Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 23
________________ ૧૪ શ્રીપાળ ચરિત્ર એમ બંને જણાં વાતો કરે છે ને દિવસો વિતાવે છે. ખેતપ્રીતમાં શુક્લપક્ષના ચંદ્રની જેમ વધારો કરે છે. ચક્રવાક અને ચક્રવાકીની જેમ દૂર ને દૂર રહે છે, પણ અંતરનાં અમીથી એકબીજાને નવરાવે છે. એક વાર મયણાને કોઈકે કહ્યું: ‘જા, પેલા સાધુ પાસે. દયાનો દરિયો છે. શીલનો શણગાર છે, ક્ષમાનો અવતાર છે. સોનારૂપાને એ અડતો નથી. એવા સાધુના શબ્દમાં મંત્રશક્તિ હોય છે.” રાણી તો પહોંચી સાધુ પાસે જઈને વંદન કર્યા. શાતા પૂછી, પણ પૂછતાં હૈયું ભરાઈ આવ્યું. રૂવે રૂવે તે અનરાધાર રૂવે. બોર બોર આંસુડે રૂવે. સાધુ કરુણાના અવતાર હતા. એ કહે : “બાઈ ! આટલું રડે કાં? કંઈ તને દુ:ખ ? કંઈ તને વિપદ ?” મહારાજ ! મારા માથે આભ છે, ને નીચે ધરતી છે. વનનાં ઝાડ પણ દુશ્મન છે. રતનજ્યોત જેવો ભરથાર છે, પણ કોઢી થયો છે. કોઢ જાય તેવી કાંઈ દવા બતાવો. ભવોભવ તમારો પાડ નહીં ભૂલું.” ને વળી મયણા હૈયાફાટ રડવા લાગી. “હે બાઈ ! ધીરજ ધર, શીલવાનને જ સંતાપ હોય, અશીલવાનની-ફટકિયાં મોતીની પરીક્ષા ન હોય. દુઃખ તો માણસના માથે હોય. ઢોરના માથે ન હોય. હે સતી નાર ! અમે તો સાધુ છીએ. ન જાણીએ દવા કે ન કરીએ ઓસડ. હા, અમારી પાસે સો રોગનું એક ઓસડ છે. એનું નામ ધર્મ !' બાઈ તો ચૂપ રહી. આંખમાંથી ડબક ડબક આંસુ ઝરે છે. સાધુરાજ કંઈક વિચારમાં પડ્યા, વિચારીને બોલ્યા, ‘બાઈ બાઈ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90