________________
१५८
ઉપાલંભ આપતાં જ આપણને સનાતન સત્ય આપ્યુંઃ “દુઃખ વેળા હો વિરલા સંસાર !' તો યશોવિજયજી (સામાન્ય રીતે “વાચકજશ”ના નામે ઓળખાતા) જ્યારે ભક્તિમાં લીન બને છે ત્યારે પરિણામ સારુ કેવી અધિરાઈ દાખવે છે તે જુઓ :
કરજેડી ઊભો રહું રાત-દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણ નહિ તો શું કહીએ છાનો રે!.
સંભવ જિનવર વિનતિ. ચિદાનંદજીનો નીચેનો ઉપાલંભ જુઓ. તેમાં તેઓ પોતાની આજસુધીની પરિસ્થિતિ માટે ઈશ્વરને જ જવાબદાર ઠરાવે છે–પોતાની ન્યૂનતાના રવીકાર સાથે !
મોહ મહામદ છાકથી હું કિયો હો નાહીં સૂધ લગાર, ઉચિત સહી ઈશુ અવસરે સેવકની હો કરવી સંભાળ,
પરમાતમ પૂરણ કળા. પણ જ્યારે ભક્તને એમ લાગે છે કે અન્યની ભક્તિથી ઈશ્વર રીઝે છે અને કદાચ પોતાની ભક્તિમાં ખામી જેવું જણાતું હોય ત્યારે ઈશ્વરને કેવી ચેતવણી અપાય છે તે જુઓ :
સેવા ગુણો ભવિજનને જે તમે કરો બડભાગી, તો તમે સ્વામી કેમ કહેવાશી નિર્મમ ને નિરાગી ?
હો પ્રભુજી! ઓળંભડે મત ખીજે. તો આપણું પ્રિયતમ કેવો સ્વાર્થી છે એ જેવા આપણે ફરીથી ચિદાનંદજીનો સમ્પર્ક સાધીએઃ
સર્વ દેશપાતી સહુ અંધાતી હો કરી ધાત દયાળ, વાસ કિયો શિવમંદિરે મોહે વિસરી હો ભમતો જગજાળ,
પરમાતમ પૂરણ કળા. પણ મનુષ્યની શક્તિને મર્યાદા છે, એ વાત કવિઓ પણ વિસરી ના શકે. આપણાથી ઈવરની સંપૂર્ણ કક્ષાએ પહોંચી ન શકાય તો એનો એકાદ અંશ પણ માગી લેવાનો લોભ જતો કેમ કરાય! (આપણા સ્વભાવની વિરુદ):
નાણુ રયણ પામી એકાંતે થઈ બેઠાં મેવાસી, તેહ મહેલો એક અંશ જે આપો તે વાતે શાબાશી,
હો પ્રભુજી! ઓળંભડે મત ખીજે.
૧ યુને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org