Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 33
________________ શ્રીપાળ ચરિત્ર વાણિયો વેવારિયો ખરો, પણ કૂડાં એનાં કાટલાં છે. પાપાનુબંધી પુણ્યવાળો છે. પરભવ પુણ્ય કર્યાં હશે, તે આ ભવે ધનદોલત પામ્યો છે. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનવાનની લક્ષ્મી તેની દાસી બને છે. પાપાનુબંધી પુણ્યવાનની લક્ષ્મી એની સ્વામિની બને છે, છાતીએ ચડી બેસે છે, છોડી છૂટતી નથી. ૨૪ સાચો એ લક્ષ્મીદાસ હતો. નામ તો ધવલરાય હતું, પણ ખરી રીતે કૃષ્ણરાય હતો ! એના હૃદયમાં અંધારું ધબ હતું. દિવસોથી અહીં પડ્યો હતો. વાવડો સરસ વાતો હતો. સાગરદેવ શાંત પડ્યા હતા, પણ કેમે ધવલશેઠનાં વહાણ હાલે નહીં. જોશીડા કહે : બત્રીશ લક્ષણો હોમો તો વહાણ હાલે. સિપાઈઓ બત્રીસલક્ષણાની શોધમાં નીકળ્યા, ત્યાં સામે શ્રીપાળ મળ્યો. તેજ કંઈ અછતાં રહે ? સિપાઈઓ એને પકડી ચાલ્યા. શ્રીપાળ કહે : ‘સિપૈયા ભાઈ, ક્યાં લઈ જશો મને ?” ‘ધવલ શેઠનાં વહાણ હાલતાં નથી, તે બત્રીશલક્ષણો ચઢાવવો છે. રાજાનો હુકમ છે. તને દરિયામાં હોમીશું.' ‘ભલા રાજા ને ભલા સિપૈયા ! પાપ કર્યું તે સારાં કામ સિદ્ધ થતાં હશે ? ચાલો, હું વગર હત્યાએ વહાણ ચલાવી દઉં.’ શ્રીપાળે તો નવપદજીનું ધ્યાન ધર્યું. પવન છૂટ્યો છે ને સઢ ભરાયો છે, વહાણ તો ચાલુ ચાલુ થઈ રહ્યાં ! ધવલરાય વિચારે છે : પરદેશના મામલા છે. આવા પરાક્રમીનો સથવારો સારો. એ બોલ્યો ઃ ‘કુંવર ! અમારી ચાકરી કરશો ? શું લેશો ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90