અવલોકન કરીએ. ઈશ્વરથી અળગાપણું બતાવતાં તેઓ કહે છે :
ઋષભ જિjદશું પ્રીતડી
કિમ કિજે હો કહો ચતુર વિચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org