Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 36
________________ કેટલાક દિવસે વહાણ હાંક્યાં. શ્રીપાળ પોતાની પદમણી લઈને વહાણે ચડ્યો. ઓ જાય ! ઓ જાય ! સહુ જોઈ રહ્યાં, ને વહાણ દરિયામાં આગળ વધી ગયાં. વચમાં રત્નદ્વીપ આવ્યો. ત્યાં વહાણ નાંગર્યા. શ્રીપાળ કહે : શેઠ ! તમારા માલ સાથે મારો માલ વેચજો.” જાણે બિલાડીને દૂધ મળ્યું. ધવલ શેઠ કહે, “ભલે. આપણે ક્યાં જુદાઈ છે ?” એણે તો માલ વેચવા માંડ્યો. સારું સારું એ પોતાનું ને ખરાબ ખરાબ એ શ્રીપાળનું, પણ શ્રીપાળનું મન તો મોટું છે. એવે ટાણે કોઈ સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. એ કહે : “અહીંથી થોડે દૂર એક દેવમંદિર છે. એનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને વ્રત છે, કે જે એ દ્વાર ઉઘાડે એને પરણું.” સિંહ અને સત્પરુષો કદી હાર જાણતા નથી. શ્રીપાળે નવપદજીની આરાધના કરી, વચન નાખ્યાં : “હે દેવ ! સત મારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90