Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 57
________________ ૪૮ શ્રીપાળ ચરિત્ર ૮. શ્રી ચારિત્રપદ : ચારિત્ર તે સમ્યજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિઘે તરી જવાને ચારિત્ર એ પ્રવહણ-વહાણ સમાન છે, જેના પ્રભાવથી રક જીવો પણ દ્વાદશાંગીરૂપ શ્રુત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબળ સાધન છે. છ ખંડની ઋદ્ધિના ભોક્તા ચક્રવર્તીઓ પણ જેને અંગીકાર કરે છે અને આઠ કર્મને નિર્મળ કરવાને અત્યંત સમર્થ તેવા ચારિત્રપદની આરાધના તેના શુદ્ધ પાલન-આસેવનથી થઈ શકે છે. ગૃહસ્થ દેશવિરતિ ચારિત્રની આરાધના કરી શકે છે, બાર માસના ચારિત્રપર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનવાસી દેવોનાં સુખથી પણ અધિક સુખ અનુભવી શકે છે. ૯. શ્રી તપપદ : આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિકાળથી લાગેલાં છે, તે કર્મ-પુગલોને તપાવી આત્મપ્રદેશોથી છૂટા પાડવાનું કાર્ય તપ કરે છે, તેને નિર્જરાતત્ત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટાભેદ છે. અનશન, ઊણોદરી, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, એ છ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, એ છ પ્રકારનું અત્યંતર તપ છે. જે તપ કરવાથી દુર્થાન ના થાય, મન, વચન અને કાયયોગની હાનિ ન થાય તથા ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય, એવી રીતે તપ કરવાનું છે. તેમ જ આ લોકનાં સુખ-સંપત્તિ અને કીર્તિની ઇચ્છા વિના નવ પ્રકારના નિયાણા વિના અને સમભાવપૂર્વક તપ કરવાથી જ તેની આરાધના થાય છે અને તે રીતે આત્માને લાભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90