Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 14
________________ શ્રીપાળ ચરિત્ર કોઈ સારો વર શોધી પરણાવો. ઝાઝેરી જાન જોડાવો ! કળશી કુટુંબ તેડાવો. ધુમાડાબંધ ગામ જમાડો. ભરપૂર કરિયાવર આપો. જમાઈના ભારોભાર સોનું જોખો ! ને... આ મયણાને, અરે એ મારી આંખનું કહ્યું છે. એને કોઈ કાણા-કૂબડાને આપી દો. એને મારી આંખ આગળથી ઝટ વેગળી કરો ! રાજાનો હુકમ એટલે બાકી શું રહે ? સુરસુંદરીનાં ઘડિયાં લગન લેવાયાં. દેવના ચક્કર જેવો મુરતિયો છે. શંખપુરીનો રાજા છે. લીલી ઘોડીએ ચઢી પરણવા આવ્યો છે. કંકુ છાંટી કંકોતરી કાઢી છે. નવરંગી ચારી ચિતરાવી છે. ચાર મંગળ વર્તાવ્યા છે.” રાજાએ પોતાની કુળઉજાળણ દીકરીને ભરપૂર કરિયાવર કર્યો. સુરસુંદરીનાં રંગેચંગે લગ્ન થઈ ગયાં. રાજસેવકો બટકબોલી મયણાના વરની શોધમાં નીકળ્યા. ખાટી થયેલી છાશને હવે ઉકરડે ઢોળવાની છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90