Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 45
________________ ભરસાગરમાં વહાણ ચાલ્યાં જાય છે. મેઘલી રાત જામી છે. નાખી નજર પહોંચતી નથી. કાળું પાણી તબકે છે. શ્રીપાળ નિરાંતે પોહ્યો છે. ધવલરાયને આંખમાં ઊંઘ નથી. પાપીને નિદ્રા કેવી ? ધવલરાય વિચારે છે કે, હવે શું કરવું? આ ભિખારી શેઠ બની ગયો, ને હું શેઠ ભિખારી થયો ! આજ એવો દાવ ખેલું કે બધા પાસા પોબાર. ધવલરાય હળવેથી ઊઠ્યો. મખમલી મ્યાનમાંથી કટારી કાઢી. એક હાથે ઝાલીને એ ચાલ્યો. એના દિલમાંય રાતના જેવો ગાઢ અંધકાર ફેલાયેલો છે. એ ચોર પગલે નીસરણી ચડવા માંડ્યો, પણ અંધકાર કહે મારું કામ ! કંઈ કળાતું નથી. ત્યાં એક પગથિયું ચૂક્યો ને એ લથડ્યો. મોટી ગોળા જેવી ફાંદ, મહીરાવણ જેવી ભારે કાયા ! ધબ્બ દઈને નીચે પડડ્યો. હાથની કટારી હૈયામાં ઘૂસી ગઈ. ફાંદો ફૂટી ગયો. લોહીનો કુવારો છૂટ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90