Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 50
________________ સાસુ ને વહુ ચંપાનગરીમાં સંપે-જંપે રહે છે, જાણે મા-દીકરી જ જોઈ લો. નવપદજી ભગવાનની આરાધના કરે છે. શ્રીપાળનું કુશળ વાંછે છે. ત્યાં આજ તો ડાબા અંગ ફરક્યાં છે. મયણા કહે: બા, બા ! કહો ન કહો પણ આજ કંઈક મંગળ થશે.” સાસુ કહે : “બેટી ! ધર્માને ઘેર સદા મંગળ છે. એને તો દુઃખમાંય મંગળ છે, સુખમાંય મંગળ છે.” શાં સાસુ-વહુનાં હેત ! જાણે સગી મા-બેટડી. કોઈ દહાડો ક્લેશ નહીં, કંકાસ નહીં. એવાં સંપિયાંનાં વ્રત ફળે, જપ ફળે, ને એવાને ત્યાં સુખસંપત પણ ગયેલાં હોય તો પાછાં આવી મળે. કંકાસિયા ઘરનાં તો ગોળાનાં પાણી પણ સુકાય. મયણા વાત કરે છે ત્યાં તો ઢોલ-નગારાં વાગ્યાં, નેજાં નિશાન ફરહર્યા, ધવલમંગલ વત્ય. શ્રીપાળ ધસમસતો આવી માને ચરણે પડ્યો. મયણાને એકાંતમાં ભેટ્યો. સહુની આંખમાંથી અમીનાં આંસુ ઝરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90