Book Title: Sramana 2001 04
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 160
________________ ૫૪ પ્રભુજી જ અળગા વસ્યા તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર, ઋષભ જિણુંદણું પ્રીતડી. ઈશ્વર સાથે પ્રીતડી બાંધવી છે, પણ કેમ બંધાય? પ્રભુજી તો શિવનગરમાં જઈ વસ્યા. કોઈ કહેશે : પત્ર દ્વારા અગર મુક્તિ પામતા જીવો સાથે સંદેશો મોકલાવીને પ્રીતિ થઈ શકે, તો તેનો પ્રત્યુત્તર પણુ શ્રી દેવચંદ્રજી પાસે હાજર જ છે : કાગળ પણ પહોંચે નહિ નવિ પહોંચે હો તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સમો નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, ઋષભ જિણુંદણું પ્રીતડી, ઉપરની વેદનામાં આપણે પ્રેમની અધૂરપ જોઈ. એકમાં આત્મા પર-રમણીમાં રમમાણુ છે, તો ખીજીમાં વિરહ-વેદનાને ઉત્કટ દર્શાવી છે. પરંતુ જે પ્રેમાનુભવ કરે છે એનું શું ? એ માટે તો શ્રી મોહનવિજય્ઝની પંક્તિઓ જુઓ : Jain Education International પ્રીતલડી બંધાણી રે, અજિત જિણુંદણું... શ્રમજીવી મનુષ્યનો વિચાર કરો, પ્રામીણુ ચિત્ર મન સમક્ષ ખડું કરો. આખા દિવસના પરિશ્રમ પછી ઘેર આવતાં ખેડૂત કેટલો પ્રફુલિત થાય છે! આનંદધનજી, વીરવિજયજી, તેમ જ મહોપાધ્યાય યશોવિજયજી સામાજિક વાતાવરણ, ધર્મની બાબતો, તત્ત્વની નિરર્થક ચર્ચા અને સાંસારિક પાપમય જીવન—એ બધું છોડી ઈશ્વરને નિહાળે છે, સ્વગૃહે આવે છે, ત્યારે કેવા હૃદયંગમ ઉદ્ગારો નીકળે છે !: દુઃખ દોષગ ક્રૂરે ત્યાં રે, સુખ સંપદ શું રે ભેટ, લિંગ ધણી માચે કિયો રે, કુણુ નર ગજે ખેટ, વિમલજિન । દીઠાં લોણુ આજ, --આનંદધનજી એ જ રીતે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પોતાની આગવી કાવ્યશક્તિ દ્વારા ભૂખ્યાને ભોજન નહિ, પરંતુ ઘેવર જેવાં પકવાન મળે અને જે આનંદ થાય એવો જ આનંદ ભગવાનનાં દર્શનથી ભક્તને થાય છે એ વાતનું યથાર્થ નિરૂપણ કરે છે : ભૂખ્યા હો પ્રભુ, ભૂખ્યા મળ્યા ધૃતપૂર તરસ્યા હો પ્રભુ, તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાં છ...દીદી હો પ્રભુ આ સાથે મીરાંબાઈના ઉદ્ગારો પણ સરખાવીએ : પાયોજી મૈંને રામ રતન ધન પાયો. આજના યુગમાં લખાતી પ્રણયત્રિકોણની વાર્તાઓના વાચકને કદાચ થશે કે આ પશુ પ્રણય-ત્રિકોણને અંતે સર્જાતો સુખાંત છે; પણ એવું નથી, વાર્તામાં બનતી વાતો કનિક પાત્રો માટે ખને છે, જ્યારે ઉપરનાં રસદર્શનમાં જણાવેલી હકીકત આપણા સર્વેના જીવનમાં અનુભવાતી ખરી સંવેદના છે. જ્યારે સાધક નિજ પિયાની (સુમતિની) વિનતિ અવગણે છે, અને આખરે પસ્તાય છે ત્યારે શું થાય છે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226