Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 17
________________ શ્રીપાળ ચરિત્ર બાળહઠ સરખી. સારું-ખોટું કંઈ સમજે નહિ ! આખી ઉજેણી ફિટકાર આપે છે, લોક ફટફટ કહે છે : “અરે છોરું કછોરું થાય પણ કંઈ માવતર કમાવતર થાય ?' પણ આ તો રાજહઠ. રાજા કહે : ‘મયણા ! આજથી તારે છતે બાપે બાપ નહીં, છતે ઘરે ઘર નહીં, તું નબાપી, નપીરી, નભાઈ!' મયણા કહે : “પિતાજી ! લગીરે શોચ ન કરશો. મને કોઈના પર રોષ નથી. માણસ માણસનું ભેગું કરી શકતો નથી. આપણે તો વિધાતાના હાથનાં રમકડાં છીએ. તમે ગમે તે કર્યું પણ હું તો પંચની સાક્ષીએ તમે દીધેલા પતિને પરમેશ્વરની જેમ પૂજીશ. માણસની કસોટી સુખમાં નહિ, દુ:ખમાં હોય.” મયણા તો ઉંબર રાણાના ડાબા પડખે જઈ ઊભી રહી. માં પર શોક નથી, હૈડામાં સંતાપ નથી ! ઉંબર રાણો તો આવો આવો ખસવા લાગ્યો, રાજાને વીનવવા લાગ્યો : “મડાની ડોકે મોતીની માળા બાંધો મા, રાજાજી !' રાજા કહે : “એણે હાથે કરીને માગ્યું છે, મેં માગ્યું આપ્યું છે. લઈ જા એને. જો મારો હુકમ નહિ માને, તો અવળી ઘાણીએ ઘાલી તેલ કાઢીશ.” મયણાસુંદરી અને ઉંબર રાણો પોતાના નિવાસે ચાલ્યાં. રાણો સતીના સતને અને તેને જોઈ રહ્યો. તે બોલ્યો : હે રૂપસુંદરી ! કાગ અને હંસીની મૈત્રી હોય નહિ. આ કંચન જેવી કાયાને રોળશો નહિ. હજી કંઈ બગડ્યું નથી. મનવલ્લભ પતિ શોધી લો. તમારી સાથે સ્નેહ કરવો મને ઉચિત નથી. કોઢીયું શ્યો નેહ, હે સુલક્ષણી નાર ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90