Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 48
________________ શ્રીપાળ ચરિત્ર ૩૯ સાર્થવાહ કહે : ‘સાહિત્ય અને સંગીત બંનેમાં અમને રસ છે. સાહિત્ય છે, તો ઋષિ-વાણી આપ પાસે છે. સંગી છે, તો મનનો આનંદ અને ભગવાનની ભક્તિ છે. અમે વીણામાં પણ કુશળ છીએ. વીણા વગાડશું ને કુંવરીને જીતશું.’ શ્રીપાળ તો કુંડળપુર પહોંચ્યો. નગરમાં, ચૌટામાં ને ચકલામાં વીણાના સ્વર સંભળાય છે. શ્રીપાળ કહે, ‘ભારે આ અચરજ !’ એણે તો તરત કુંવરીને કહેણ મોકલ્યાં. સામસામાં પોતપોતાની વીણા લઈને બેઠાં. વીણાના તાર રણઝણ્યા. શું સ્વર ને શું માધુરી ! મોંમાંથી સુધા ઝરે છે ! આંગળીમાંથી અમૃત ઝરે છે. પંખી ગાતાં ચૂપ છે. પવન મંદમંદ વહે છે. ગાયો ડોલે છે. હાથી ઝૂમે છે. કુંવરી તો ભાન ભૂલી મગ્ન થઈ ડોલી ઉઠી : ‘વાહ વીણાવાદક વાહ ! શી તારી કરામત!' શ્રીપાળ જીત્યો, સુંદરી હારી. શ્રીપાળ કહે : ‘સુંદરી ! કલા ને સંપત્તિ કુદરતની ભેટ છે. એનું અભિમાન ન હોય. આવો કાળો કેર ન હોય. બંદીવાનને છોડી મેલો.’ કુંવરી કહે : ‘ચતુરા નાર સદા ચતુર નરને શોધે છે. ગુણીને ગુણીજન મળે તો અઠકો આનંદ થાય છે. મૂર્ખ મળે તો જીવતર ખરાબ થાય છે. કહ્યું છે કે મૂરખ સરસી ગોઠડી, પગ પગ હૈડે હટ્ટ !' કુંવરીએ બધા કેદીઓને છોડી મૂક્યા. કુંવરી અને શ્રીપાળ પરણ્યાં. શ્રીપાળ હવે આગળ વધ્યો છે. ઘણાં પરાક્રમ કર્યાં. ઘણાં પુણ્ય કર્યાં. ઘણી સંપત મેળવી. હવે ઘરની સુલક્ષણી નાર સાંભરી. અમૃતના આગાર જેવી મા સાંભરી. એ કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90