Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 13
________________ શ્રીપાળ ચરિત્ર ઊપજયો. એણે મૂછે વળ દીધો. સભા આખી વાહવાહ કરવા લાગી. સુરસુંદરી બોલી : 'સાચું બોલ્યા, પિતાજી ! જગતને જીવાડનાર બે જ જણ : એક મહીપતિ અને બીજો મેહુલો.” સુરસુંદરીની આ વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. સભા પણ વાહવાહ કરવા લાગી. પણ અરે ! આ મયણા હજી કેમ ચૂપ ઊભી છે ? તેનું મસ્તક કેમ ડોલતું નથી ? તે કેમ કાંઈ બોલતી નથી ? રાજા કહે : “મયણા, દીકરી ! તું હજી કેમ ચૂપ છે ? મયણાના મોં પર શરમના શેરડા પડ્યા છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી ! તમારી દીકરી છું, તમે ભણાવી છે, ને હું ભણી છું. ભણ્યાં પણ ગયાં નહિ તો શું ? ભણતરવાળો અસત્ય ન ભણે. પિતાજી ! મા કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સવિચાર વિના શાસ્ત્ર નથી. ન્યાય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. રાજા તો નિમિત્ત માત્ર છે. થવું ન થવું એ કંઈ માનવીના હાથની વાત નથી. બધા કર્યા કરમના ખેલ છે.” રાજાની આંખમાં અગ્નિ પ્રગટ્યો. ક્રોધથી એની કાયા કંપવા લાગી : “અરે ! મારું ફરજંદ થઈને મારું અપમાન ? રે દીકરી ! સભામાં તને આવું બોલતાં લાજ ન આવી ? ભલી રે ભણી તું આજ ! અરે, છે કોઈ હાજર ? એક કહેતાં એકવીસ હાજર : “ખમા મારા ધણીને. કહો, કહો, કંઈ આપની આજ્ઞા ! હુકમ હોય તો પહાડ તોડીએ, હુકમ હોય તો પાતાળ ભેદીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર.” જાઓ. પુરોહિતજીને બોલાવો. મારી પ્રિય પુત્રી સુરસુંદરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90