Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 56
________________ ૪છે. શ્રીપાળ ચરિત્ર ચરણસિત્તરિ અને કરણસિત્તરિના ગુણો પ્રાપ્ત કરવાને તેઓ સદા ઉદ્યમવંત હોય છે. ફક્ત ચારિત્રારાધન માટે બેતાલીશ દોષરહિત આહાર ગ્રહણ કરનાર છે, એવા જિનાજ્ઞાપાલક સાધુ મહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. ૬. શ્રી દર્શનપદ : શ્રી સર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવ તત્ત્વોનું તથા શુદ્ધદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્ત ૧. અઢાર દૂષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૨. પંચ મહાવ્રતો ધારણ કરનાર, કંચન-કામિનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંયમમાર્ગમાં યથાશક્તિ વીર્ય ફોરવનારને ગુરુ તરીકે તથા શ્રી વીતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે માની સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત અંગીકાર કરવું તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું, ઈત્યાદિથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યક્ત સહિત વ્રત અને અનુષ્ઠાનો આત્માને હિતકર્તા થાય છે. આ પદ મોક્ષપદપ્રાપ્તિમાં બીજરૂપ છે, એટલું જ નહિ, પરંતુ સમ્યક્ત પ્રાપ્ત કરનારનો સંસારભ્રમણકાળ મર્યાદિત થઈ જાય છે. એટલે કે વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭. શ્રી જ્ઞાનપદ : સર્વજ્ઞ પ્રણીતઆગમમાં વર્ણવેલાં તત્ત્વોનો જે શુદ્ધ અવબોધ, તે સમ્યજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજનોએ જ્ઞાનાચારના નિરતિચારપણે પાલનપૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી. એકંદર જેથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે, એવી કોઈ પણ યોગ્ય પ્રવૃત્તિ કરવી. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી, ઈત્યાદિથી એ પદનું આરાધન થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90