Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 37
________________ શ્રીપાળ ચરિત્ર ને પત તારું. મેં જો પાંચ પાપમાંથી એકેય પાપ મન, વચન ને કાયાથી ન સેવ્યું હોય તો દ્વાર ઊઘડજો.' ૨૮ દ્વાર ધડાક દઈને ઊઘડ્યાં છે. રાજકુંવરી તો વરમાળા લઈને આવી છે : ‘હે જુવાન ! તમને મનથી વરી ચૂકી છું. હા કહો કે ના કહો, બીજા બધા મારે ભાઈ-બાપ છે.' ઘડિયાં લગ્ન લેવાયાં. કુંવર પરણી ઊતર્યો. ધવલરાય કહે : ‘કુંવર ! ચાલો, હજી લાંબી ખેપ બાકી છે.’ સારે દિવસે, શુભ શુકને શઢ ખોલ્યાં, ને વહાણ ઊપડ્યાં. જતાં જતાં મધદરિયે પહોંચ્યાં. ચારે કોર જળબંબાકાર છે, નાખી નજર પહોંચતી નથી. એ વેળા ધવલરાય મનમાં ચિંતવે છે : ‘અરે ! ધન કોનું ને ધણી કોણ ? આ ભિખારો શ્રીપાળ મારે ત્યાં હાથે ને પગે ચાકરી કરવા આવ્યો હતો અને આજ રિદ્ધિ-સિદ્ધિનો ધણી થઈ બેઠો. એટલું તો ઠીક, પણ સંસારમાં સ્વર્ગીય સુખના સાધન જેવી, પાતાળની પદ્મિની જેવી ને આકાશની અપ્સરા જેવી સ્ત્રીઓ પણ એ પામ્યો.' ધવલરાયને ઊંધ નથી. હૈયાસગડી ચેતી છે. એણે શ્રીપાળરૂપી કાંટો કેમ કાઢવો, તેની સલાહ માટે મિત્રોને તેડ્યા. ત્રણ મિત્રો સદ્ગુણી છે, કહે છે : ‘ભાઈ ! માણસની ચતુરાઈ ફળતી નથી, પણ માણસનાં ભાગ્ય ફળે છે, માટે ખોટી ચતુરાઈ છોડી દો. જેના નસીબે જે લખ્યું તે મળ્યું.' પણ ત્રણ મિત્રો પાપના ભેરુ છે. એ કહે, ‘ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ' એ ઘાટ ક્યાંનો ? વાત બરાબર છે, ચાલો એનો ઘાટ ઘડીએ. અહીં એનું કોણ છે ? સોગઠી એવી મારીએ કે એ ન ઘરનો રહે કે ન ઘાટનો રહે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90