Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 38
________________ શ્રીપાળ ચરિત્ર ત્યાં બીજો કહે : “અરે મગર એક ને મુખ જ છે.” ત્યાં ત્રીજો કહે : “અરે ! મગર બે ને મુખ જ એક.' ત્યાં ચોથો કહે : “અરે મગર ચાર ને મુખ જ છો.” ધવલરાય કહે : “અરે ! આવા જીવ તો જોયા નથી ને જોશું પણ નહીં. ન જોયું એનું જીવતર નિષ્ફળ.” શ્રીપાળ પણ દોડતો જોવા આવ્યો ને માંચડે ચડ્યો. વંચક ધવલરાયે ધીરે રહીને ધક્કો માર્યો. શ્રીપાળ ધબ્બ લઈને દરિયામાં પડ્યો. વાંભ વાંભ પાણી ઊછળે છે. મોટા મગરમચ્છ મોં ફાડતા આવે છે. લીલી આંખોવાળા જળહાથી ખાઉખાઉં કરતા ધસે છે. મનમાં ઈષ્ટદેવના જાપ જપતો કુમાર તરે છે. ડરવાનું જાણતો નથી. મરવાનો એને ભો નથી. ઘડીની બે ઘડી કરનારું કોણ છે ? કુમાર તરણવિદ્યા જાણે છે. કોઈ એની પાસે ટૂંકતું નથી. પાણી પણ મારગ આપે છે. એમ કરતો શ્રીપાળ કોંકણને કાંઠે ઊતરે છે. રૂપાળો કાંઠો છે. નાળિયેરીનાં વન છે. વનમાં એક નાનું ઉપવન છે. માલતીના મંડપો છે. તુલસીના ગુચ્છ બહેકે છે. જાઈજૂઈના માંડવા છે. કુંવર થાક્યો-પાક્યો છે. ચંપાનું સુંદર ઝાડ જુએ છે. ત્યાં આરામ કરવા કાયા લંબાવે છે, ને એને ઊધમાં ઘારણ ચઢે છે. એ વખતે રાજકુમારી ત્યાં ફરવા આવી છે. સરખી સાહેલીઓ સાથે છે. સહુ યૌવનના બાગમાં ઝૂલે છે, ત્યાં તો તેઓએ ચંપાના ઝાડ નીચે કોઈ દેવાંશી નર જોયો. કુંવરી કહે : “સખીઓ રૂપ તો અનુપ છે, તેજના અંબાર છૂટે છે, કાન્તિ ક્ષત્રિયની છે. કહો ન કહો, કોક દુખિયારો રાજવંશી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90