________________
૨૬૨
અનંતકાળથી આ જીવો સંસારસાગરમાં રાજ્ય છે છતાં “મારું” “મારું” કરતાં થાકયો નથી. આ વાતને લગભગ બધા જ ભક્તકવિઓએ કાવ્યના વિષય તરીકે અપનાવી છે.
નથી છવ તારી રે સુંદર કાયા, છોડીને ચાલ્યો વણઝારા રે હોજી.
મેલી દે મનથી મારું-તારું રે મનવા
પ્રભુ વિના કોઈ નથી તારું,
પ્રક સ્મશાન સુધી તારાં સગાં સંબધી વાલા
આવીને બાળે તન મારું, રે માનવી! પ્રભુ વિના કોઈ નથી તારું.
રાં સગાંસ મા થી તાપા ભગત
વાલાં તે વાલાં શું કરો, વાલાં વોળાવી વળશે વાલાં તે વનના લાકડાં તે તો સાથે જ બળશે
એક રે દિવસ એવો આવશે...
–વૈરાગ્યની સકાય : ઉદયરત્નકૃત અભિમાન એક ભયાનક રોગ છે. વ્યક્તિત્વવાદના આ જમાનામાં એ રોગ જ્યાંત્યાં નજરે પડે છે. એને મહામદ કહ્યો છે. મદનું સ્વરૂપ સમજવા માટે તો જેનોની ભરતબાહુબલીની કથા જ તપાસવી રહી. બાહુબલીએ રાજપાટનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, પણ અહમ ભાવના ત્યાગી નહિ. ધોર તપસ્યા કરવા છતાં મહામદને કારણે સર્વજ્ઞ થઈ શકતા નથી. આ વસ્તુ સમજાવવા માટે જે કોઈ શક્તિમાન હોય તો ભાઈને માટે એમની અતુલ નેહલ બહેનો જ. આ વસ્તુનો આશરો લઈ કવિ એમની બહેનોના ખમાં આ શબ્દો મૂકે છે:
વીરા! ગજ થાકી હેઠા ઊતરો અભિમાનરૂપી હાથી પરથી નીચે ઊતરવાનું કહે છે. “માન-અભિમાન ન કરો' એનું કારણ આપણને યથાર્થ રીતે, માર્ગદર્શનરૂપે માનની સજઝાયમાં ઉદયરત્ન સમજાવે છે:
રે જીવ! માન ન કીજિયે માને વિનય ન આવે, વિનય વિના વિલા નહિ
તો કિમ સમકિત પાવે...રે છવા માન ન કીજિયે. આ પ્રસંગે ગીતાનો ઉપદેશ જરા જોઈએ તો ધક પડશે. સાધકને માટે ગીતાજીમાં ત્રણ વસ્તુ પર ખાસ ભાર મૂયો છે: પ્રણિપાત, પરિશ્રમ અને સેવા. આ યુગમાં પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. પરિપ્રેમ એટલે કરી પૂછવું. જિજ્ઞાસાવૃત્તિ એ આવશ્યક અંગ છે. જેનોમાં ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી જ્ઞાતા હોવા છતાં ય કોઈ પણ બાબત સંશય થતાં ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછતા એ રીતે નમ્રતા દાખવવી. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપે છે. એટલે સેવા આવશ્યક છે. આ બધા માટે માન અભિમાન છોડવાની જરૂર છે.
મુશ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org